ભવિષ્યના શક્તિશાળી દ્રષ્ટિકોણ સાથે STL ઉચ્ચતમ વિકાસ પ્રદાન કરે છે
પૂણે, ભારત, April 27, 2019 /PRNewswire/ --
10,500 કરોડ થી અત્યાર સુધીની સૌથી ઊંચી ઓર્ડર બુક સાથે ઝળહળતું નાણાંકીય વર્ષ 2019
અને નાણાંકીય વર્ષ 2020 ની ઉત્કૃષ્ટ શરૂઆત રિપોર્ટ કરવામાં આવી છે
- નાણાંકીય સ્થિતિ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્થાને: PAT માં 68%, આવકમાં 59%, EBITDA માં 48%; વાર્ષિક આધારે (YoY); ROCE માં 34% નો વધારો
- એક જ વર્ષમાં સૌથી વધુ પેટન્ટ દાખલ કરવામાં આવ્યા
- હસ્તાંતરણ (એક્વિઝિશન) સાથે યુરોપમાં સ્થિતિ મજબૂત બનાવાઈ
- ઓપ્ટિકલ ફાઇબર માટે 50 મિલિયન fkm અને ટ્રેક પરના કેબલ માટે 33 મિલિયન fkm ક્ષમતા વિસ્તરણ
Sterlite Technologies Ltd - STL (BSE: 532374) (NSE: STRTECH), એક વૈશ્વિક ડેટા નેટવર્ક સોલ્યુશન્સ કંપની એ શક્તિશાળી નાણાંકીય કામગીરીનો વધુ એક વર્ષ અહેવાલ આપ્યો. છેલ્લા કેટલાક ત્રિમાસિકોમાં કંપનીની સતત વૃદ્ધિ ટેલિકોમ, ક્લાઉડ કંપનીઓ, સીટીઝન નેટવર્ક્સ અને મોટા ઉદ્યોગોના વિસ્તૃત વૈશ્વિક બજારમાં ડેટા નેટવર્ક સોલ્યુશન્સ પ્રદાન કરવા પરના તેના વ્યૂહાત્મક ફોકસને પરિણામે છે.
(Logo: https://mma.prnewswire.com/media/876464/Sterlite_Technologies_STL_New_Logo.jpg )
નાણાંકીય વર્ષ 19 - એક પરિવર્તનશીલ વર્ષ
ક્લાઉડ કંપનીઓએ નેટવર્ક નિર્માણને તીવ્ર બનાવ્યું હોવાથી, ટેલિકોમ કંપનીઓ દ્વારા ઉચ્ચ-અસરકારક ઉકેલો સાથે ફાઇબર ડિપ્લોયમેન્ટમાં વધારો, સંરક્ષણ દ્વારા તેના નેટવર્ક્સનું આધુનિકરણ, અને ગ્રામીણ અને શહેરી બ્રોડબેન્ડને મળેલા વેગ સાથે, નાણાંકીય વર્ષ 2012 એ STL નું પરિવર્તનશીલ વર્ષ હતું. ઝડપી નવીકરણ, એક ચપળ સપ્લાય ચેઇન અને વર્ગની શ્રેષ્ઠ પ્રતિભા સાથે, તેણે નવા ગ્રાહકોને હસ્તગત કર્યા અને સંપૂર્ણ (એન્ડ-ટૂ-એન્) ઉકેલો લૉંચ કર્યા.
- 35 નવા ગ્રાહકો: કંપનીએ તેના તમામ ગ્રાહક વર્ગોમાં ગ્રાહકોને જીતી લીધા છે, જેમાં પ્રખ્યાત વિશ્વની બે ટોચની ક્લાઉડ કંપનીઓ; 4G ના વિશ્વના સૌથી મોટા ગ્રીનફીલ્ડ રોલઆઉટ્સ પૈકીના એક માટે નેટવર્ક બનાવટ માટે ભાગીદારી સહિત અનેક ટિયર એકની ટેલિકોમ કંપનીઓ; અને ઇન્ડિયન નેવી (Indian Navy's) ના ડિજિટલ કમ્યુનિકેશન નેટવર્કનું આધુનિકરણ સમાવિષ્ટ છે. આ સાથે, ભારત, યુરોપ અને LATAM હવે કંપનીની આવકના 90% થી વધુ હિસ્સો ધરાવે છે.
- છ નવા ઉકેલો અને વિવિધ ભાગીદારીઓ: તેની અનન્ય સિલિકોન-થી-સૉફ્ટવેર ક્ષમતા સાથે, કંપનીએ ઘણા નેટવર્ક ઉકેલોને ડિઝાઇન અને લૉન્ચ કર્યા છે. કેટલાક નોંધપાત્ર લૉન્ચમાં FTTx Mantra (સંપૂર્ણ સંકલિત, અમલમાં મૂકવા માટે તૈયાર FTTx સોલ્યુશન) અને TruRibbon (ઉચ્ચ-ક્ષમતા નેટવર્ક્સ માટે હાઇ-ડેન્સિટી ઓપ્ટિકલ ફાઇબર કેબલ) નો સમાવેશ થાય છે. કંપનીએ તેમાંના કેટલાક માટે ઉદ્યોગના નેતાઓ સાથે ભાગીદારી કરી, જેમાં ડિફેન્સ માટેની વિવિધ ભાગીદારીઓ સહિત અને ઓપન-સોર્સ કન્સોર્ટિયમ જેવા કે O-RAN અને TIP.
- 271 પેટન્ટ: કંપનીએ તેની વૈશ્વિક પેટન્ટ ફાઇલિંગની સંખ્યા 271 સુધી લઈ જઇ ને એક વર્ષમાં તેની અત્યાર સુધીની સૌથી વધુ પેટન્ટ દાખલ કરી છે. તેણે SPEL પણ લૉન્ચ કર્યું છે - જે માળખાગત નેટવર્કિંગ ઉકેલો માટે ભારતની પહેલી technology lab છે. આ ફાઇલિંગ કંપનીના ઊંડા ટેક્નોલોજી રોકાણને વ્યૂહાત્મક વિસ્તારોમાં સુરક્ષિત કરે છે. આ તેની અગાઉની બે લેબ ઉપરાંત છે - બ્રોડબેન્ડ સંશોધન માટે ઉત્કૃષ્ટ કેન્દ્ર અને નેક્સ્ટ જનરેશન નેટવર્ક એપ્લિકેશન્સ માટે વધુ સ્માર્ટ નેટવર્ક્સ માટે સેન્ટર.
- ક્ષમતા વિસ્તરણ અને તરત ડિલિવરી: ઇટાલીમાં Metallurgica Bresciana ના હસ્તાંતરણ (એક્વિઝિશન) સાથે, કંપનીએ યુરોપમાં તેની સ્થિતિ મજબૂત કરી અને નવા ઉત્પાદન અને ગ્રાહક પોર્ટફોલિયો હસ્તગત કર્યા. દરમિયાન, ઔરંગાબાદમાં નવા ઇન્ડસ્ટ્રી 4.0 પ્લાન્ટ સાથે તેના યોજનાકીય વિસ્તરણ જૂન 2019 સુધી 50 million fkm ફાઇબર ક્ષમતા સાથે ઑનલાઇન આવવા માટે તૈયાર છે, જ્યારે તે તેની 33 million fkm ફાઇબર કેબલ ક્ષમતા ને જૂન 2020 સુધીમાં બમણી કરવાનું કાર્ય યોગ્ય પ્રગતિ પર છે.
- વર્ગમાં શ્રેષ્ઠ પ્રતિભા: કંપનીએ ઓપ્ટિકલ ફાઇબર સંશોધન, software defined networks, converged networks, connectivity solutions અને data science માટે મુખ્ય પ્રતિભાશાળી વ્યક્તિઓને નિયુક્ત કરીને તેમની તકનીકી કુશળતાને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે.
- પર્યાવરણ, સ્થિરતા અને શાસન: પર્યાવરણ માટે કંપનીની પ્રતિબદ્ધતા ને કારણે સિલ્વાસા, ભારતમાં પ્રતિષ્ઠિત Intertek Zero Waste to Landfill Certification માં તેનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ પ્લાન્ટ જીતી છે. તે યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ કોમ્પેક્ટ, કોર્પોરેટ સ્થિરતા અંગે વિશ્વની સૌથી મોટી ફોરમ માટે હસ્તાક્ષરકર્તા પણ બની છે.
સંયુક્ત નાણાંકીય પરિણામો - ઉચ્ચતમ સ્તર પર
ગ્રાહક સાથે ઊંડી સામેલગીરી, હાયપર-સ્કેલ નેટવર્ક્સ માટેના ઉકેલો, અવિરત નવીનતા, અને ઝડપી પુરવઠા પર મુખ્ય પ્રતિભા દ્વારા કેન્દ્રિત કરાયેલ ધ્યાન કંપનીની શ્રેષ્ઠ નાણાંકીય કામગીરીમાં ફાળો આપે છે.
Q4 FY'19 નાણાંકીય હાઇલાઇટ્સ
- સૌથી વધુ ત્રિમાસિક આવક રૂ. 1,791 કરોડ
- સૌથી વધુ ત્રિમાસિક EBITDA રૂ. 328 કરોડ, વાર્ષિક આધારે 38% વૃદ્ધિ
- સૌથી વધુ ત્રિમાસિક PAT. રૂ165 કરોડ, વાર્ષિક આધારે 47% વૃદ્ધિ
FY'19 નાણાંકીય હાઇલાઇટ્સ
કંપનીની નાણાંકીય સ્થિતિએ ઉચ્ચતમ વિકાસ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે. મુખ્ય મેટ્રિક્સ નીચે મુજબ છે:
- ઓપન ઓર્ડર બુક રૂ. 10,516 કરોડ પર, વાર્ષિક આવકના 2.1 ગણા
- આવક રૂ. 5,087 કરોડ પર, વાર્ષિક આધારે 59% વૃદ્ધિ
- EBITDA રૂ. 1,164 કરોડ પર, વાર્ષિક આધારે 48% વૃદ્ધિ
- PAT રૂ. 563 કરોડ પર,વાર્ષિક આધારે 68% વૃદ્ધિ
- ROCE 34% પર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્થાને
કંપની નાણાંકીય વર્ષ 20 માં US $ 100 મિલિયનના PAT ને પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
આ મજબૂત આંકડાઓ સાથે, નાણાંકીય વર્ષ 19 માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 3.5 બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 175% ના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે.
નાણાંકીય વર્ષ 20 અને તેનાથી આગળ - એક આકર્ષક ભવિષ્ય
જયારે ટેલિકોમ કંપનીઓ, ક્લાઉડ કંપનીઓ અને નવા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખેલાડીઓ હાઇપર-સ્કેલ નેટવર્ક્સનું નિર્માણ કરે છે, STL આ નેટવર્ક નિર્માણ તક બાબતે અગ્રણી તરીકેની ભૂમિકા ભજવે છે. વૈશ્વિક ધોરણે મોટા ગ્રાહક સેગમેન્ટ્સમાં મોબિલિટી, લાસ્ટ-માઇલ પહોંચ, લાંબા સમય સુધી કનેક્ટિવિટી, નેટવર્ક આધુનિકીકરણ અને ડેટા કેન્દ્રો માટે તેના ડેટા નેટવર્ક ઉકેલો સાથે, કંપનીનું કુલ કાર્યક્ષેત્ર ધરાવતા બજારનું કદ નાણાંકીય વર્ષ 23 સુધીમાં 75 બિલિયન ડોલરનું થઈ જવાનું અનુમાન છે.
ડેટા નેટવર્ક્સ માટે સંપૂર્ણ (એન્ડ-ટૂ-એન્ડ) ટેક્નોલૉજી ઉકેલો માટે કંપનીનું ફોકસ વિસ્તરણ થવાને કારણે તે એક સરળ, રૂપાંતરિત કંપનીના રૂપમાં પોતાની નવી ઓળખ બનાવી રહી છે જે નેટવર્કના ભાવિ તરફ દોરી જાય છે.
કંપનીની વ્યૂહરચના અને નાણાંકીય વર્ષ 19 ના પરિણામો વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને Investor Presentation (રોકાણકાર પ્રસ્તુતિ) જુઓ.
Sterlite Technologies Ltd - STL વિશે:
સંપૂર્ણ (એન્ડ-ટૂ-એન્ડ ) ડેટા નેટવર્ક સોલ્યુશન્સમાં STL વૈશ્વિક અગ્રણી છે.
અમે ઉચ્ચ-ક્ષમતાવાળા કન્વર્જ્ડ ફાઇબર અને વાયરલેસ નેટવર્ક્સની રચના અને ગોઠવણ કરીએ છીએ. ઓપ્ટિકલ ફાઇબર અને કેબલ્સ, હાયપર-સ્કેલ નેટવર્ક ડિઝાઇન અને ગોઠવણ અને નેટવર્ક સૉફ્ટવેરની કુશળતા સાથે, અમે વૈશ્વિક ડેટા નેટવર્ક્સ માટેના ઉદ્યોગના અગ્રસર સંકલિત ઉકેલ પ્રદાતા છીએ. અમે વૈશ્વિક ટેલિકોમ કંપનીઓ, ક્લાઉડ કંપનીઓ, નાગરિક નેટવર્ક્સ અને ક્લાઉડ-નેટિવ સોફ્ટવેર-નિર્ધારિત નેટવર્ક્સની રચના, નિર્માણ અને પ્રબંધન કરવા માટેના મોટા ઉદ્યોગો સાથે ભાગીદારી કરીએ છીએ.
STL ના મૂળમાં નવીનતા છે. સંપૂર્ણ (એન્ડ-ટૂ-એન્ડ) નેટવર્ક સોલ્યુશન્સના વિકાસ પર ઉત્કટપણે ધ્યાન કેન્દ્રિત કરીને, અમે ઉત્કૃષ્ટતાનાં કેન્દ્રો પર નેક્સ્ટ-જનરેશન નેટવર્ક એપ્લિકેશનોમાં મૂળભૂત સંશોધન કરીએ છીએ. નેક્સ્ટ-જેન ઓપ્ટિકલ કામગીરી, ફાઇબર અને કેબલ ઉત્પાદન સુવિધાઓ સાથે ભારત, ઇટલી, ચાઇના અને બ્રાઝિલમાં અને બે સોફ્ટવેર ડેવલપમેન્ટ કેન્દ્રો ખાતે STL સશક્ત વૈશ્વિક હાજરી ધરાવે છે.
SterliteTech.com | Twitter | LinkedIn | YouTube
ભવિષ્ય અને ચેતવણી સંબંધિત નિવેદનો: Sterlite Technologies Limited અને તેના ભાવિ સાથે સંબંધિત આ રિલીઝમાં સમાવિષ્ટ કેટલાક શબ્દો અને નિવેદનો અને Sterlite Technologies Limited ની અપેક્ષિત નાણાંકીય સ્થિતિ, વ્યાપારી વ્યૂહરચના, Sterlite Technologies ના ભાવિ સંચાલનો અને ભારતના સામાન્ય અર્થતંત્ર સંબંધિત અન્ય નિવેદનો ભવિષ્ય સાથે સંકળાયેલા (ફોરવર્ડ લુકિંગ) છે. આવા નિવેદનોમાં જાણીતા અને અજાણ્યા જોખમો, અનિશ્ચિતતાઓ અને અન્ય પરિબળોનો સમાવેશ થાય છે, જે Sterlite Technologies Limited ની ઉપ્લબ્ધિઓ અથવા ઉદ્યોગના પરિણામોને આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનો દ્વારા વ્યક્ત અથવા ગર્ભિત સામગ્રીને વાસ્તવિક પરિણામોથી અલગ પાડવાનું કારણ બની શકે છે. આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનો Sterlite Technologies ની વર્તમાન અને ભાવિ વ્યાપારી વ્યૂહરચનાઓ અને ભવિષ્યમાં Sterlite Technologies Limited જેવા વાતાવરણમાં કાર્ય કરશે તે અંગેની અસંખ્ય ધારણાઓ પર આધારિત છે. તેવા મહત્વપૂર્ણ પરિબળો જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે તેમાં અન્યો સાથોસાથ ભારત સરકારની નીતિઓ અથવા નિયમોના ફેરફારો અને ખાસ કરીને, Sterlite Technologies Industry ના વહીવટીતંત્ર સંબંધિત ફેરફારો, અને ભારતમાં સામાન્ય આર્થિક, વ્યવસાય અને ધિરાણની સ્થિતિઓમાં પરિવર્તનોનો સમાવેશ થાય છે. તેવા વધારાના પરિબળો છે જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે, જેમાંથી ઘણાં Sterlite Technologies ના નિયંત્રણમાં નથી, તેમાં સમાવિષ્ટ થાય છે National Stock Exchange, India અને Bombay Stock Exchange, India ને પ્રદાન કરાયેલી Sterlite Technologies ની વિવિધ ફાઇલિંગ્સમાં ચર્ચા કરાયેલા જોખમ પરિબળો, પરંતુ માત્ર તેમના પૂરતા માર્યાદિત નથી. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને http://www.bseindia.com પર ઉપલબ્ધ છે.
મીડિયા સંપર્કો:
મીડિયા સંબંધો:
LK Pathak
+91-9925012059
[email protected]
Investor Relations
Vishal Aggarwal
+91-20-30514000
[email protected]
Corporate Communications
Sumedha Mahorey
+91-22-30450404
[email protected]
Share this article