Concrete Show India: બૉયન્ટ કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટેની વિકાસ ફેસિલિટેટર
મુંબઈ, May 13, 2019 /PRNewswire/ --
UBM India એ Concrete Show India (CSI), ની 7 મી આવૃત્તિની જાહેરાત કરી, જે એકમાત્ર એક્સ્પો છે જે ખાસ કરીને બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને સમર્પિત છે. રોડ અને હાઇવે, હાઉસિંગ, એરપોર્ટ, બંદરો, પાવર, રેલ, ડેમ અને બ્રીજ, સહિતના મુખ્ય વિસ્તારોને આવરી લેતો CSI 2019, 16 મી મે થી 18 મી નવેમ્બર સુધી બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (બીઈસી), ગોરેગાંવ, મુંબઇ ખાતે યોજવામાં આવશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/884507/CSI_2019_Logo.jpg )
આ ત્રણ દિવસનો શો, ઉદ્યોગ વ્યાવસાયિકોને ઉત્તમ તક પૂરી પાડશે જે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC's), કમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, ગવર્નમેન્ટ એન્ડ સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિશિષ્ટ આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ અને કોન્ટ્રાકટર્સ અને ડેવલપર્સ સહિત કન્સ્ટ્રક્શન વર્ટિકલ્સમાંથી આવે છે. પ્રોક્યોરમેન્ટ, આયોજન અને ડિઝાઇન, ગુણવત્તા નિયંત્રણ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, બિલ્ડિંગ જાળવણી, સાઇટ જાળવણી, સામગ્રી પ્રબંધન અને ઇજનેરી ટીમો સહિત વિવિધ ટીમોના વ્યવસાયિકો. મુખ્ય શ્રેણીઓમાં કોંક્રિટ અને કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ, કન્સ્ટ્રક્શન કેમિકલ, કમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ફ્લોરિંગ, ઑટોમેશન, સૉફ્ટવેર (ઈઆરપી (ERP), પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ડિઝાઇન) અને મોબાઇલ કન્સ્ટ્રક્શન ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિતની નવીનતમ પ્રસ્તુતિઓ ઇવેન્ટમાં રજુ કરવામાં આવશે.
150 થી વધુ પ્રદર્શકોએ આ ટર્નકી ઇવેન્ટમાં તેમની હાજરીની પુષ્ટિ કરી છે. તેમાં JSW Cement, Ajax, Chowgule Construction Chemicals Pvt. Ltd., Masa Concrete Plants India Pvt. Ltd., Elematic India Private Limited, KYB Conmat, Columbia Machine Engineering (I) Pvt. Ltd., Prism RMC, Maxmech Equipments Pvt. Ltd., Aimil Ltd., RDC Concrete (India) Pvt. Ltd., SURIE POLEX, Fairmate Chemicals Pvt Ltd., J.K.Cement અને MC-Bauchemie જેવા કેટલાક અગ્રણી ઉદ્યોગ ખેલાડીઓનો સમાવેશ થાય છે. શોના મુલાકાતીઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યો અને જર્મની, ઇટાલી, યુએસએ, જાપાન, ઑસ્ટ્રેલિયા, યુકે, કોરિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા, ચાઇના, તુર્કી અને તાઇવાન જેવા દેશોની બ્રાન્ડ્સ અને ઉત્પાદનોની શ્રેણી નજીકથી જોવાની અપેક્ષા રાખી શકે છે. શોમાં યુરોપ, ચીન અને તૂર્કીના ત્રણ મુખ્ય પેવેલિયન હશે.
Concrete Show India ની 7 મી આવૃત્તિની જાહેરાત પર બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે અને તે બેન્કિંગ અને પાવર જેવા અન્ય ક્ષેત્રો પર લાંબા સમય સુધી ચાલતી અસર ધરાવે છે. વચગાળાના બજેટ 2019 માં જોવા મળ્યા મુજબ તાજેતરના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ સેક્ટરમાં સરકાર તરફથી નોંધપાત્ર બળ મળ્યું છે. રસ્તાઓ, રેલવેથી લઈને એરપોર્ટ અને અન્ય સ્માર્ટ-સિટી પહેલમાં, છેલ્લા થોડા વર્ષોમાં આ ક્ષેત્રમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે, જેના કારણે સમગ્ર દેશમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ આવી રહી છે. અન્યો ઉપરાંત પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય), ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) જેવી મુખ્ય યોજનાઓનો ઉલ્લેખ કરીને સરકારે આ કાર્યક્રમો સતત ઝોક અને પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું છે. જો કે, હાઉસિંગ સેક્ટર સિવાય જ્યાં સીધા અને પરોક્ષ નાણાકીય લાભો વાસ્તવિક વૃદ્ધિ તરફ દોરી જઇ શકે છે, ત્યાં વચગાળાના બજેટથી અન્ય ક્ષેત્રોમાં ફાળવણી અથવા રોકાણોમાં સીધો અથવા પરોક્ષ વધારો થયો નથી. આ લેન્ડસ્કેપ વિરુદ્ધ , અમે Concrete Show India માં મક્કમપૂર્વક માનીએ છીએ કે આ શો ભારતના ઝડપથી વિકસતા કોંક્રિટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટમાં ઉપલબ્ધ તકો માટે એક ચેનલ સાબિત થશે."
મુખ્ય સંગઠનો અને સંસ્થાઓ જેવી કે, Tunnelling Association of India (TAI), Ready Mixed Concrete Manufacturers' Association (RMCMA), The American Concrete Institute (ACI), The Council of Scientific & Industrial Research (CSIR), Construction Equipment Rental Association (CERA), Indian Concrete Institute (ICI) અને American Society Civil Engineering ના સમર્થન સાથે ઉદ્યોગ દ્વારા ઇવેન્ટને સારો આવકાર પ્રાપ્ત થયો છે.
CSI 2019 માં બે દિવસની ઇન્સાઇટફૂલ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. દિવસ 1 'કોંક્રિટ અને કન્સ્ટ્રક્શન - 360 ડિગ્રી એપ્રોચ' પર થીમ પ્રસ્તુત કરશે. ઉદ્યોગના વિચારશીલ અગ્રણીઓ દ્વારા સંચાલિત કોન્ફરન્સનો પ્રથમ દિવસ, ''લેસન્સ લર્નડ ફ્રોમ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ', 'બેસ્ટ પ્રેક્ટિસીસ ઈન ઓવરસીઝ પ્રોજેક્ટ્સ', ડીપ લર્નિંગ ઈન કોન્ક્રીટ', 'માર્કેટ ટ્રાન્સફોર્મેશન ટુવર્ડ્સ એનર્જી એફિશિયન્ટ બ્રિક્સ', 'સ્માર્ટ સિટીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: એન ઇન્ટીગ્રેટેડ એપ્રોચ એન્ડ ફ્યૂચર ટેક્નોલોજીસ ઈન કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન' ના વિષયોને સંબંધિત ચર્ચાઓ કોન્ક્રીટ એન્ડ સસ્ટેનેબિલિટી - વાઇડનિંગ ધ યુઝ ઓફ ઓલ્ટર્નેટિવ મટેરીઅલ્સ, ફ્લાઇએશ, જીજીબીએસ, પ્લાસ્ટિક અને ફિલ્ડ લીડરશીપ એક્સેલન્સ પર પેનલ ચર્ચાઓ આવરશે. કોન્ફરન્સનો દિવસ 2 'પ્રિકાસ્ટ ટેક્નોલૉજી ઇન કન્સ્ટ્રક્શન' વિષય પર એક થીમ રજૂ કરશે અને "પ્રિકાસ્ટ કોન્ક્રીટ પેનલ્સ ફોર રોડ પેવર્સ', પ્રિકાસ્ટ ટેક્નોલોજી ફોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ', 'ઇક્વિપમેન્ટ ફોર પ્રિકાસ્ટ - પ્રિફેબ ટેક્નોલોજી', પ્રિકાસ્ટ ટેક્નોલોજી ફોર માસ હાઉસિંગ, મૅન્યુફૅક્ચરીંગ આરસીસી બિલ્ડીંગ્સ વિથ થ્રી ડાઇમેંશનલ મોડ્યુલર પ્રિકાસ્ટ સોલ્યુશન્સ બંગ્લોઝ એન્ડ હોમ્સ', કેસ સ્ટડીઝ ઓન 'પ્રિકાસ્ટ ટેક્નોલોજી ફોર ઇન્ડસ્ટ્રીઅલ સ્ટ્ર્કચર્સ' અને 'પ્રિકાસ્ટ ટેક્નોલોજી ફોર રેસિડેન્શિયલ બિલ્ડીંગ્સ' અને 'ઑપર્ચ્યૂનિટિઝ એન્ડ ચેલેન્જીસ ઈન પ્રિકાસ્ટ ટેક્નોલોજી ઈન ઇન્ડિયા' પર પેનલ ચર્ચા જેવા વિષયોને આવરી લેશે.
મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ Shri Sudhir Srivastava,Dr. Rakesh Kumar ડાયરેક્ટર, Neeri, Ashish Singh, IAS, સચિવ, પબ્લિક ડિપાર્ટમેન્ટ વિભાગ, A L Jarhad, IAS, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર, Mr Vivek Taneja, બિઝનેસ હેડ - વેસ્ટ ટુ વેલ્થ એન્ડ ઇન્ટિગ્રેટેડ યુટિલિટી સોલ્યુશન્સ, થર્મેક્સ લિમિટેડ, પાવર ડિવિઝન, Dr Yogini Deshpande, પ્રિન્સિપાલ કન્સલ્ટન્ટ, Renuka Consultants સહિતના અગ્રણી વક્તા અન્યો સાથે કૉન્ફરન્સમાં વાત કરવા માટે સુનિશ્ચિત થયેલ છે.
આ ઉપરાંત, ઇનોવેશન ઝોન, સ્ટુડન્ટ ઇન્ક્યુબેશન સેલ, ડેમોનસ્ટ્રેશન એરિયાઝ, સ્ટાર્ટ-અપ ઝોન્સ, બિઝનેસ ટુ બિઝનેસ એન્ડ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ એન્ડ એક્સપિરિયન્સ ઝોન સહિત વિવિધ એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ્સ ઉદ્યોગમાંના તમામ હિતધારકો પ્રબળ, ક્રિયાપ્રતિક્રિયા અને સહભાગિતાને સક્ષમ કરશે.
Concrete Show India વિશે:
Concrete Show India નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે. Concrete Show India અંગે વધુ માહિતી માટે https://www.concreteshowindia.com/ ની અને એશિયામાં અમારી હાજરી માટે કૃપા કરીને http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article