ડિજિટલ યુગમાં વ્યાવસાયિકો માટે IMA ઍન્હાન્સ્ડ એકાઉન્ટિંગ કોમ્પિટન્સી ફ્રેમવર્ક રજૂ કરે છે
બેંગલોર અને મોન્ટવેલ, ન્યુ જર્સી, February 12, 2019 /PRNewswire/ --
IMA® (Institute of Management Accountants) (ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ) દ્વારા તેના Management Accounting Competency Framework (ઍન્હાન્સ્ડ એકાઉન્ટિંગ કોમ્પિટન્સી ફ્રેમવર્ક) ની રજૂઆત કરવામાં આવી છે. અપડેટ કરાયેલ ફ્રેમવર્ક તે કૌશલને પ્રતિબિંબિત કરે છે જેની જરૂર મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સને સુસંગત રહેવા અને ભવિષ્ય માટે તૈયાર રહેવા માટે પડશે.
(Logo: https://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
ઍન્હાન્સ્ડ ફ્રેમવર્ક ઝડપથી બદલાતા વ્યવસાયિક અને તકનીકી વાતાવરણ સાથે ગતિ જાળવે છે અને વ્યવસાયને કુશળતા આકરણી, કારકિર્દી વિકાસ અને પ્રતિભા વ્યવસ્થાપન માટે માર્ગદર્શન તરીકે પ્રદાન કરે છે. આજે જયારે ટેક્નોલોજી મેનેજમેન્ટ એકાઉન્ટન્ટની ભૂમિકાને પુન:વ્યાખ્યાયિત કરી રહી છે અને વ્યવસાયિક ભૂપ્રદેશમાં અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયમાં અભૂતપૂર્વ ગતિએ નોંધપાત્ર પરિવર્તનો લાવી રહી છે ત્યારે આ પરિવર્તનો સાથે ગતિ જાળવી રાખવા માટે IMA દ્વારા આ ફ્રેમવર્કને અપડેટ કરવામાં આવ્યું છે. શિક્ષણ અને કારકિર્દી સેવાઓની આગેવાની હેઠળ, આ ફ્રેમવર્ક, IMA ના વિવિધ વિષયવસ્તુ માલિકો સાથેના મહત્વપૂર્ણ સહયોગનું પરિણામ હતું.
"IMA ખાતે, ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ વ્યવસાય માટે નિર્ણાયક સક્ષમતાઓને ઓળખવા અને પ્રકાશિત કરવામાં ઇન્ડસ્ટ્રીને અગ્રસર રાખવા બાબતે અમે ઉત્સાહિત છીએ," તેવું IMA ખાતેના CMA, CSCA, CAE, President અને CEO, Jeff Thomson દ્વારા જણાવાયું હતું. "કોમ્પિટન્સી (સ્પર્ધાત્મકતા) ફ્રેમવર્કને અપડેટ કરવા માટે આજે અમે મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ દ્વારા આવશ્યક અસ્તિત્વમાં હોય તેવી અને ઉદ્ભવનારી સક્ષમતાઓનું વિશ્લેષણ કર્યું છે. સંપૂર્ણતા અને સુસંગતતાને સુનિશ્ચિત કરવા માટે આ કાર્યને ઇન્ડસ્ટ્રીના વ્યાવસાયિકો દ્વારા સંપૂર્ણ રીતે તપસ્યા બાદ માન્ય કરવામાં આવ્યું છે."
આ ફ્રેમવર્ક હાર્દ જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતાઓના છ ડોમેનને ઓળખી કાઢે છે જેની જરૂર ડિજિટલ યુગમાં મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સને સુસંગત રહેવા અને તેમની વર્તમાન અને ભાવિ ભૂમિકાઓને અસરકારક રીતે પાર પાડવા માટે તેમને પડશે, જેમાંના ઘણા CMA® (Certified Management Accountant) (સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ) ના ઓળખપત્ર અભ્યાસક્રમમાં શામેલ છે. કેટલાક ડોમેનને ફરી નામ આપવામાં આવ્યા હતા જેથી તેમની ક્ષમતાઓની વિસ્તૃત પહોંચને પ્રતિબિંબિત કરી શકાય:
- સ્ટ્રેટેજી, પ્લાનિંગ અને પર્ફોમન્સ - ડોમેનની આઠ સક્ષમતાઓ વ્યાવસાયિકોને વ્યૂહાત્મક આયોજનના પ્રદર્શનમાં, વ્યવસાયની વર્તમાન સ્થિતિની આકારણી અને ભવિષ્ય માટેના આયોજન અંગે માર્ગદર્શન આપે છે
- રિપોર્ટિંગ અને કંટ્રોલ - ડોમેનની સાત સક્ષમતાઓ વ્યાવસાયિકોને સંબંધિત માપદંડો અને જવાબદારીઓનું પાલન કરતી વખતે તેમના સંગઠનના પ્રદર્શનને માપવા અને અહેવલિત કરવા માટેના સાધનો પ્રદાન કરે છે.
- ટેક્નોલોજી અને ઍનાલિટિક્સ - ડોમેનની ચાર સક્ષમતાઓ એ બતાવે છે કે કંપનીના એનાલિટિક્સને ઍન્હાન્સ કરવા માટે ડેટા કેવી રીતે કાર્ય કરી શકે છે અને કેવી રીતે ટેક્નોલૉજી સંસ્થાને આગળ વધારી શકે છે.
- બિઝનેસ એક્યુમેન અને ઑપરેશન્સ - ડોમેનની ચાર સક્ષમતાઓ દર્શાવે છે કે કેવી રીતે વ્યવસાયિકો વિવિધ વ્યવસાયની વચ્ચે કાર્ય કરી શકે છે અને સમગ્ર સંગઠનમાં ઑપરેશન્સ અંગેના પરિવર્તન લાવી શકે છે.
- લીડરશીપ - ડોમેનની સાત સક્ષમતાઓ વ્યવસાયિકોને અગ્રણી બનવામાં મદદ કરે છે અને તેમની ટીમોને તેમના અંગત અને સંગઠનાત્મક ધ્યેયો સુધી પહોંચવા અંગે માર્ગદર્શન આપે છે
- પ્રોફેશનલ એથિક્સ અને મૂલ્યો - નવું ડોમેન અને તેની ત્રણ સક્ષમતાઓ વ્યક્તિઓને તેમના વ્યાવસાયિક મૂલ્યો, નૈતિક વર્તણૂંક અને કાનૂની પૂર્તતા દર્શાવવા માટે કહે છે જેથી તેમની કારકિર્દી અને તેમના વ્યવસાયોને નૈતિક અને ટકાઉ બનાવી શકાય
"મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ માટે તેમના કાર્યોને કરવા માટે યોગ્ય કુશળતા હોવી મહત્વપૂર્ણ છે. તે પણ ઘણું મહત્ત્વનું છે કે તેઓ તેમના કાર્યોને તેમના હાર્દ મૂલ્યો અને નૈતિકતા સાથે કરે, તેથી જ પ્રોફેશનલ એથિક્સ અને મૂલ્ય ડોમેનને કોમ્પિટન્સી ફ્રેમવર્કમાં ઉમેરવામાં આવ્યું હતું." તેવું Debbie Warner, જણાવે છે જેઓ IMA ખાતે CAE, CPLP, Vice President, Education and Career Services તરીકે પદાધિન છે.
મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ દ્વારા જરૂરી ઉભરતી સક્ષમતાઓનું વિશ્લેષણ IMA એ કર્યું અને ઍન્હાન્સ્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કોમ્પિટિન્સી ફ્રેમવર્કનો એક ડ્રાફ્ટ વિકસિત કર્યો. ઍન્હાન્સ્ડ કોમ્પિટિન્સી ફ્રેમવર્ક જૂનથી સપ્ટેમ્બર 2018 સુધી સાર્વજનિક ટિપ્પણીઓ માટે ઉપલબ્ધ હતું, અને તમામ પ્રતિસાદોની સમીક્ષા કર્યા પછી IMA દ્વારા અપડેટ કરાયેલ ફ્રેમવર્કનું અંતિમ સંસ્કરણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. વ્યવસાયની અંદર કૌશલ્ય આકારણી, કારકિર્દી વિકાસ અને પ્રતિભા વ્યવસ્થાપન માટે ફ્રેમવર્ક અને સંબંધિત સામગ્રીને માર્ગદર્શન તરીકે પ્રદાન કરવામાં આવી છે. વધુ જાણવા માટે http://www.imanet.org/framework ની મુલાકાત લો.
IMA® (Institute of Management Accountants) વિશે
The Accountant/International Accounting Bulletin જે એક સૌથી મોટું અને સૌથી આદરણીય સંગઠન છે જે વિશિષ્ટપણે મેનેજમેંટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના દ્વારા 2017 અને 2018 ની પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઇયર નામ IMA® ને પ્રદાન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક રીતે, IMA સંશોધન દ્વારા વ્યવસાયને સમર્થન આપે છે, CMA® (સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ) પ્રોગ્રામ, અવિરત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયતને સમર્થન આપે છે. IMA 140 દેશોમાં 100,000 થી વધુ સભ્યોનું અને 300 પ્રોફેશનલ અને વિદ્યાર્થી શાખાઓ જે મૉન્ટવેલ, એનજે, યુએસએમાં મુખ્ય મથક ધરાવે છે, IMA તેના ચાર વૈશ્વિક પ્રાંતો: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત સાથે વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.imanet.org. ની મુલાકાત લો.
Share this article