GTPL Hathway Ltd: ડિજિટલ ટીવી સબ્સ્ક્રાઇબરોમાં 1.5 મિલિયનનો વધારો: કુલ આવકમાં વાર્ષિક ધોરણે 19%નો વધારો
અમદાવાદ, ભારત, Oct. 14, 2026 /PRNewswire/ -- ભારતના સૌથી મોટા ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા અને અગ્રણી બ્રોડબેન્ડ સેવા પ્રદાતા, GTPL Hathway Limited, એ 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા.
મુખ્ય નાણાકીય હાઇલાઇટ્સ:
મુખ્ય એકીકૃત વ્યવસાય અને નાણાકીય હાઇલાઇટ: નાણાકીય વર્ષ 27નું Q2
કુલ આવક ₹11,464 મિલિયન |
બ્રોડબેન્ડ આવક ₹ 1,459 મિલિયન |
ડિજિટલ કેબલ ટીવી સક્રિય સબ્સ્ક્રાઇબર્સ 11 મિલિયન |
બ્રોડબેન્ડ સક્રિય સબ્સ્ક્રાઇબર્સ 1070 K |
- નાણાકીય વર્ષ 27ના Q2ની કુલ આવક₹ 11,464 મિલિયનહતી, જે 19% Y-o-Y વૃદ્ધિ દર્શાવે છે
- નાણાકીય વર્ષ 27ના Q2 માટે EBITDA 9.6% ના EBITDA માર્જિન અને 20% ના ઑપરેટિંગ EBITDA માર્જિન સાથે ₹ 1103 Mn હતો.
વિગતો (₹ મિલિયનમાં) |
નાણાકીય વર્ષ 27નું 2જુ ત્રિમાસિક |
નાણાકીય વર્ષ 27નું 1લું ત્રિમાસિક |
નાણાકીય વર્ષ 26નું 2જુ ત્રિમાસિક |
નાણાકીય વર્ષ 27નું H1 |
નાણાકીય વર્ષ 26ના પ્રથમ છમાસિક |
નાણાકીય વર્ષ 26 |
ડિજિટલ કેબલ ટીવી આવક |
3455 |
2913 |
3024 |
6368 |
6042 |
11862 |
બ્રોડબેન્ડ આવક |
1459 |
1425 |
1393 |
2884 |
2753 |
5580 |
કુલ આવક |
11464 |
10199 |
9649 |
21663 |
18741 |
37466 |
ઇબીઆઈટીડીએ |
1103 |
1092 |
1101 |
2194 |
2224 |
4323 |
ઇબીઆઈટીડીએ માર્જિન (%) |
9.6 % |
10.7 % |
11.4 % |
10.1 % |
11.9 % |
11.5 % |
ઓપરેટિંગ ઇબીઆઈટીડીએ* (%) |
20 % |
22 % |
22 % |
21 % |
22 % |
21 % |
કર પછી નફો |
-5 |
23 |
93 |
17 |
198 |
156 |
*ઓપરેટિંગ EBITDA (%) = (સક્રિયકરણ અન્ય આવકનો & EBITDA ચોખ્ખો) / (સબ્સ્ક્રિપ્શન+ ISP + અન્ય ઓપરેટિંગ આવક)
ઓપરેશનલ હાઇલાઇટસ
ડિજિટલ કેબલ ટીવી
- 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં સક્રિય સબ્સ્ક્રાઇબર્સ 1.5 મિલિયન (16%) વાર્ષિક ધોરણે વધારો હાંસલ કરીને 11 મિલિયન હતા
- ચુકવણી કરનારા સબ્સ્ક્રાઇબર્સ10.3 મિલિયન હતા, જે વાર્ષિક ધોરણે 17% વધ્યા
- કેબલ ટીવીમાંથી સબ્સ્ક્રિપ્શન આવક નાણાકીય વર્ષ 2027 ના બીજા ક્વાર્ટરમાં ₹ 3,455 મિલિયન હતી, જે વાર્ષિક ધોરણે 14%નો વધારો દર્શાવે છે.
બ્રોડબેન્ડ
- બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સમાં વાર્ષિક ધોરણે 20,000નો વધારો થયો છે, આમ કુલ સંખ્યા1070000થઈ છે.
- નાણાકીય વર્ષ27 ના Q2માં બ્રોડબેન્ડની આવક 5% વાર્ષિક ધોરણે વધીને₹ 1,459 મિલિયન થઈ છે.
- 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ હોમપાસ 6 મિલિયન હતો - વાર્ષિક ધોરણે 50,000નો ઉમેરો. 6 મિલિયનમાંથી FTTX રૂપાંતર માટે ઉપલબ્ધ ~75%
- પ્રતિ વપરાશકર્તા બ્રોડબેન્ડ સરેરાશ આવક (ARPU) પ્રતિ સબ્સ્ક્રાઇબર ₹ 470 પ્રતિ મહિને હતી, જે વાર્ષિક ધોરણે ₹5 નો વધારો દર્શાવે છે.
- દર મહિને પ્રતિ વપરાશકર્તા સરેરાશ ડેટા વપરાશ 436 જીબીહતો, જે વાર્ષિક 6%નો વધારો દર્શાવે છે.
પરિણામો પર ટિપ્પણી કરતા, શ્રીમાન. Anirudhsinh Jadeja - મેનેજીંગ ડિરેક્ટર, GTPL Hathway Limitedએ કહ્યુ કે,
"નાણાકીય વર્ષ 27ના પહેલા ભાગમાં, અમે અમારા ફૂટપ્રિન્ટને વિસ્તૃત કરવા, અમારા કાર્યોની સ્કેલેબિલિટી સુધારવા અને ડિજિટલ ટીવી અને બ્રોડબેન્ડમાં એક મજબૂત પ્લેટફોર્મ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ACT ગ્રુપ ટ્રાન્ઝેકશન પૂર્ણ થવો એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને કર્ણાટકમાં આશરે 6 લાખ સબ્સ્ક્રાઇબર્સના ઉમેરા સાથે, અમે આ બજારોમાં અમારી હાજરી મજબૂત કરી છે અને અમારી કામગીરીનો વિસ્તાર કર્યો છે.
જેમ જેમ અમે આગળ વધીશું, તેમ તેમ અમે અમારી હસ્તગત ક્ષમતાઓને કાર્યક્ષમ રીતે એકીકૃત કરવા, વિવિધ બજારોમાં અમારી હાજરીને વધુ વધારવા, અમારા બ્રોડબેન્ડ વ્યવસાયને વધારવા અને અમારી કામગીરીની આર્થિક સદ્ધરતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમારું માનવું છે કે અમારી વિસ્તૃત કામગીરી, વ્યાપક સેવા પહોંચ અને સંકલિત ડિજિટલ ટેલિવિઝન અને બ્રોડબેન્ડ ક્ષમતાઓ અમને ભવિષ્યની તકોનો લાભ લેવા અને અમારા બધા હિસ્સેદારો માટે લાંબા ગાળાના, ટકાઉ મૂલ્યનું સર્જન કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે.
GTPL Hathway Limited વિશે
GTPL Hathway Limited ડિજિટલ કેબલ ટીવી સેવાઓ પ્રદાન કરતી ભારતની સૌથી મોટું મલ્ટી-સિસ્ટમ ઓપરેટર (એમએસઓ)છે અને દેશના અગ્રણી ખાનગી વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતાઓમાંનું એક છે. કંપની ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ કેબલ ટીવી અને વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતા છે અને પશ્ચિમ બંગાળમાં એક અગ્રણી ડિજિટલ કેબલ ટીવી ઓપરેટર છે. તેની ડિજિટલ કેબલ ટીવી સેવા 26 રાજ્યો &અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોના 1,600 થી વધુ શહેરો સુધી વિસ્તરે છે. GTPL એક મજબૂત અને વિશાળ ઇકોસિસ્ટમનો લાભ મેળવે છે, જેમાં 51,000 થી વધુ વ્યવસાયિક ભાગીદારો, 200 થી વધુ બ્રોડકાસ્ટર્સ, 1,750 થી વધુ એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ્સ અને 30 થી વધુ સરકારી પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગીદારીનો સમાવેશ થાય છે. કંપની 975 થી વધુ ટીવી ચેનલોનો વ્યાપક પોર્ટફોલિયો પ્રદાન કરે છે, જેમાં GTPL દ્વારા માલિકી અને સંચાલિત 130 થી વધુ પ્લેટફોર્મ સેવાઓનો સમાવેશ થાય છે. તેણે તેનું 'હેડએન્ડ-ઇન-ધ-સ્કાય' (HITS) પ્લેટફોર્મ, GTPL ઇન્ફિનિટી પણ લોન્ચ કર્યું છે, જે અમદાવાદમાં વિશ્વ-સ્તરીય C-બેન્ડ ટેલિપોર્ટ દ્વારા સમર્થિત છે અને Telkom-4 સેટેલાઇટ દ્વારા સંચાલિત છે. આ પ્લેટફોર્મ સમગ્ર ભારતમાં કવરેજ પૂરું પાડે છે, ઝડપથી ઉપયોગમાં લઈ શકાય છે, અને ~ 800 ચેનલો પ્રદાન કરે છે - જેમાં ~ 100 એચડી. ચેનલોનો સમાવેશ થાય છે. 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં, GTPL એ 11 મિલિયન સક્રિય ડિજિટલ કેબલ ટીવી સબ્સ્ક્રાઇબર્સ અને 1.07 મિલિયન બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ સેવા આપી હતી અને બ્રોડબેન્ડ હોમ-પાસ ફૂટપ્રિન્ટ આશરે 6 મિલિયન હતી.
સેફ હાર્બર
અપેક્ષિત ભાવિ ઘટનાઓ, કંપનીના નાણાકીય અને સંચાલન પરિણામો વિશેના કોઈપણ આગળ દેખાતા નિવેદનો અમુક ધારણાઓ પર આધારિત છે જેની પરિપૂર્ણતાની કંપની બાંહેધરી આપતી નથી. આ નિવેદનો જોખમો અને અનિશ્ચિતતાને આધીન છે. વાસ્તવિક પરિણામો વ્યક્ત અથવા ગર્ભિત પરિણામોથી નોંધપાત્ર રીતે અથવા ભૌતિક રીતે અલગ હોઈ શકે છે. મહત્વના વિકાસ કે જે કંપનીની કામગીરીને અસર કરી શકે છે તેમાં ઉદ્યોગમાં ઘટાડો, વૈશ્વિક અથવા સ્થાનિક અથવા બંનેમાં, ભારતમાં રાજકીય અને આર્થિક વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારો અથવા વિદેશના મુખ્ય બજારો, કર કાયદા, મુકદ્દમા, મજૂર સંબંધો, વિનિમય દરમાં વધઘટ, તકનીકી ફેરફારો, રોકાણ અને વ્યવસાયની આવક, રોકડ પ્રવાહના અંદાજો, વ્યાજ અને અન્ય ખર્ચ. કંપની તેની તારીખ પછીની ઘટનાઓ અથવા સંજોગોને પ્રતિબિંબિત કરવા માટે આગળ દેખાતા નિવેદનોને અપડેટ કરવાની કોઈ જવાબદારી લેતી નથી.
Share this article