સંત ગુરમીત રામ રહિમ સિંઘજી ઈન્સાને નેપાળના ભૂંકપથી અસરગ્રસ્ત લોકોને સહાય પુરી પાડી
સિરસા, ભારત, May 18, 2015 /PRNewswire/ --
નેપાળ અને ભારતના કેટલાક ભાગોમાં આવેલા ભૂપંક જેવી સૌથી દુખદ ઘટનાના પગલે સંત ગુરમીત રામ રહિમ સિંઘજી ઈન્સાનના માર્ગદર્શન અને નિર્દેશો હેઠળ સ્વંયસેવકોએ નેપાળમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવનજીવન ફરીથી સામાન્ય કરવાના પ્રયાસરૂપે અથાગ સેવા પુરી પાડી છે.
ડેરા સચ્ચા સૌદાના આશ્રય હેઠળ સમયાંતરે કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને પુન:સ્થાપિત અને પુનર્વસન કરાવવાનું કામ કરતા શાહ સતનામજી ગ્રીન 'એસ' વેલ્ફેર ફોર્સ વિંગ્સના સ્વંયસેવકો ભૂકંપથી અસરગ્રસ્ત પામેલા લોકોની સેવા કરવા માટે નેપાળના નુવાકોટ જિલ્લાએ પહોંચ્યા છે. આદરણીય સંતશ્રી ગુરમીત રામ રહિમ સિંઘજી ઈન્સાન 3 મે, 2015ના રોજ શાહ સતનામજી ગ્રીન 'એસ' વેલ્ફેર ફોર્સ વિંગ્સના 1,000 સ્વંયસેવકો સાથે નેપાળના નુવાકોટ જિલ્લામાં પીપલતાર પહોંચી રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું અને ભોગ બનેલા લોકોની સુખાકારી માટે પૂચ્છા કરી હતી. આદરણીય સંતશ્રી ગુરમીત રામ રહિમની મુલાકાત દરમિયાન નેપાળના સાંસદ જગદેશ્વરી નરસિંહ પણ તેમની સાથે રહ્યાં હતા. સ્વંયસેવકોએ દૂધનો પાવડર, લાલ મરચાના પાવડર, મીણબત્તી, ખાંડ, હળદર, મીઠું, ચોખા, ઘઉંનો લોટ, શુદ્ધ ખાધ્ય તેલ, થાળીઓ, કૂકર વગેરે જેવી જીવનજરૂરી સામગ્રીઓ સાથે ઘરવિહોણા બનેલા લોકો માટે તંબુઓ પણ બાંધી આપ્યા હતા. 35 ડૉક્ટરોની મેડિકલ ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ કેમ્પ્સ રાખીને જરૂરીયાતમંદોને તબીબી સેવાઓ પ્રદાન કરી હતી. આ પૂર્વે 30 એપ્રિલ 2015ના રોજ ડેરા સચ્ચા સોદાએ નેપાળના ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં 59 વાહનો રવાના કર્યા હતા, જેમાં 34 ટ્રક્સ ખાદ્યાન્ન અને પુનર્વસનની સામગ્રી, મોબાઈલ હોસ્પિટલ્સ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ભોગ બનેલા લોકોને લાવવા લઈ જવા માટેની સેવાઓ માટે લઈ જવામાં આવી હતી. નેપાલના ગૃહ મંત્રાલયે નુવાકોટ જિલ્લામાં વિધુર તાલુકાના પુનર્વસનના કાર્યની સોંપણી કરી હતી. આ કાર્યના ભાગરૂપે, સંત રામ રહિમ સિંઘજી ઈન્સાને તંબુઓ અને રાહત સામગ્રી આપવા ઉપરાંત આ વિસ્તારની બે શાળાઓનું પુન:બાંધકામ શરૂ કર્યું હતું. પ્રથમ નુવાકોટ જિલ્લામાં શ્રી શહીદ જગત પ્રકાશ જંગ શાહ સંસ્કૃત સેકન્ડરી સ્કૂલ (દેવિઘાટ) બાંધવામાં આવી હતી. 400 જેટલા સ્વંયસેવકોની અથાગ મહેનતથી આ શાળાનું પુન:બાંધકામ માત્ર બે દિવસમાં પૂર્ણ કર્યું હતું. ભૂકંપના કારણે નુકસાનગ્રસ્ત થયેલી શાળાની દિવાલોને ફરીથી બાંધવામાં આવી હતી તેમજ બ્લેકબોર્ડ, ડેસ્ક્સ, લેબરૂમ્સ અને અન્ય અનિવાર્ય સામગ્રીઓની ગોઠવણ કરવામાં આવી હતી. સંત ગુરમીત રામ રહિમ સિંઘજી ઈન્સાને આ પુન:બાંધકામ પામેલી શાળાનું ઉદઘાટન 7 મે, 2015ના રોજ કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય અને નુવાકોટના રહેવાસીઓએ ટીમને આભાર વ્યક્ત કરવાના પ્રતિકરૂપે સંત ગુરમીત રામ રહિમ સિંઘજી ઈન્સાનને સન્માન પત્ર એનાયત કર્યો હતો.
બીજી શાળા શ્રી રણભુવનેશ્વરી સેકન્ડરી હાઈ સ્કૂલનું બાંધકામ પણ નુવાકોટ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને 9મેના રોજ ડેરા સચ્ચા સૌદા દ્વારા દેવિઘાટના વતનીઓને સોંપવામાં આવી હતી. આ શાળામાં 10 નવા રૂમ્સ બાંધવામાં આવ્યા હતા અને તૂટેલા ભાગોની મરમ્મત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને સલામતીની ખાતરી માટે સીમા દિવાલનું પણ બાંધકામ કરવામાં આવ્યું હતું. સંચાલન સમિતિ અને સ્કૂલના સંપૂર્ણ સ્ટાફે સંત શ્રી ગુરમીત રામ રહિમજી ઈન્સાન અને સ્વંયસેવકોના માનવતા ભર્યા કાર્યો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
9મેથી 4224 પરિવારોને આવશ્યક સાધનસામગ્રી અને રાહત સામગ્રીઓ પુરી પાડવામાં આવી રહી છે અને 3332 લોકો માટે તંબુ બાંધવામાં આવ્યા છે 7669 અસરગ્રસ્તોનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું છે.
કાઠમંડુની 76 કિ.મી (47 માઇલ) દૂર પૂર્વ ભાગમાં 12 મે, 2015ના રોજ આવેલા અન્ય મોટા ભૂકંપ માટે રાહાત કામગીરીનો બીજો તબક્કો શરૂ કરવા માટે આદરણીય સંત ગુરમીત રહિમજી ઈન્સાન અને તેમના સ્વંયસેવકો ફરીથી નેપાળમાં આવે તેવી શક્યતા છે.
આદરણીય સંત ગુરમિત રહિમ સિંઘજી ઈન્સાન સંસ્થા વિશે:
http://derasachasauda.org/introduction/
અગાઉના આફત રાહત કામકાજો:
http://www.derasachasauda.org/disaster-relief-operations
https://www.youtube.com/watch?v=1CNSl8GZwdg
દ્રશ્યોની લિંક્સ:
https://www.facebook.com/media/set/?set=a.294366770577662.90769.126295580718116&type=3
https://www.facebook.com/media/set/?set=a.1077714505576214.1073741917.126295580718116&type=3
https://www.facebook.com/media/set/?set=a.1077325122281819.1073741916.126295580718116&type=3
https://www.facebook.com/media/set/?set=a.1076805449000453.1073741915.126295580718116&type=3
https://www.facebook.com/media/set/?set=a.1076304125717252.1073741914.126295580718116&type=3
https://www.facebook.com/media/set/?set=a.1076300575717607.1073741913.126295580718116&type=3
https://www.facebook.com/media/set/?set=a.1075568219124176.1073741912.126295580718116&type=3
મીડિયાસંપર્ક:
વિકાસ ઈન્સાન
+91-9810338362
[email protected]
Share this article