નોઇડા, ભારત, May 18, 2015 /PRNewswire/ --
ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્મેન્ટ ઇન્ડસ્ટ્રી (આઇસીએમઇઆઇ)ની સ્થાપના આંતરરાષ્ટ્રીય સહકાર, શાંતિ અને સમૃદ્ધિ હાંસલ કરવાના દુનિયાના તમામ દેશોના મીડિયા અને મનોરંજન ઉદ્યોગોને સંકલિત કરવાના એકમાત્ર આશય સાથે થઈ છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150518/10122978)
મારવાહ સ્ટુડિયોઝ અને આઇસીએમઇઆઇના પ્રમુખ તેમજ પાંચ વખત વિશ્વવિક્રમ કરનાર સંદીપ મારવાહે કહ્યું હતું કે, "દુનિયામાં ફિલ્મ, ટેલીવિઝન, મીડિયા અને મનોરંજન ઉદ્યોગની પ્રવૃત્તિ પ્રત્યે પ્રતિબદ્ધ કોઈ ચેમ્બર ઓફ કોમર્સને પ્રથમ વખત સન્માન મળ્યું છે."
આઇસીએમઇઆઇએ 162 આંતરરાષ્ટ્રીય સમિતિ, 80 રાષ્ટ્રીય સમિતિની રચના કરી છે અને 100 દેશોમાં મજબૂત હાજરી ધરાવે છે.
તાજેતરમાં ભારતમાં સ્થિત વિવિધ દેશોના રાજદૂતો અને હાઈ કમિશનરોએ ફિલ્મ, મીડિયા, કળા અને સંસ્કૃતિ મારફતે વિવિધ દેશો સાથે સંબંધો વિકસાવવામાં ચેમ્બર દ્વારા લેવાયેલી વિવિધ પહેલની પ્રશંસા કરી છે.
'વર્લ્ડ મીડિયા ગુરુ'ની ઉપાધિ ધરાવતા મારવાહે ઉમેર્યું હતું કે, "ચેમ્બરે પ્રવાસન, કૌશલ્ય વિકાસ, ફેશન અને પર્યાવરણ પર તાજેતરમાં સમિતિની રચના કરી છે. અમને કૌશલ્ય વિકાસ, સ્કૂલ ઓફ હોસ્પિટાલિટી એન્ડ ટૂરિઝમ, સ્કૂલ ઓફ ફેશન એન્ડ ઇન્ટેરિયર ડિઝાઇનિંગ શરૂ કરીને ચેમ્બર મારફતે પ્રોત્સાહન મળ્યું છે અને દરેક સ્કૂલમાં વિષય તરીકે પર્યાવરણ અને હવામાનને પ્રોત્સાહન આપી રહ્યાં છીએ."
આઇસીએમઇઆઇએ નાઇજીરિયા, સેનેગલ, હંગેરી, ઇઝરાયેલ, વેલ્સ, પોલેન્ડ, પેરુ, દક્ષિણ આફ્રિકા, સુદાન, ઇજિપ્ત, અમેરિકા અને અન્ય અનેક દેશોમાં ફિલ્મ અને સાંસ્કૃતિક મંચોની સ્થાપના કરીને વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી છે.
આઇસીએમઇઆઇ એકમાત્ર ચેમ્બર છે, જે પોતાનું અખબાર, રેડિયો સ્ટેશન, ટીવી ચેનલ, ફિલ્મ અને ટીવી પ્રોડક્શન હાઉસ, સંશોધન કેન્દ્ર, ફિલ્મ સ્ટુડિયોઝ, ફિલ્મ સ્કૂલ અને બિઝનેસ સ્કૂલ ધરાવે છે.
વધુ માહિતી માટે, http://www.icmei.inની મુલાકાત લો
મીડિયા સંપર્ક
ઇશા શર્મા
[email protected]
+91-120-4831190
કન્ટેન્ટ રાઇટર
એશિયન સોસાયટી ઓફ ફિલ્મ એન્ડ ટેલીવિઝન
Share this article