નવી દિલ્હી, June 29, 2015 /PRNewswire/ --
IndiaOnline.in શહેર આધારિત 475 વેબસાઈટ્સનું આંતરિક રીતે જોડાયેલું નેટવર્ક છે જે VC/ પ્રાઈવેટ ઈક્વિટી ફંડિંગ દ્વારા 10 મિલિયન ડૉલર (અંદાજે રૂ. 60 કરોડ) એકત્ર કરવાની યોજનામાં છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150626/752467)
નવી દિલ્હી સ્થિત આ કંપની એકત્ર થયેલું ભંડોળ વિસ્તરણની યોજનાઓમાં ખર્ચ કરશે જેમાં નવી પ્રાદેશિક ઓફિસો શરૂ કરવી, ફ્રેન્ચાઈઝી નેટવર્કમાં વધારો કરવો અને નવા કર્મચારીઓની ભરતી સહિતની વિવિધ યોજનાનો પણ સમાવેશ થાય છે.
IndiaOnline.in ના ડાયરેક્ટર રાહુલ જાલને જણાવ્યું હતું કે "આગામી કેટલાક મહિનાઓમાં અમે 10 મિલિયન ડૉલરનું ભંડોળ ઉભુ કરવાનું વિચારી રહ્યા છીએ જેથી અમારા વિસ્તરણની યોજનાઓ પાર પાડી શકાય, અને તેની સફળતાના આધારે અમે ભાવી તબક્કાના ભંડોળનું આયોજન કરીશું. અમે ઈ-કોમર્સ કંપની નથી, અને અમારું વ્યવસાય મોડેલ એવું છે કે, જેમાં ખૂબ જ ઓછી રોકડ ખર્ચાય છે. અમને આશા છે કે આગામી 12 મહિનામાં અમે નફો કરતી કંપની બની જઈશું."
વ્યૂહાત્મક જોડાણો
વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે, કંપની નવા વ્યૂહાત્મક જોડાણો કરવાનું પણ વિચારી રહી રહી છે.
એકઠા થયેલા ભંડોળની મદદથી કંપનીમાં નવી ભરતી કરીને કર્મચારીઓની સંખ્યા 120 કરવામાં આવશે (હાલમાં 45 છે), 5,000 વ્યવસાયિક સહયોગીઓ અને 500 ફ્રેન્ચાઈઝીનો (હમણાં 15) સંપર્ક કરવામાં આવશે અને આગામી 12-18 મહિનામાં ચાર પ્રાદેશિક ઓફિસો શરૂ કરવામાં આવશે.
IndiaOnline.in ભારતના દરેક શહેરમાં 475થી વધુ સમર્પિત પોર્ટલ ધરાવે છે, જે હાલમાં દર મહિને કોઈપણ માર્કેટિંગ પ્રયાસો વગર સરેરાશ 2 મિલિયન પેજ વ્યૂ મેળવે છે. તેની સેવાઓમાં સર્ચ એન્જિન, મફત બિઝનેસ લિસ્ટિંગ અને નાના વ્યવસાયો માટે વેબસાઈટ બનાવવાની સુવિધા, સિટી ગાઈડ, ક્લાસિફાઈડ જાહેરાતો, દૈનિક સમાચાર અને અપડેટ્સનો સમાવેશ થાય છે.
તેની કેટલીક વેબસાઈટ્સ delhionline.in, mumbaionline.in, kolkataonline.in અને chennaionline.in છે.
IndiaOnline.in વિશે:
ઈન્ડિયા ઓનલાઈન નેટવર્ક પેન ઈન્ડિયા ઈન્ટરનેટ પ્રાઈવેટ લિમિટેડની એક પહેલ છે. આ એવું અનન્ય નેટવર્ક છે જે ભારત કેન્દ્રિત 475થી વધુ પોર્ટલ ધરાવે છે અને આ પ્રકારનું સૌથી વિશાળ નેટવર્ક છે. ઓનલાઈન ઉપલબ્ધ હોય તેવા તમામ સંભવિત સ્ત્રોતો અને સેવાઓના નેટવર્કમાં તે ચોથા ક્રમે આવે છે. ભારતના તમામ રાજ્યો ઉપરાંત, કેન્દ્ર શાસિત પ્રદેશો, મેટ્રો શહેરો અને અંદાજે 450 મુખ્ય શહેરોને દરેક માટે સમર્પિત પોર્ટલના નેટવર્કથી આવરી લેવામાં આવ્યા છે, તેમજ દેશના લગભગ 4000 અન્ય શહેરોને તેના સંબંધિત રાજ્યોના પોર્ટલ પર પેટા સાઈટ તરીકે આવરી લેવામાં આવ્યા છે.
મીડિયા સંપર્ક:
પૂજા કુમારી
ઈમેઈલ: [email protected]
મોબાઈલ: +91-7838033290
લેન્ડલાઈન: +91-11-41306106
વેબસાઈટ: http://www.indiaonline.in/
Share this article