મુંબઇ, July 15, 2015 /PRNewswire/ --
ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર બ્રેટ લીની આજે કોચલીયરના પ્રથમ ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર તરીકે જાહેરાત થઇ.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150715/10126758-c )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150715/10126758-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150715/10126758-b )
વિશ્વના સૌથી ફાસ્ટ બોલરમાંનો એક અને ક્રિકેટના અનેક વિક્રમો તોડનાર બ્રેટ લીનુ નવું લક્ષ્યાંક 360 મિલિયન લોકો છે અને શ્રવણશક્તિ ગુમાવવા બાબતે જાગૃતિ ફેલાવવાનુ છે. સમગ્ર વિશ્વમાં અંદાજે 360 મિલિયન લોકો એવા હશે, જેમણે પોતાના શ્રવણશક્તિ ગુમાવી દિધી છે. જોકે, ઘણા બધા લોકોને તેની જાણકારી નથી કે તેની તેમના ઉપર શું અસર પડે છે અને તેમની પાસે કયા પ્રકારનો ઇલાજ ઉપલબ્ધ છે.
કોચલીયરના એમ્બેસેડર તરીકે બ્રેટ લી 'સાઉન્ડ્સ ઓફ ક્રિકેટ' ઝુંબેશની આગેવાની સંભાળશે અને શ્રવણશક્તિ ગુમાવનારા વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પર પડતી મહત્ત્વની તબીબી, સામાજિક અને આર્થિક અસરો અંગે જાગૃતિ પેદા કરશે. આ ઝુંબેશ ચાલુ વર્ષના અંતે શરૂ થઇ રહી છે, જે લોકોને પૂછે છે કે, 'કલ્પના કરો કે જો તમે માત્ર ક્રિકેટના અવાજની કલ્પના જ કરી શકતા હોય તો.'
એશિઝ શરૂ થતા પહેલા લંડનમાં લોર્ડ્ઝ ખાતે બ્રેટ લીએ જણાવ્યું હતું કે, "શ્રવણશક્તિ ગુમાવવી તે વૈશ્વિક જાહેર આરોગ્યનો મુદ્દો છે. અવાજ વગર હું ક્રિકેટની કલ્પના પણ ન કરી શકુ, જેમ કે મેદાન ઉપર અપીલ અને લોકોનો અવાજ સાંભળવો અને મેદાનની બહાર ટીમની બાબતો અંગે અથવા ઘરે પરિવારનો અવાજ ન સાંભળવો. હું તેને કલ્પી પણ શકતો નથી."
તેણે વધુમાં જણાવ્યું હતું કે, "કોચલીયર ઇમ્પ્લાન્ટ આ બધુ જ બદલી શકે છે, જે તેણે જોયુ છે. તે ઇમ્પ્લાન્ટ વ્યક્તિને ચૂપકિદીમાંથી અવાજ તરફ લઇ જાય છે. તે અદભૂત, જીવન પરિવર્તિત કરતી ક્ષણ છે.
"અને ક્રિકેટની ભાષા દ્વારા, જેના સમગ્ર વિશ્વમાં ત્રણ અબજ જેટલા ચાહકો છે, આપણે વધારે લોકોને ઇમ્પ્લાન્ટેબલ હિયરિંગ ટેક્નોલોજીની નજીક લઇ જઇ શકીએ છીએ. આપણે વધારે લોકોને ચૂપકિદીમાંથી અવાજ તરફ લઇ જઇ શકીએ છીએ."
બ્રેટ લીએ જણાવ્યું હતું કે એક બિનભારતીય તરીકેની ભૂમિકામાં ટૂંક જ સમયમાં રિલીઝ થનારી ફિલ્મના શુટિંગ દરમિયાન તેનુ જોડાણ કોચલીયર સાથે શરૂ થયુ હતું.
"બ્રેટ લીએ જણાવ્યું હતું કે, સિડનીમાં કોચલીયરના વડામથકે જ્યારે તે શુટિંગ કરી રહ્યો હતો ત્યારે શ્રવણશક્તિ ગુમાવનારા કેટલાક લોકોએ જ્યારે પહેલી જ વખત અવાજ સાંભળ્યો ત્યારે તેમના જીવનમાં નવા પ્રાણનો સંચાર થયો હતો! જીવનને સાંભળવાથી પ્રાપ્ત થતો અદભૂત આનંદ મે તેમના ચહેરા ઉપર જોયો હતો. તે બાબત ખરેખર મને સ્પર્શી ગઇ હતી."
"બ્રેટ લીના જણાવ્યાં અનુસાર જીવનમાં અવાજ લાવે છે તે તમામ તકોને હું પણ ખૂબ જ આવકારુ છું અને તેથી જ મને કોચલીયરના પ્રથમ ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર બનવાનુ સન્માન પ્રાપ્ત થયું છે."
કોચલીયરના સીઇઓ, ડો. ક્રિસ રોબર્ટે જણાવ્યું હતું કે, રમતની એક મહાન વ્યક્તિ અમારી સાથે કામ કરે છે તે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. રમત એક વૈશ્વિક ભાષા છે અને ક્રિકેટ વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષામાંની એક છે.
"તેમણે જણાવ્યું હતું કે, જ્યારે 114 મિલિયન લોકોએ ચાલુ વર્ષે સુપરબોલ જોયો, જે અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધારે જોવા તો ટેલિવિઝન કાર્યક્રમ બન્યો, ત્યારે બીજી તરફ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એડિલેડથી પ્રસારિત થયેલી ક્રિકેટ મેચ આશરે 1 અબજ લોકોએ જોઇ હતી. આ ખરેખર આશ્ચર્યજનક છે.
"આ પ્રકારની પ્રસારથી અને બ્રેટ લી જેવા એમ્બેસેડરથી અમારુ લક્ષ્ય વિશ્વમાં જેટલા બને તેટલા વધુ લોકોને અવાજ સાથે જોડવાનુ છે. 'હમણાં અને હંમેશા સાંભળો' તે જ અમારુ લોકોને વચન છે, જેથી તેઓ ઇચ્છા અનુસાર તેમનુ જીવન જીવી શકે."
કોચલીયર લિમિટેડ અંગે (ASX: COH)
કોચલીયર ઇમ્પ્લાન્ટેબલ હિયરિંગ સોલ્યુશન ક્ષેત્રમાં વિશ્વની ટોચની કંપની છે. કંપની સમગ્ર વિશ્વમાં 2,700 લોકોનો સ્ટાફ ધરાવે છે અને સંશોધન તથા વિકાસમાં એક વર્ષમાં 100 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનુ રોકાણ કર્યુ છે. તેની પ્રોડક્ટ્સમાં કાન માટે હિયરિંગ સિસ્ટમ, બોન કન્ડક્શન અને સાંભળવા માટે ઇમ્પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે.
આશરે 100થી વધારે દેશોમાં 400,000થી વધારે તમામ ઉંમરના લોકો કોચલીયરના કારણે સાંભળી શકે છે.
વધુ માહિતી માટે જુઓઃ http://www.cochlear.com
મીડિયા સંપર્કઃ
દક્ષિણ એશિયા
વિવેકાનંદન સોમાલિંગમ
+91-22-6112 1111
[email protected]
કોર્પોરેટ
પિયર્સ શેરવિંગ્ટન
+61 (0)2 9428 5416
[email protected]
Share this article