મુંબઈ, July 17, 2015 /PRNewswire/ --
સ્માર્ટલિંક નેટવર્ક સિસ્ટમ્સ લિ.ની કમ્પ્યૂટર નેટવર્કિંગ બ્રાન્ડ DIGISOL જાહેર કરે છે કે, બોલિવુડની અગ્રગણ્ય અભિનેત્રી સોનાક્ષી સિંહા DIGISOLના વાયરલેસ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સની રાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળશે. સોનાક્ષી સિંહાની પસંદગી એવા સમયે થઈ રહી છે જ્યારે DIGISOL કન્ઝ્યુમર સેગમેન્ટમાં તેની હાજરીને વિસ્તારવા જઈ રહી છે અને આ જોડાણ ભારતમાં તેની પ્રત્યક્ષતામાં વધારો કરશે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150716/10126888 )
DIGISOL ના COO મિસ. આરતી નાઇક કહે છે કે, '‘DIGISOL એક યુવા બ્રાન્ડ છે અને અમારા લક્ષિત ગ્રાહકો પણ યુવાનો જ છે. ભારતીય યુવા દર્શકવર્ગમાં સોનાક્ષી ખૂબ જ પ્રશંસા પામેલ હોવાથી અમે માનીએ છીએ કે, તે અમારી યોગ્ય પસંદગી છે. તે સ્ટાઇલિશ અને મસ્તીખોર તેમજ ઇન્ટરનેટ સેવી હોવાથી તેનું આકર્ષક વ્યક્તિત્વ અમારી બ્રાન્ડ માટે સૌથી યોગ્ય છે.'’
પોતાની ઉત્તેજના વ્યક્ત કરતા સોનાક્ષી સિંહા જણાવે છે કે, '‘ભારતને વાસ્તવિક્તામાં DIGITAL (ડિજિટલ) બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવી રહેલી DIGISOL જેવી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરીને હું ખૂબ ખુશ છું. હવે હું DIGISOL સાથે જોડાઈ ગઈ છું અને તેમની પ્રત્યેક પહેલનો હિસ્સો બનવાનું વિચારી રહી છું.'’
ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રતિબદ્ધ રહી DIGISOL હાલમાં જ બે વાયરલેસ બ્રોડબેન્ડ રાઉટર્સ, ધી નેક્સ્ટ જનરેશન DG-HR3400 વાયરલેસ બ્રોડબેન્ડ હૉમ રાઉટર અને DG-BG4300Nu વાયરલેસ બ્રોડબેન્ડ ADSL રાઉટર લોન્ચ કર્યા છે, જેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગોવામાં સ્થિત છે.
DIGISOL પાસે સમગ્ર IT નેટવર્ક સ્પેક્ટ્રમમાં 150થી વધુ પ્રોડક્ટની રેન્જ છે, જેમાં રાઉટર્સ, 3G પ્રોડક્ટ્સ અને સ્વિચિઝનો સમાવેશ થાય છે. DIGISOLની પ્રોડક્ટ્સ વિશ્વ કક્ષાની ગુણવત્તા ધરાવે છે અને સ્માર્ટલિંકની પોતાની ઉત્પાદન સુવિધા, તેના R&D, પેન ઇન્ડિયા ડ્રિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને કૉલ આધારિત ટેકનિકલ સપોર્ટ તેમજ મજબૂત ઇન-હાઉસ સર્વિસ ટીમનો ટેકો ધરાવે છે.
સોનાક્ષી સિંહા એ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી છે. સોનાક્ષીએ 2010ની બ્લોકબસ્ટર ફિલ્મ 'દબંગ'થી બોલીવુડમાં પગરણ માડ્યા, આ ફિલ્મ વર્ષની સૌથી સફળ ફિલ્મ રહી હતી. તેણીએ 'બેસ્ટ ફીમેલ ડેબ્યૂ'નો એવોર્ડ પણ જીત્યો હતો. ત્યારબાદ તેણીએ 'રાઉડી રાઠોર', 'સન ઑફ સરદાર', 'દબંગ 2' અને બીજી ઘણી બોલીવુડની સૌથી મોટી હિટ ફિલ્મો
આપી છે.
સ્માર્ટલિંક નેટવર્ક સિસ્ટમ્સ લિ. (SNSL) વિશેઃ
1993માં સ્થપાયેલી સ્માર્ટલિંક નેટવર્કિંગ સિસ્ટમ્સ લિ. (BSE: 532419 | NSE: SMARTLINK) એ નેટવર્કિંગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રગણ્ય કંપની છે. પ્રમાણિક્તા, નીતિ અને અખંડિતતાએ કંપનીના મૂળ મૂલ્યોને ઘડ્યા છે, જેણે તેને ભારતમાં સૌથી અનુભવી અને પ્રતિષ્ઠિત આઇટી કંપની બનાવી છે. ભારતમાં IT નેટવર્કિંગની પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી લાવવામાં સ્માર્ટલિંગ પથદર્શક કંપની છે અને IT નેટવર્કિંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન શરૂ કરનારી પ્રથમ કંપની તરીકે અલાયદી ઓળખ ધરાવે છે. સ્માર્ટલિંકને પ્રોડક્ટ ડિઝાઇન, ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ અને સેલ્સ-સર્વિસમાં નિપણૂતાનો બે વર્ષનો અનુભવ છે. કંપની SME/SMB અને SOHOથી માંડીને ઘરેલું વપરાશકર્તાઓ અને સરકારી, BFSI, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ, હોસ્પિટાલિટી, હેલ્થકેર, રીટેલ જેવા ઘણાની જરૂરિયાતોનો પડઘો પાડે છે. સ્માર્ટલિંકના બ્રાન્ડ પ્રોટફોલિયોમાં DIGISOL અને DIGICAREનો સમાવેશ થાય છે.
વધુ માહિતી માટે મુલાકાત લોઃ www.smartlink.co.in
મીડિયા સંપર્કઃ
રામ કનોજિયા
[email protected]
+91-9867322755
મેનેજર - કોર્પોરેટ કમ્યુનિકેશન્સ
સ્માર્ટલિંક નેટવર્ક સિસ્ટમ્સ લિ.
Share this article