નવી દિલ્હી, July 20, 2015 /PRNewswire/ --
બજરંગ બલીના અનુયાયીઓ માટે સારાં સમાચાર છે. અહીં પવનપુત્ર હનુમાનનું ચિહ્ન બજરંગ બલી હનુમાન ગદા પેન્ડન્ટ સ્વરૂપે ઉપલબ્ધ છે. Orosilber.com પર વિશિષ્ટ રીતે ઉપલબ્ધ પેન્ડન્ટ બજરંગ બલીના તમામ ભક્તો માટે આદર્શ છે, જેઓ હંમેશા તેમની નજીક રહેવા ઇચ્છે છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150717/10127004 )
ગદા અધિકાર સ્થાપિત કરવાની સ્વતંત્રતા, ક્ષમતા મેળવવાનું, નકારાત્મકતામાંથી બહાર આવીને હકારાત્મક ઊર્જાનો સંચાર કરવા અને સફળતા મેળવવાનું શક્તિશાળી માધ્યમ છે. તે હિંદુઓની અખાડા સંસ્કૃતિમાં આગવું સ્થાન છે અને ઉત્તર ભારતમાં અખાડા જેવા કુશ્તીની તાલીમ આપતા સ્થળોમાં મહત્ત્વપૂર્ણ ગણાય છે. તે ભગવાન હનમાનના પ્રતિક તરીકે સર્વસ્વીકૃત છે. જ્યારે તે અતિ આદરણીય છે અને તેની પૂજા પણ થાય છે, ત્યારે આ આધ્યાત્મિક શસ્ત્રનો ઇતિહાસ અને મહત્ત્વ અનેક લોકો માટે રહસ્યમય છે.
પુરાણો અને શાસ્ત્રોમાં શ્રી વિષ્ણુ તેમના એક હાથમાં કૌમોદકી નામની એક ગદા સાથે જોવા મળે છે. જોકે શ્રધ્ધાળુઓ અને ભક્તોના હૃદય અને મનમાં પવનપુત્ર હનુમાન કે બજરંગ બલીનું ચિત્ર ઉપસે છે. પોતાની આંખોમાં અપાર વીરતા સાથે બજરંગ બલી અનિષ્ટ અને પાપ સામે તેમના શ્રધ્ધાળુઓનું હંમેશા રક્ષણ કરે છે. અને આ કારણે જ તેઓ સંકટમોચન પણ ગણાય છે.
ઓરોસિલ્બર દ્વારા બજરંગ બલી હનુમાન ગદા પેન્ડન્ટનું અનાવરણ કરવાની સાથે શ્રધ્ધાળુઓ હંમેશા સંકટમોચનની પ્રાર્થન કરી શકશે અને તેમની સાથે સતત જોડાયેલા રહેશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચાંદીની અસલી ચમકમાં સુંદર કળાત્મક પીસ ભગવાના આર્શીવાદની સુરક્ષાની આભાનું પ્રતીક છે. ગદાના પવિત્ર આકારમાં સુંદર ડિઝાઇન ગોળાકાર ટોપ, વક્ર રેખાઓ સાથે બળ અને પાતળી અને આડીઊભી રેખાઓ સાથે અંકિત રેખાઓના હાથ સાથે મજબૂત આકાર ધરાવે છે. આ બજરંગ બલી હનુમાન ગદા પેન્ડન્ટની શ્રેષ્ઠ લાક્ષણિકતા એ છે કે તે નીચેથી ખુલે છે. તેમાં સિંદૂર રાખવામાં આવ્યું છે. તેના પગલે શ્રદ્ધાળુઓ પ્રવાસ પર હોય અને મંદિરમાં દર્શન ન કરવા જઈ શકે તો તેઓ તેમાંથી સિંદૂર કરી કપાળ પર તિલક કરી શકે છે. તેની ઉપર પ્રાચીન ફિનિશિંગ, સરળ અને આકર્ષક ડિઝાઇન તેને લગભગ દરેક વસ્ત્રો પર આદર્શ બનાવે છે.
ઓરોસિલ્બર ટૂંક સમયમાં વિવિધ પ્રકારના પેન્ડન્ટ લોંચ કરવાની યોજના ધરાવે છે, જે ઝિર્કોનિયા સુશોભન સાથે ચાંદી, સોના અને રોઝ પ્લેટિંગમાં ઉપલબ્ધ થશે. જય બજરંગ બલી અને નાની હનુમાન ચાલીસા કોતરેલ કફ બ્રેસલેટ ટૂંક સમયમાં પર ગિફ્ટ બોક્સમાં Orosilber.com ઉપલબ્ધ થશે. તે બજરંગ બલીના ચુસ્ત ભક્ત માટે આદર્શ ભેટ છે, જય બજરંગ બલી!
ઓરોસિલ્બર વિશે
વર્ષ 2001માં સ્થાપિત ઓરોસિલ્બર ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશન જ્વેલરી અને ગ્રાહકની માંગને અનુરૂપ મોનોગ્રામ કરેલી એક્સેસરીઝની અગ્રણી ઉત્પાદક અને રિટેલર છે. વ્યાપક ઓફરમાં મેન્સ એક્સેસરીઝ, ગ્રાહકને અનુરૂપ બોબલ હેડ્સ, વ્યક્તિગત રાખી વગેરેની વ્યાપક રેન્જ સામેલ છે.
મીડિયા સંપર્ક
અનિલ ગોસ્વામી
[email protected]
+91-8130363666
ઓરોસિલ્બર
Share this article