મુંબઈ, August 3, 2015 /PRNewswire/ --
દેશમાં નંબર 1 વાયરલેસ બ્રાન્ડ તરીકે જાણીતી D-Link (ઇન્ડિયા) લિમિટેડ સ્માર્ટ હોમ સેગમેન્ટમાં નવો ખળભળાટ મચાવવા સજ્જ છે. કનેક્ટેડ હોમ સોલ્યુશનના પોતાના અદ્યતન ઉત્પાદનો સાથે
D-Link ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) આધારિત ટેકનોલોજીનો નવો યુગ શરૂ કરશે. D-Linkમાંથી કનેક્ટેડ હોમ સોલ્યુશન Wi-Fi સ્માર્ટ પ્લગ, મોશન સેન્સર, ઓટો એક્સટેન્ડેડ અને એપને તેમની સાથે જોડવા અને એકબીજા સાથે સંવાદ સ્થાપિત કરવા સમાવે છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150731/10127933 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150218/10116625 )
D-Link કનેક્ટેડ હોમ સોલ્યુશન દરરોજ ઘરગથ્થુ વીજ ઉપકરણોને mydlink માં અનુકૂળતા અને રાહત આપવા ડિઝાઇન કરવા બનાવવામાં આવ્યાં છે. આ કોમ્પેક્ટ અને ઉપયોગ કરવામાં સરળ Wi-Fi ઉપકરણો IoT ટેકનોલોજી પર આધારિત છે, જે વપરાશકર્તાઓને કોઈ પણ જગ્યાએથી તેમના ઘરના વીજ ઉપકરણો પર નજર રાખવાની અને તેમને નિયંત્રિત કરવાની છૂટ આપશે. iOS® અને Android™ સ્માર્ટફોન્સ કે ટેબ્લેટ્સ માટે ફ્રી mydlink™નો ઉપયોગ કરીને વપરાશકર્તા પાવર ઓન/ઓફ કરવાનું શીડ્યુલ્સ, દૂરથી ઉપકરણને ચાલુ/બંધ કરવાની, ચહલપહલ દેખાય ત્યારે એલર્ટ મોકલવા, જ્યારે ઘરથી બહાર હોય ત્યારે ઘરમાં ઊર્જાના વપરાશ પર નજર રાખવા જેવી ઘણી બધી સુવિધાઓનો લાભ મેળવી શકે છે. ટૂંકમાં કહીએ તો D-Link કનેક્ટેડ હોમ ઉત્પાદનો ઘરની દૂર ઘરના વીજાણુ ઉપકરણોની કામગીરી પર નજર રાખવા સંયુક્તપણે કામ કરે છે.
D-Link (ઇન્ડિયા) લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO શ્રી તુષાર સિઘતે કહ્યું હતું કે, "મશીન-ટૂ-મશીન કમ્યુનિકેશન વાસ્તવિક બનવાની સાથે ટેકનોલોજીમાં ક્રાંતિકારી ફેરફાર થઈ રહ્યો છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) આપણા ભવિષ્યને પુનર્વ્યાખ્યાયિત કરશે તે નક્કી છે, કારણ કે તે આપણા જીવન અને હાલની કામગીરીને ક્રાંતિકારી ફેરફાર કરવાની સંભવિતતા ધરાવે છે."
તેમણે ઉમેર્યું હતું કે, "IoT પર આધારિત કનેક્ટેડે હોમ સીરિઝની અમારી રેન્જ અમે ખુલ્લી મૂકી છે એટલે D-Link ખાતે અમારા બધા માટે રોમાંચક સમય છે. જે લોકો વધુ જોડાણ ઇચ્છે છે અને ઘર, એપાર્ટમેન્ટ કે ઉત્પાદકતા વધારવા ચીજવસ્તુઓનું ઓટોમેશન ઇચ્છે છે તેમના માટે ડિ-લિન્ક કનેક્ટેડ હોમ સીરિઝ સોલ્યુશન છે."
Wi-Fi સ્માર્ટ પ્લગઃ DSP-W215 તરીકે વધારે જાણીતા Wi-Fi સ્માર્ટ પ્લગ પ્રમાણભૂત વીજ આઉટલેટમાં ભરાવવામાં આવે છે, જ્યાં કોઈ વ્યક્તિ પછી કોઈ ઉપકરણ (આયર્ન, વોશિંગ મશીન, એર કન્ડિશનર વગેરે) જોડી શકે છે અને સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ માટે ઉપલબ્ધ mydlink એપનો ઉપયોગ કરીને તેનું નિયંત્રણ મેળવે છે. તેના મારફતે કોઈ પણ વ્યક્તિ ઉપકરણને ચાલુ/બંધ, દિવસનું આયોજન અને કામગીરીનો સમય, ઊર્જા વપરાશ પર નજર રાખવી અને થર્મલ સંરક્ષણ બિલ્ડ સાથે ઉપકરણને વધુ પડતું ગરમ થતું અટકાવવા જેવી ઘણી સુવિધાઓનો ઉપયોગ કરે છે.
મોશન સેન્સરઃ DCH-S150 કે Wi-Fi મોશન સેન્સર ઘરને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. D-Link Wi-Fi મોશન સેન્સરને આગળના દરવાજા જેવા ઘરમાં વધુ અવરજવર રહેતી હોય તેવા વિસ્તારની નજીક મૂકી દો અને પછી mydlink ફ્રી એપ મારફતે કોઈ ચહલપહલ દેખાય ત્યારે ફોન પર લેખિત સૂચનાને મેળવો, તેમાં કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક જોઈ શકે છે કે તેમના ઘરમાં શું થઈ રહ્યું છે. તે mydlink Wi-Fi કેમેરા સાથે સારું કામ આપે છે, જેની મદદથી કોઈ પણ વ્યક્તિ ઘરમાં શું ચાલી રહ્યું છે તે તરત જ જોઈ શકે છે. ઉપરાંત વાઇ-ફાઈ મોશન સેન્સર Wi-Fi સ્માર્ટ પ્લગ સાથે જોડી બનાવે છે ત્યારે આશ્ચર્યજનક કામગીરી આપી શકે છે.
ઓડિયો એક્સટેન્ડરઃ Wi-Fi ઓડિયો એક્સટેન્ડર (DCH-M225) એક પોર્ટેબલ ઉપકરણ છે, જે નેટવર્ક સાથે પર જોડાયેલા કોઈ પણ સ્માર્ટફોન કે ટેબ્લેટ, આસપાસના કોઈ પણ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમમાંથી સંગીતને માણવાની સુવિધા આપે છે. Wi-Fi ઓડિયો એક્સટેન્ડર 3.5 એમએમના ઓડિયો જેકમાંથી સ્પીકર કે હોમ સ્ટિરિઓ સાથે જોડાઈને કામ કરે છે. પછી તે સમાન Wi-Fi નેટવર્ક પર લોગિંગ થઈને એરપ્લે કે DLNA-સક્ષમ મોબાઇલ ઉપકરણમાંથી સંગીતને માણવાની સુવિધા આપે છે.
તે તમારા Wi-Fi સિગ્નલની રેન્જ વધારવાની બીજી કામગીરી પણ કરે છે. તે 300Mbps સુધી વાયરલેસ-એન ટેકનોલોજીને સપોર્ટ પણ કરે છે.
D-Link કનેક્ટેડ હોમ ઉત્પાદનો ઇન્સ્ટોલ કરવા અતિ સરળ છે. તેઓ ઓટોમેટિક ઘર બનાવવા સંપૂર્ણ સોલ્યુશન પ્રદાન કરવા સંયુક્તપણે કામ કરે છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ઘરના અન્ય કોઈ રૂમમાં કે વચ્ચોવચ્ચ શું ચાલી રહ્યું છે તેની સાથે હંમેશા પરિચિત રહે છે.
ઉપલબ્ધતા, કિંમત અને વોરન્ટી:
IoT પર આધારિત D-Link કનેક્ટેડ હોમ સોલ્યુશન સમગ્ર ભારતમાં તેના રાષ્ટ્રીય વિતરકો, ચેનલ પાર્ટનર્સ, રિસેલર્સ અને મોટી ફોર્મેટ ધરાવતા રિટેલર્સના નેટવર્ક મારફતે ઉપલબ્ધ છે.
નીચેના તમામ ઉત્પાદનો 1 વર્ષની વોરન્ટી ધરાવે છે અને અંદાજિત છૂટક કિંમત આ છેઃ
Wi-Fi સ્માર્ટ પ્લગ (DSP-W215) રૂ. 3749/-ના ભાવે ઉપલબ્ધ છે
Wi-Fi મોશન સેન્સર (DCH-S150) રૂ. 3749/-ના ભાવે ઉપલબ્ધ છે
Wi-Fi ઓડિયો એક્સટેન્ડર (DCH-M225) રૂ. 2899/-ના ભાવે ઉપલબ્ધ છે
D-Link (ઇન્ડિયા) લિમિટેડ વિશે:
D-Link ઘર, નાનો વ્યવસાય, મધ્યમથી મોટા કદના ઉદ્યોગના વાતાવરણો અને સેવા પ્રદાતાઓ માટે કનેક્ટિવિટીમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે. એવોર્ડ વિજેતા ડિઝાઇનર, ડેવલપર અને ઉત્પાદકત D-Link એકીકૃત નેટવર્ક સોલ્યુશનનો અમલ કરે છે અને તેને સપોર્ટ કરે છે, જે સ્વિચિંગ, વાયરલેસ, બ્રોડબેન્ડ, સ્ટોરેજ, IP સર્વિલન્સ અને ક્લાઉડ આધારિત નેટવર્ક મેનેજમેન્ટમાં ક્ષમતાઓને સંકલિત કરે છે.
D-Link (ઇન્ડિયા) લિમિટેડ એ D-Link કોર્પોરેશનનો ભાગ છે અને ભારતમાં સૌથી મોટી નેટવર્કિંગ કંપનીઓમાંની એક છે. કંપની ભારત અને સાર્ક (SAARC) દેશોમાં ઉત્પાદનોનું નેટવર્કિંગ ઉત્પાદનોનું માર્કેટિંગ અને વિતરણ કરવામાં સંકળાયેલી છે. D-Link (ઇન્ડિયા) લિમિટેડની ઇક્વિટીનું NSE અને BSE સ્ટોક એક્સેચન્જમાં લિસ્ટિંગ થયું છે. અત્યારે D-Link (ઇન્ડિયા) ભારતમાં રાષ્ટ્રવ્યાપી પહોંચ, ઉત્પાદનના વ્યાપક પોર્ટફોલિયો અને શ્રેષ્ઠ સેવાઓ સાથે બજારમાં અગ્રણી કંપની છે. કંપની ઉચ્ચ ગુણવત્તાયુક્ત, કાર્યદક્ષ અને વિશ્વસનિય નેટવર્કિંગ ઉત્પાદનો, સોલ્યુશન્સ અને સેવાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. D-Link ઇન્ડિયા અત્યારે 11 શહેરોમાં અત્યાધુનિક D-Link સેવા કેન્દ્ર (DSC) સાથે 17 શાખા ઓફિસ ધરાવે છે અને સમગ્ર ભારતમાં 38 38 D-Link સેવા ભાગીદારો (DSP) દ્વારા સમર્થિત છે. D-Link (ઇન્ડિયા) લિમિટેડ તેના ગ્રાહકો માટે ટોલ ફ્રી સપોર્ટ હેલ્પડેસ્ક પણ ધરાવે છે.
વધુ માહિતી મેળવવા http://www.dlink.co.in ની મુલાકાત લો અથવા ફેસબુક પર http://www.facebook.com/dlinkindia જોડાવ અને ટ્વિટર પર Twitter http://www.twitter.com/dlink_india જોડાવ
મીડિયા સંપર્ક:
દિવ્યા શેટ્ટી,
[email protected],
+91-9004672817,
સીનિયર મેનેજર પીઆર અને માર્કેટિંગ કમ્યુનિકેશન,
D-Link (ઇન્ડિયા) લિમિટેડ
Share this article