નવી દિલ્હી, August 11, 2015 /PRNewswire/ --
વ્યક્તિગત આભૂષણોના ક્ષેત્રમાં પથપ્રદર્શક ઓરોસિલ્બરે ભારતમાં પ્રથમ વખત ભારતીય અને વિદેશી ગ્રાહકોને વ્યાપક એરન્જ ઓફર કરી છે. કંપનીએ વર્ષ 2001થી આ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. તેની દરેક બ્રાન્ડ નવીનીકરણ, ગુણવત્તા, શાશ્વત કારીગરી અને વિશ્વાસનું પ્રતીક છે અને આ ગુણો તેના દરેક ઉત્પાદનમાં જોવા મળે છે. નેકલેસ હોય, બ્રેસલેટ હોય કે અન્ય કોઈ પણ પીસ હોય ઓરોસિલ્બર વ્યક્તિગત આભૂષણની વ્યાપક વિવિધતા ધરાવે છે, જે દરેક તેની વેબસાઇટ પર દર્શાવવામાં આવી છે - http://www.orosilber.com.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150807/10128341 )
આ ઉત્કૃષ્ટ આભૂષણોમાં સામેલ છે:
નેકલેસ (મોનોગ્રામ, નામ અને બ્લિંગ)
નેકલેસ સાથે પોતાની જાતને શણગારવાની આટલી મજા અગાઉ ક્યારેય આવી નહોતી. ઓરોસિલ્બર મોનોગ્રામ, નામ અને બ્લિંગ નેકલેસમાં વિકલ્પો સાથે વ્યક્તિગત નેકલેસની મોટી રેન્જ રજૂ તમારી સમક્ષ રજૂ કરે છે. જ્યારે મોનોગ્રામ અને નામ ધરાવતો નેકલેસ લાવણ્યનું પ્રતિબિંબ છે, બ્લિંગ આકર્ષક સ્પર્શ ધરાવે છે, જે કોઈ પણ કોકટેલ કોચર કલેક્શનમાં જવા માટે યોગ્ય છે.
ઇનિશિયલ્સ નેકલેસ અને બ્રેસલેટ્સ
અક્ષરો પસંદ કરતા લોકો માટે ઇનિશિયલ્સ સાથે વ્યક્તિગત નેકલેસ કે બ્રેસલેટ્સ સંપૂર્ણપણે યોગ્ય છે. એટલું જ નહીં નામના તમામ અક્ષરો કે મનપસંદ સંખ્યા એમ બંને સોના અને ચાંદીના ફિનિશમાં ધરાવવાના વિકલ્પો છે.
કોતરી શકાય તેવા (નેકલેસ, બ્રેસલેટ અને કફલિન્ક્સ)
જ્વેલરીના મનપસંદ પીસ પર પોતાનું નામ કે શરૂઆતના અક્ષરો કોતરાવવા કોને પસંદ ન હોય? ઓરોસિલ્બર ખાતે કોતરી શકાય તેવી જ્વેલરીના કોલાજથી સુંદર નેક પીસ, બ્રેસલેટ્સ અને કફલિન્ક્સને સુશોભિત કરી શકાય છે.
ભૂમિકા ચાર્મ બ્રેસલેટ્સ
કાચના મોતી, સીઝેડ મોતીઓ, લટકણિયા સાથે ઓરોસિલ્બરની ભૂમિકા સિમ્બોલ ચાર્મ્સ અસલ ચાંદીમાં બનાવેલી પેન્ડોરા ચેઇન પર સરળતાથી સરકી શકે છે, જે વ્યક્તિની સ્ટાઇલ અને વિશિષ્ટતાની અભિવ્યક્તિ છે.
પવિત્ર મંત્રો અને પ્રેરણાત્મક સંદેશ હૃદય અને મનમાં હકારાત્મકતાનો સંચાર કરે છે. હૃદયને પવિત્ર મંત્રો કાતરેલા આભૂષણથી વધારે કઈ ચીજ વધારે આંદોલિત કરી શકે છે? ઓરોસિલ્બર મંત્ર બેન્ડ્સ પવિત્રતા સાથે સંધાણ સાધવા આદર્શ છે. ગાયત્રી મંત્ર અને ગણેશ મંત્ર જેવા પવિત્ર મંત્રો અને પસંદગીના પ્રેરણાત્મક સંદેશ સાથે ગ્રાહકની જરૂરિયાત મુજબના આ મંત્ર શક્તિ બેન્ડ્સ કોઈ પણ વ્યક્તિને સર્વોચ્ચ શક્તિની નજીક લઈ જાય છે.
3D જૂલરી (જ્વેલરી) પેન્ડન્ટ અને કીચેઇન
3D જ્વેલરી ઓરોસિલ્બરની યશકલગીમાં એક વધુ પીછું છે, જે બે અક્ષરને ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સોના અને ચાંદીના ઢોળમાં ઉપલબ્ધ તેને વિશેષ પ્રસંગ માટે ગ્રાહકને વધારે અનુકૂળ કરી શકાશે.
સિગ્નેચર જ્વેલરી (કોરુટ)
બાજુબંધ પર સહી ધારણ કરીને વ્યક્તિ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે, કોણ આવું કરવા નહીં ઇચ્છે? ઓરોસિલ્બર ગ્રાહકની જરૂરિયાત મુજબ બારીક ડિઝાઇન ધરાવતી સિગ્નેચર જ્વેલરી સાથે નેક પીસ અને બ્રેસલેટ્સ ઓફર કરે છે, જે ઉત્કૃષ્ટ સુંદરતા ધરાવે છે. તમારે સહી મોકલવાની જરૂર છે અને ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે સિગ્નેચર જ્વેલરી તરત જ તૈયાર થઈ જાય છે.
બાળકો માટેની આર્ટવર્ક જ્વેલરી (જોયસ)
બાળકો તેમના નાના કળાત્મક કાર્ય દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તેઓ પોતાના લખાણને પોતાની આજુબાજુ દરેક જગ્યાએ જોવાનું પસંદ પણ કરે છે. તેમના કળાત્મક કાર્યથી પ્રેરિત થઈને ઓરોસિલ્બર પેપર પર તેમના અસ્તવ્યસ્ત લખાણોને કીચેઇન્સ અને બ્રેસલેટ્સ જેવી શાશ્વત જ્વેલરીમાં પરિવર્તિત કરવાની ઓફર કરે છે.
લોગો જ્વેલરી
તે હંગર ગેમ્સમાંથી મોકિંગ જે હોય કે સુપરમેન સ્પિરિટ ધરાવતી ધાતુનો ટુકડો હોય, ઓરોસિલ્બર લોગો જ્વેલરીની વ્યાપક રેન્જ ઓફર કરે છે, જેમાં ગ્રાહકની જરૂરિયાત મુજબ વધારે ફેરફાર કરી શકાશે. કંપની લોગો કે બ્રાન્ડ લોગોનો આકાર ધરાવતી જ્વેલરીથી વિશેષ કશું જ નહીં, કેમ?
નામ ધરાવતી રિંગ્સ અને સાડીની પિન
મહિલાઓને આભૂષણો પ્રાણપ્રિય હોય છે. તે ફક્ત તેની સુંદરતાનું જ નહીં, પણ તેના વ્યક્તિત્વ અને લાવણ્યનું પ્રતિબિંબ છે. ઓરોસિલ્બર ખાતે વ્યક્તિગત નામ ધરાવતી રિંગ્સ અને પિનની વિશિષ્ટ રેન્જ દરેક મહિનાના હૃદયમાં છુપાયેલી શૈલી અને લાવણ્યને રજૂ કરે છે.
સોના અને ચાંદીમાં ફિનિશિંગ ધરાવતી ઓરોસિલ્બલની વ્યક્તિગત નામ ધરાવતી રાખી અને મોતીઓ અને કફ બટનથી સુશોભિત ફ્રેન્ડશિપ બેન્ડ્સ તહેવારને વિશેષ બનાવે છે.
તે ક્રિશ કે બાલ ગણેશનો મનપસંદ દેખાવ હોય, કે કોઈનો પ્રેમાળ હસતો ચહેરો હોય, ઓરોસિલ્બર કોઈ પણને કાયમ માટે બોબલ હેડમાં ઢાળી શકે છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિને ચહેરો સુપરહીરોના બોડી પર પણ લગાવી શકે છે અને આ ફક્ત એક પિક્ચર વડે જ થાય છે.
વ્યક્તિગત આભૂષણોનું બુકે એટલું સુંદર અને મોટું છે કે કોઈ પણ વ્યક્તિને ક્યારેય વિકલ્પો ઓછો પડી ન શકે. દરેક વ્યક્તિગત અને મોનોગ્રામ નેકલેસ આભૂષણો નામ, ઇનિશિયલ્સ (સહીઓ), હુલામણ નામો અને સહીઓ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અસલ ચાંદીમાં સ્ટાઇલ ધરાવે છે, તેમાંથી મોટા ભાગના આભૂષણો સોનું, ચાંદી અને ગુલાબના ઢોળનો ઉપલબ્ધ છે, જેના પર પ્રાચીન ફિનિશિંગ પણ હોય છે. કફબટનના પ્રેમીઓ સુંદર ઝિર્કોનિયા સાથે સુશોભિત વ્યક્તિગત આભૂષણો પર આધાર રાખી શકે છે. ઉપરાંત આ વિશિષ્ટ કલેક્શનની કિંમત વાજબી છે અને orosilber.com પરથી સરળતાપૂર્વક ઓનલાઇન ઓર્ડર આપી શકાશે.
ઓરોસિલ્બર વિશે
વર્ષ 2001માં સ્થાપિત ઓરોસિલ્બર ઉચ્ચ ગુણવત્તાયુક્ત ક્લાસિક ફેશન જ્વેલરી અને ગ્રાહકને અનુકૂળ મોનોગ્રામ કરેલી એક્સેસરીઝની અગ્રણી ઉત્પાદક અને રિટેલર છે. ઓફરિંગ્સની મોટી રેન્જમાં પુરુષોની એક્સેસરીઝ, ગ્રાહકને અનુકૂળ બોબલ હેડ, અંગત રાખડીઓ વગેરે સામેલ છે.
મીડિયા સંપર્ક:
અનિલ ગોસ્વામી
[email protected]
+91-8130363666
ઓરોસિલ્બર
Share this article