મુંબઈ, August 14, 2015 /PRNewswire/ --
ભારતમાં પ્રથમ વખત વિકિરણથી સલામત મેટરનિટી વેર લોંચ કરનાર હાઉસ ઓફ નેપિયરની વિશિષ્ટ રેન્જ સાથે તમે સર્વશ્રેષ્ઠ લાગો છો ત્યારે તમારા બાળકને સંરક્ષણ પણ મળે છે
હાઉસ ઓફ નેપિયસ ભારતનું પ્રથમ વખત વિકિરણથી સલામત મેટરનિટી વેરનું ઉત્પાદન કરે છે, જેમાં તે અભૂતપૂર્વ નેસા (નોન-આયોનાઇઝિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક અલ્ટરનેટિવ્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150812/10128558 )
મોટા ભાગની ગર્ભવતી માતાઓ સમજે છે કે ગર્ભમાં રહેલા બાળકની સલામતી માટે વધારે પગલાં લેવા જોઈએ. ગર્ભવતી મહિલાઓ જાણે છે કે તેમને કેટલાંક ચોક્કસ પ્રકારના રસાયણો, ખાદ્ય પદાર્થો અને કેટલાંક પીણાનું સેવન ટાળવું જરૂરી છે. હવે અમે વિકિરણ કે કિરણોત્સર્ગ સુરક્ષિત માતૃત્વ વસ્ત્રો લોંચ કર્યા છે, જે ગર્ભવતી મહિલાઓના પેટમાં રહેલા જીવનને મોબાઇલ ફોન, વાયરલેસ રાઉટર્સ, લેપ્ટોપ અને કમ્પ્યુટર્સમાંથી ઉત્સર્જિત કિરણો સામે સુરક્ષા પ્રદાન કરે છે. હાઉસ ઓફ નેયિપસ ભારતમાં પ્રથમ વખત ક્રાંતિકારી, કિરણોત્સર્ગ સુરક્ષિત પ્રસૂતિ વસ્ત્રોની વ્યાપક રેન્જ ઓફર કરે છે.
પસંદગી કે વિકલ્પના અભાવે અને કિરણોત્સર્ગમાં વધારા પર ચિંતા વ્યક્ત કરતા સ્થાપક અને નિદેશક નેહલ મહેતાએ કહ્યું હતું કે: "અત્યારે આપણે ગેજેટ કે એપ્લાયન્સ મુક્ત જીવનશૈલી વિના ન રહી શકીએ. હાઉસ ઓફ નેપિયસમાં અમે આ ગેજેટ્સમાંથી વિકિરણોનો બ્લોક કરવાનું સોલ્યુશન ઊભું કર્યું છે, જે મોબાઇલ ફોન, માઇક્રોવેવ, લેપ્ટોપ, સ્કેનર્સ અને આઇપેડ્સ જેવા રોજિંદા ધોરણે જરૂરી ઉપકરણમાં ઉપયોગી છે. અમે પ્રસૂતિ વસ્ત્રોની ઉત્પાદનની અમારી પ્રથમ કેટેગરી લોંચ કરી છે અને ભવિષ્યમાં કિડ્સવેર, વિમેન્સવેર અને મેન્સવેર જેવી અન્ય કેટેગરીમાં તેનું વિસ્તરણ કરીશું."
જ્યારે ગર્ભાવસ્થ દરમિયાન વસ્ત્રોની વાત આવે ત્યારે અનુકૂળતા અને સ્ટાઇલ મુખ્ય પરિબળો કે પાસાં છે. હાઉસ ઓફ નેપિયસ દ્વારા પ્રસ્તુત વસ્ત્રોની નવી રેન્જમાં ઓફિસ વેર, ડે વેર, રિસોર્ટ, નાઇટવેર અને કોકટેઇલ ડ્રેસ સામેલ છે. દરેક વસ્ત્ર બાળકના સંરક્ષણ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું નથી, પણ તે સાથે સાથે ઉત્તમ અનુકૂળતા અને ગર્ભવતી માતા માટે ઉપયોગની સરળતા પ્રદાન કરે છે. હાઉસ ઓફ નેપિયસ પ્રસૂતિ વસ્ત્ર વિવિધ રંગો અને પેટર્ન્સમાં ઉપલબ્ધ છે અને તે ગર્ભાવસ્થાના નવ મહિના તમારા બાળકનું સંરક્ષણ કરશે.
હાઉસ ઓફ નેપિયસ ટૂંક સમયમાં તમામ મોમ એન્ડ મી સ્ટોર્સ, ગ્રીન બેલ (મુંબઈ) અને જસ્ટ મોમ (મુંબઈ) અને http://www.firstcry.com, http://www.babyoye.com અને http://www.Momandme.in તેમજ http://www.houseofnapius.com જેવી અગ્રણી સાઇટ્સ પર ઉપલબ્ધ થશે.
હાઉસ ઓફ નેપિયસ વિશે:
હાઉસ ઓફ નેપિયસ ગર્ભાવસ્થા દરમિયાન પહેરવામાં આવતા વસ્ત્રોની વિશિષ્ટ રેન્જ પ્રદાન કરે છે, જેમાં ઓફિસ વેર, ડેઇલી વેર અને નાઇટવેર, કોકટેઇલ ડ્રેસ અને ઘણું બધું સામેલ છે, જે દરેક માતાને સ્ટાઇલિશ, પણ સુરક્ષિત રાખશે. દરેક વસ્ત્ર ફક્ત બાળકને સલામત રાખવા માટે જ બનાવવામાં આવ્યું નથી, પણ તે ગર્ભવતી માતા માટે ઉત્તમ અનુકૂળતા અને ઉપયોગની સરળતા પ્રદાન કરે છે.
નેસા (NESA) વિશે:
નેસા (NESA) રેડિયેશન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના 2012માં થઈ હતી. તેની મુખ્ય કુશળતા વીજચુંબકીય કિરણોત્સર્ગના માપ અને સંરક્ષણ સોલ્યુશનના ક્ષેત્રમાં છે.
મલ્ટિમીડિયા ન્યૂઝ રીલિઝ જોવા કૃપા કરીને ક્લિક કરોઃ http://www.multivu.com/players/English/7595451-house-napius-maternity-wear-india/
મીડિયા સંપર્ક:
નેહલ મહેતા
[email protected]
+91-9820144098
સ્થાપક અને નિદેશક
નેપિયસ ક્લોથિંગ એન્ડ એક્સેસરીઝ એલએલપી
Share this article