ગુડગાંવ, ભારત, September 4, 2015 /PRNewswire/ --
નવા યુગની જોબ પોર્ટલને ટેકનોલોજી, ડેટા વિશ્લેષણ અને ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરીને રિક્રૂટમેન્ટમાં અભૂતપૂર્વ નવીનતા બદલ સન્માનિત કરવામાં આવી હતી
તે તદ્દન સ્પષ્ટ છે કે ભવિષ્યની કાર્યપદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે. તેની સાથે સાથે ભારત જેવા ઊંચી વસતિ ધરાવતા દેશો પર આધારિત રિક્રૂટમેન્ટ વ્યવસાયમાં વૃદ્ધિની સંભવિતતા પણ દેખાય છે. ભારતમાં દર મહિને રોજગારી મેળવી શકે તેવા વયજૂથમાં 10 લાખથી વધારે લોકો સામેલ થાય છે. તેમાં બહુ નવાઈ ન લાગવી જોઈએ કે ઇવાય, યુબીએસ, ટ્રેક્સન અને અન્ય દ્વારા હાથ ધરાયેલા અભ્યાસોમાંથી પ્રાપ્ત થયેલા અંદાજો મુજબ, રિક્રૂટમેન્ટના તમામ પાસાંની કુલ આવક વર્ષ 2020 સુધીમાં વધીને 4 અબજ ડોલર અને વર્ષ 2030 સુધીમાં 12 અબજ ડોલર થવાની શક્યતા છે. તેમાં કૌશલ્ય આકારણી, સોર્સિંગ અને પ્રી-સ્ક્રીનિંગ જેવા ક્ષેત્રો ભરતી સંબંધિત વ્યવસાયો માટે ક્લાસિફાઇડ કે જાહેરાતની આવક તરીકે ઝડપથી વૃદ્ધિ પામી રહ્યાં છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150903/10129555)
નવા યુગની ઘણી કંપનીઓ આ સેગમેન્ટને લક્ષ્યાંક બનાવવાની આશા રાખે છે. MeraJob તેમાંની એક છે અને ઓછો પગારે, એન્ટ્રી-લેવલે અને ફ્રન્ટ-એન્ડ ભૂમિકામાં સ્ટાફની ભરતી કરતા રોજગારદાતાઓ માટે ભરતી કરવાના ઉત્તમ અને કાર્યદક્ષ પરિણામો પ્રદાન કરવા કેન્ડિડેટ્સના
પ્રી-સ્ક્રીનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પીપલ મેટર્સ દ્વારા તાજેતરમાં આયોજિત TechHR'15 સ્પોટલાઇટ એવોર્ડ્સમાં દર્શાવવામાં આવ્યું હતું કે એચઆર કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. ઉમેદવારોના પ્રી-સ્ક્રીનિંગને ઓફર કરતી MeraJobની પોર્ટલ 'ફ્યુચરિઝમ ઇન ટેકનોલોજી' માટે ત્રણ અંતિમ હરિફ કંપનીઓમાં પસંદ થઈ હતી.
સ્પોટલાઇટ એવોર્ડ્સ 2015નો આશય એચઆર ટેકનોલોજીમાં અભૂતપૂર્વ નવીનતા સ્થાપિત કરનાર અને સતત વધી રહેલા 'મોબાઇલ' સક્ષમ અને ડિજિટલ વર્લ્ડના પડકારો માટે એચઆરને સજ્જ કરવા નવી ચીલો ચાતરતી નવા યુગની અગ્રણી કંપનીઓને સન્માનિત કરવાનો હતો.
એવોર્ડ મેળવવા 90થી વધારે કંપનીઓ વચ્ચે સ્પર્ધા હતી. તેના નિર્ણાયકમંડળમાં જેનપેક્ટના સીઆઇઓ સંજીવ પ્રસાદ; લાઇટસ્પીડ વેન્ચર્સના પ્રિન્સિપલ મનિન્દર ગુલાટી; ટીમલીઝના સહસ્થાપક મનિષ સભરવાલ; અને અન્ય જાણીતા બિઝનેસ લીડર્સ હતા, જેમણે અંતિમ યાદીમાં પસંદ થયેલી કંપનીઓમાંથી વિજેતા કંપનીઓની પસંદગી કરી હતી.
મોબાઇલ વર્લ્ડ માટે જોબ પોર્ટલ
MeraJobના સ્થાપકો- પલ્લવ સિંહા અને રમન ત્યાગરાજન - ને અહેસાસ થયો હતો કે જોબ પોર્ટલ્સ ધીમે ધીમે તેમની પોતાની સફળતાનો જ શિકાર બની રહી છે. જોબ્સ (રોજગારીઓ) માટેની અરજીઓની સંખ્યા (ખાસ કરીને એન્ટ્રી લેવલ્સ માટે) ઘણી વખત બહુ મોટી હોય છે, જે હકીકતમાં ભરતીની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે. ઉપભોક્ત નાણાકીય સેવા ઉદ્યોગ પાસેથી વિચાર મેળવીને તેમણે રોજગાર મેળવવા ઇચ્છતાં લોકોનો "ક્રેડિટ બ્યૂરો" ઊભો કરવાનો વિચાર કર્યો હતો, જ્યાં પ્રોફાઇલ્સ સતત અપડેટ થાય છે. ટેકનોલોજીથી સક્ષમ વધારી શકાય તેવી પ્રી-સ્ક્રીનિંગ પ્રક્રિયા મારફતે MeraJob.in રોજગારી મેળવવા અતિ પ્રસ્તુત હોય તેવા ઉમેદવારોની પ્રોફાઇલ્સ પ્રદાન કરવાની ખાતરી આપે છે. એટલે રોજગારદાતાઓ તેમના માટે પ્રસ્તુત અને ઉપયોગ હોય તેવી SmartProfiles માટે જ સબસ્ક્રાઇબ કરે છે અને ચુકવણી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો નિયમિત જોબ પોર્ટમાં 100 સીવીમાંથી 30 ફિટ અને રસ પડે તેવા હોય છે, જેમાંથી 10 ઇન્ટરવ્યુ માટે આવે છે અને 3થી 4 જ જોડાયા છે, ત્યારે MeraJobમાં રોજગારદાતાઓ તેમને યોગ્ય લાગતા હોય તેવા 30થી 35 ઉમેદવારો માટે જ ચુકવણી કરે છે અને 7થી 8 ઉમેદવારોની ભરતી કરે છે.
ઓનલાઇન અને માલિકીની સીઆરએમ સિસ્ટમ પર સંચાલિત રિક્રૂટમેન્ટ કેન્દ્ર આધારિત પ્રક્રિયાઓ એમ બંને મારફતે MeraJob મોબાઇલ વોનના વપરાશના પ્રવાહને વધારવાના કેટલાંક વિશિષ્ટ સોલ્યુશન ઓફર કરે છે અને તેના લક્ષ્યાંક સેગમેન્ટની અંદર સોશિયલ મીડિયાને સ્વીકાર્ય બનાવે છેઃ
સહસ્થાપક, સીઆઇઓ અને હેડ પ્રોડક્ટ ગિરિષ ફણસાલ્કરનું કહેવું છે કે, "ઓપન-આર્કિટેક્ચર ટેકનોલોજી પ્લેટફોર્મ થર્ડ-પાર્ટી પ્રોડક્ટ્સ ઓફરિંગ અને આગામી પેઢીના ઉપકરણોને સંકલિત કરવાની છૂટ આપે છે, જે છેવટે રોજગાર ઇચ્છતાં લોકોને રોજગારી કરતાં પણ વધારે ઉપયોગતા પ્રદાન કરે છે." આ બાબત MeraJobને રિક્રૂટમેન્ટમાં તમામ કંપનીઓને જોડાણ કરવાની, કૌશલ્ય વિકસાવવાની અને રોજગારીની આર્થિક વ્યવસ્થા ઊભી કરવાની સુવિધા પ્રદાન કરે છે.
રમન ત્યાગરાજનનું કહેવું છે કે, "ઉમેદવારોને અમારી 'ઇન્ટરવ્યૂ નાઉ' વિશેષતા ખાસ પસંદ છે, જે ઓનલાઇન સુલભતા સાથે સાતત્યપૂર્ણ જોડાણ ધરાવે છે. બીજી તરફ રોજગારદાતાઓને ઓનલાઇન ડેશબોર્ડ અને એપ્લિકેશન ટ્રેકિંગને સશક્ત કરવાની વિશેષતા પસંદ છે."
પલ્લવ સિંહા ઉમેરે છે કે, "અમે યોગ્ય લાયકાત ધરાવતા અને રોજગાર મેળવવા ઇચ્છતાં લોકોના જીવનમાં ફરક લાવવાની સંભવિતતાથી રોમાંચિત છીએ, જેઓ અગાઉ અંતરિયાળ સ્થળે કે સીવીને અભાવે રોજગારદાતાઓ સુધી પોતાની હાજરી પહોંચાડવા સક્ષમ નહોતા."
MeraJob.in વિશે - ભારતની પ્રથમ જોબ મેચિંગ પોર્ટલ
MeraJob રીક્રૂટર્સ (ભરતીકર્તાઓ) માટે ભારતની નંબર 1 પ્રી-સ્ક્રીનિંગ સોલ્યુશન્સ હોવાનો દાવો કરે છે. જ્યારે તેના સોલ્યુશન રોજગારદાતાઓને ઝડપથી, ઓછા ખર્ચે કર્મચારીઓની ભરતી કરવા માટે સહાય કરે છે, ત્યારે તેઓ તેમની બ્રાન્ડ પર હકારાત્મક ગુણવત્તા અને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સોર્સિંગ મેળવે છે. એટલે તેની ટેગલાઇન "અડધા (1/2) સમયમાં અડધા (1/2) ખર્ચે કર્મચારીઓ મેળવો" છે.
MeraJobનો વિચાર હાલની જોબ પોર્ટલ્સ દ્વારા ઓફર થતી ભરતીના ક્લાસિફાઇડ્સ અભિગમથી પર છે અને નીચે પ્રમાણે વિશિષ્ટ સુવિધાઓ ઓફર કરે છે -
MeraJob.in પર 500,000 SmartProfiles અને 1,000 રજિસ્ટર્ડ રોજગારદાતાઓ સાથે પોર્ટલ તેના પર વધી રહેલા ટ્રાફિક ઉમેદવારોની વધુ સક્રિયતા જોઈ રહી છે. MeraJob વધુ સક્રિયતા અને તેના વપરાશકર્તાઓ - બંને રોજગાર મેળવવા ઇચ્છતાં લોકો અને રોજગારદાતાઓ વિશે ઊંડી જાણકારી સાથે વધુ કાર્યદક્ષ માર્કેટપ્લેસ (બજારનું સ્થાન) બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે.
મીડિયા સંપર્ક:
આશુ બજાજ,
[email protected],
+91-9899905387,
કન્ટેન્ટ એન્ડ કેન્ડિડેટ એન્ગેજમેન્ટ મેનેજર,
MeraJob ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article