મુંબઈ, September 4, 2015 /PRNewswire/ --
કેમેરા સાથે જ સજ્જ સમગ્ર ભારતમાં પાંચ લાખ યુવાનોએ સામાજિક પરિવર્તન લાવવાના પ્રયાસ સાથે સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. YES FOUNDATION (યસ ફાઉન્ડેશન) દ્વારા વિશિષ્ટ ફિલ્મનિર્માણનો પડકાર YES! i am the CHANGE (YIAC) (યસ! આઇ એમ ધ ચેન્જ (YIAC)) એ દરેક ભારતીયને સામાજિક મુદ્દા પર પ્રકાશ પાડવા અને 3 મિનિટની ટૂંક ફિલ્મો મારફતે સમાધાન વહેંચવા સક્ષમ બનાવ્યા છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150902/10129483 )
YIAC 101-અવર સોશિયલ ફિલ્મમેકિંગ ચેલેન્જના સહભાગીઓએ બાળઅધિકારો, મહિલા સશક્તિકરણ, વયોવૃદ્ધોની સારસંભાળ, પર્યાવરણ, ટકાઉપણું વગેરે પર ફિલ્મો બનાવી છે. 101 કલાકના પડકારમાં મૂળભૂત સ્તરે સામાજિક મુદ્દાઓ સાથે યુવા પેઢીનું જોડાણ જોવા મળ્યું હતું અને હકારાત્મક સામાજિક કામગીરી તરફ દોરી જતા રોજિંદા નાયકો સાથે આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.
YIAC 2015ની શ્રેષ્ઠ ફિલ્મો રૂ. 45 લાખની કિંમતના ઇનામો જીતશે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર પ્રદર્શિત થશે. આ ટૂંકી ફિલ્મો સામાજિક પરિવર્તનને વેગ આપશે અને તે મૂળે સંવાદ શરૂ કરશે તેમજ NGO માટે અમૂલ્ય સ્ત્રોતોનો ખુલ્લો ભંડાર ઊભો કરશે. આ ઉપરાંત તમામ સહભાગીઓ સામાજિક હિત પર ટૂંકી ફિલ્મ બનાવવા સહાય મેળવવા અરજી કરવાને લાયક છે.
મીડિયા, કોર્પોરેટ, શિક્ષણ અને વિકાસ ક્ષેત્રોમાંથી પ્રસિદ્ધ વ્યક્તિઓને સમાવતી ઉચ્ચ સ્તરીય નિર્ણાયક મંડળ YIAC 2015ની ટોચની ફિલ્મો પસંદ કરશે; જેમાં કુમારી અનુ આગા (સાંસદ અને થર્મેક્સના ભૂતપૂર્વ ચેરપર્સન), શ્રી શિગેરુ આયોગી (ડિરેક્ટર, UNESCO),
શ્રી વિકાસ બહલ (ડિરેક્ટર, ક્વીન), કુમારી બ્રુની બુરીસ (સનડાન્સ ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકા), શ્રી પૉલ પોવેલ્સ (ડિરેક્ટર, યુરોપિયન ડોક્યુમેન્ટરી નેટવર્ક, ડેન્માર્ક), શ્રી જેકો સિલિયર્સ (કન્ટ્રી ડિરેક્ટર, UNDP- ઇન્ડિયા), શ્રી પ્રસૂન જોશી (એડવર્ટાઇઝિંગ ગુરુ, કવિ અને શબ્દકાર), કુમારી ગુનીત મોંગા (નિર્માત્રી, ધ લંચ બોક્સ અને ગેંગ્સ ઓફ વાસેપુર),
શ્રી પ્રીતિશ નંદી (પીઢ પત્રકાર, કવિ અને ફિલ્મ નિર્માતા), શ્રી ભરત પટેલ (સભ્ય, કારોબારી સમિતિ, વર્લ્ડ ફેડરેશન ઓફ એડવર્ટાઇઝર્સ, બ્રસેલ્સ) સામેલ છે.
IBM, ઇન્ફોસીસ, ગૂગલ, અશોક લેલેન્ડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મેક એ વિશ ફાઉન્ડેશન, રોટરી, રોટારેક્ટ, મેજિક બસ, MICA, IIM અને IIT સહિત ભારતની કોર્પોરેટ, સામાજિક સેવાભાવી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ નોંધપાત્ર સામાજિક આંદોલનમાં દરરોજ ઘણા નાગરિકો જોડાઈ રહ્યાં છે.
YES! i am the CHANGE (યસ! આઈ એમ ધ ચેન્જ) - ઓપન કેટેગરી (2 થી 6 ઓક્ટોબર, 2015) માટે YIAC રાષ્ટ્રીય સ્પર્ધામાં જોડાવા http://www.yesfoundation.in પર રજિસ્ટર કરાવો. રજિસ્ટર કરાવવાની છેલ્લી તારીખ 29મી સપ્ટેમ્બર છે.
વધુ જાણકારી મેળવવાઃ YF લોગોઃ http://www.youtube.com/YesFoundationIndia
FB લોગો: http://facebook.com/YesFoundationIndia Twitter લોગો: http://twitter.com/YesFoundationIn
મીડિયા સંપર્ક:
જ્યોતિ ગોસ્વામી
[email protected]
+91-9702488388
એડફેક્ટર્સ PR પ્રાઇવેટ લિમિટેડ
Share this article