મુંબઈ, October 21, 2015 /PRNewswire/ --
ફૂડ અને હેલ્થ ઇન્ગ્રિડિએન્ટ્સ ક્ષેત્રનું એકમાત્ર B2B પ્લેટફોર્મ
UBM ઇન્ડિયાએ આજે ભારતીય ખાણીપીણી બજારને લગતા તેના સૌથી મોટા બિઝનેસ કાર્યક્રમ ફૂડ ઇન્ગ્રિડિએન્ટ્સ એન્ડ હેલ્થ ઇન્ગ્રિડિએન્ટ્સ (Fi India & Hi trade show 2015)ની 10મી આવૃત્તિને લોન્ચ કરી હતી. ઓગસ્ટ ઇન્ડસ્ટ્રી સમારોહ વચ્ચે કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. હર્ષદીપ કાંબલે, કમિશનર, IAS, FDA, મહારાષ્ટ્રના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151019/10132856-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20151019/10132856-b )
(Photo: http://photos.prnewswire.com/prnh/20151008/10132190 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
કાર્યક્રમમાં હાજર રહેલા અન્ય સન્માનિય વ્યક્તિઓમાં શ્રી પ્રબોધ હાલદે, પ્રમુખ, AFSTI અને શ્રી અજિત સિંહ, પ્રમુખ HADSAનો સમાવેશ થાય છે, જેમના દ્વારા પ્રદર્શનની ટૂરનો હવાલો લેવામાં સંભાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમે ભારતીય ખાણીપીણી ઉદ્યોગના અગ્રગણ્ય નિર્ણાયકો, તજજ્ઞો, ખરીદદારો, ઉત્પાદનકર્તાઓ અને સપ્લાયરોને એક મંચ પર લાવવાનું કામ કર્યું હતું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વેળાએ ડૉ. કાંબલેએ UBM ઇન્ડિયાને તેના કાર્યક્રમની 10મી આવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રહેલી ક્ષમતાને વૈશ્વિક પરિદ્રશ્યની સરખામણીએ હજુ વધુ આગળ લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઉદ્ઘાટન સમારંભમાં આપેલા ભાષણમાં તેમણે રચનાત્મક્તા અને ટેકનોલોજીથી સમર્થિત આ ક્ષેત્રમાં વર્તમાન વાતાવરણ 'મેક ઇન ઇન્ડિયા' માટે ઘણું અનુકૂળ હોવાનું પણ જણાવ્યું હતું.
UBM ઇન્ડિયા પ્રા. લિ.ના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે ઉચ્ચપદસ્થો, પ્રદર્શનકારો, ઉદ્યોગ જગતના વ્યાવસાયિકો અને મુલાકાતીઓને સંબોધતા જણાવ્યું હતું કે, '‘સામાજિક-આર્થિક જનસાંખ્યિકીમાં પરિવર્તન લાવવા લક્ષ્ય સાથે ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. આ જ કારણોસર ખાણીપીણીના ઉત્પાદનોની ઉચ્ચ ગુણવત્તા જાળવવા અંગે જાગૃતિ વધી શકી છે અને તેના પરિણામ સ્વરૂપ આ તૈયાર ઉત્પાદનોમાં ઉચ્ચ કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવા અંગે ધ્યાન કેન્દ્રીત થઈ શક્યું છે. ફાઈ એન્ડ હાઈ ઇન્ડિયાની 10મી આવૃત્તિ પાછળ UBM ઇન્ડિયાનો હેતુ આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની સામગ્રીનું પ્રદર્શન કરવાનો અને તેના બદલામાં ભારતની ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના વ્યાપક અને વિશાળ રૉ મટીરિયલ બેઝને ફાયદો પહોંચાડવાનો છે.'’
ભારતીય ફૂડ અને હેલ્થ ઇન્ડસ્ટ્રીના કેટલાક ચૂંટેલાઓમાંના એક અને એકમાત્ર B2B પ્લેટફોર્મ ફાઈ ઇન્ડિયા એન્ડ હાઈ ઉદ્યોગજગતને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીઓ, ઉદ્યોગજગતના વ્યાવસાયિકો સાથેનું નેટવર્ક, ઇન્ડસ્ટ્રીના લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને રચનાત્મક્તા વિશેની જાણકારી તેમજ માર્કેટ શેરના વિસ્તરણ અંગેના સ્રોત આગામી બે દિવસો દરમિયાન પૂરા પાડવાની ખાતરી આપી હતી.
ફાઈ ઇન્ડિયા એન્ડ હાઈ ટ્રેડ શૉની 10મી આવૃત્તિ આગામી બે દિવસ 20 અને 21 ઓક્ટોબર દરમિયાન ચાલુ રહેશે. આ પ્લેટફોર્મ પર વૈશ્વિક ખાણીપીણીઃ દક્ષિણ-પૂર્વ એશિયામાં તે કઈ રીતે કામ કરે છે?; નિયમભંગ અને તેથી વિશેષ; હેલ્થકેરમાં હેલ્થ સપ્લિમેન્ટ્સની ભૂમિકા વગેરે જેવા વિષયો પર પેનલ ચર્ચાની શ્રેણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પેનલ ચર્ચા/સેમિનાર્સનું આયોજન ઓલ ઇન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિયેશન (AIFPA) અને હેલ્થ ફૂડ એન્ડ ડાયેટરી સપ્લિમેન્ટ્સ એસોસિયેશન (HADSA) સાથે સંયુક્તરૂપે કરવામાં આવ્યું છે. ઓન-સાઇટ સેમિનારમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ હાજર રહી ખાદ્ય સામગ્રીમાં રચનાત્મક્તા અને ન્યુટ્રાસ્યુટિકલ્સમાં રહેલી તકો વિશે જાણકારી આપશે. ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ માટે ખાસ પ્રકારે આયોજિત આ કાર્યક્રમને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય, ભારત સરકારે ટેકો જાહેર કર્યો છે.
ફાઈ એન્ડ હાઈ 2015 દરમિયાન એક ખાસ આયોજન અંતર્ગત UBM ઇન્ડિયા બેકરી આધુનિકીકરણ અંગેના બે દિવસીય વર્કશોપનું પણ આયોજન કરશે. આ વર્કશોપ બેકિંગ ટેકનોલોજી અને તેને સંલગ્ન ક્ષેત્રે વિશદ પ્રશિક્ષણ અને ટ્રેનિંગ આપતી તેમજ સંશોધન કરનારી સંસ્થા એસોકોમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેકરી ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ (AIBTM) દ્વારા હાથ ધરવામાં આવશે. આ વર્કશોપમાં સેમિનાર્સ અને પ્રદર્શન એમ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વર્ષે 'ધી હેલ્થી કૂકી બેકિંગ કૉમ્પિટિશન' નામની બેકરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બેકિંગ, કેક, પેસ્ટ્રી કે ચોકલેટ ઇન્ડસ્ટ્રીમાં વ્યાવસાયિક બેકર તરીકે કામ કર્યું હોય અથવા તો કામ કરી રહ્યા હોય એવી કોઈપણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધા માટે નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
ફાઈ ઇન્ડિયા કદ અને વ્યાપની દ્રષ્ટિએ સતત વિકસી રહ્યું છે અને તે એસ ઇન્ટરનેશનલ, પિરામલ હેલ્થકેર, કાલપ્રો ફૂડ્સ પ્રા. લિ., ઇન્ગ્રિડિયન ઇન્ડિયા પ્રા. લિ., સોનારોમ, ADM એગ્રો, G.C. કેમીફાર્મી લિ., મિનટેલ, નેચુરેક્સ, રોકેટ સહિતના અન્ય ઘણા ઉદ્યોગજગતના અગ્રણીઓ અને મહત્વના પ્રદર્શકોને આકર્ષી રહ્યું છે.
ફાઈ ઇન્ડિયા એન્ડ હાઈ એ વૈશ્વિક ફૂડ ઇન્ગ્રિડિયેન્ટ્સ પોર્ટફોલિયોનો એક હિસ્સો છે, જે વૈશ્વિક સ્તરે 10 ટ્રેડ શૉનું આયોજન કરી ચૂક્યું છે અને સમગ્ર વિશ્વમાં 142 જેટલા દેશ અમારા કાર્યક્રમોનું પ્રતિનિધિત્વ કરે છે, જે સમગ્ર ફૂડ અને બેવરેજ ઇન્ડસ્ટ્રી સુધીની સીધી પહોંચ ધરાવે છે.
#foodIngredients #healthIngredients #FiHi2015 #UBMIndia #MumbaiEvents #bakeryWorkshop
UBM ઇન્ડિયા વિશે
UBM ઇન્ડિયા એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયાના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ અને ચેન્નઈ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM એશિયા એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે. UBM એશિયા એ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક
પ્રિયા બાદશાહ
[email protected]
+91 22 61727000,
પીઆર- હેડ,
UBM ઇન્ડિયા પ્રા. લિ.
Share this article