નવી દિલ્હી, October 29, 2015 /PRNewswire/ --
જ્યારે કોઈ સ્વજનનું નિધન થઈ જાય ત્યારે દુ:ખને સહન કરવું અને સ્વજન હવે આપણી વચ્ચે નથી રહ્યું તે અહેસાસનો સામનો કરવો ઘણો કપરો બની જાય છે. કેટલાક લોકો આ પીડાને સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરે છે જ્યારે કેટલાકને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ થકી કોઈના વિરહ અંગે વિશ્વને જાણ કરવાનું યોગ્ય નથી લાગતું. જે લોકો તેમના સ્વજનોને યાદ કરવા અને શ્રદ્ધાંજલી આપવા માટે એક અંગત અને અનન્ય રીત શોધી રહ્યાં છે તેમના માટે Indiaonline.in એ એક વિશિષ્ટ ઓનલાઈન સર્વિસ http://www.Tributes.in લોન્ચ કરી છે, જેમાં લોકો આગવી શૈલીમાં તેમની લાગણીઓ અને યાદોને શેર કરી શકશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150626/752467 )
Tributes.in એક વિશિષ્ટ સેવા છે જેમાં પોતાના સ્વજનો માટે જીવનપર્યત માટે એકદમ ઓછા દરે અંગત સ્મરણચિહ્નરૂપ (મેમોરીયલ) પ્રોફાઈલ્સ બનાવી શકે છે! પ્રત્યેક મેમોરિયલ અત્યંત કસ્ટમાઈઝેબલ છે જે લોકોને તેમના પિક્ચર્સ, વીડિયો, જીવન-કવન અને પારિવારીક વૃક્ષ પણ દર્શાવી શકશે. ઉપરાંત, વપરાશકર્તા આ માહિતી જેમની સાથે શેર કરવા માગે છે તેના આધારે તેને ખાનગી કે જાહેર પણ રાખી શકશે. તેમાં ફેસબૂક (Facebook), ગૂગલ (Google), ઈમેઈલ, વોટ્સઅપ (Whatsapp) અને એમએમેસ થકી અમર્યાદીત મિત્રોને આમંત્રણ આપવાનો વિકલ્પ પણ મળી રહેશે. દરેક પ્રોફાઈલમાં મૃતક વ્યક્તિનો ફોટોગ્રાફ રહેશે જેને વર્ચુયલ ફ્રેમમાં મુકી શકાશે જ્યાં મુલાકાતીઓ વ્યક્તિગત સંદેશા મોકલી, વર્ચ્યુઅલ ફૂલો વરસાવી, હાર પહેરાવી અથવા મીળબત્તી, દિવા કે અગરબત્તી સળગાવીને પોતાની લાગણી વ્યક્ત કરી શકશે. તદુપરાંત, આ વેબસાઈટની વિશેષ સુવિધા પ્રમાણે વ્યક્તિના જન્મ કે મૃત્યુ દિવસના 10 દિવસ અગાઉ આ પ્રોફાઈલ પ્રોફાઈલ હાઈલાઈટ થશે.
Tributes.in ના ડિરેક્ટર શ્રી રાહુલ જાલનના જણાવ્યા અનુસાર, "Tributes.in તમારા સ્વજનોના જીવન અને યાદોનો ઉત્સવ મનવવાનું એક વિશિષ્ટ સ્થળે છે. તમારા મૃતક સ્વજન પ્રત્યેના તમારા પ્રેમ અને પ્રતિબદ્ધતાને વ્યક્ત કરવાનું એક મંચ છે. આજના ટેકનો-સેવી વિશ્વમાં આ સેવા ઈન્ટરનેટ જનરેશનને તેમના સ્વજનો સાથે જોડાઈ રહેવા માટેની એક કડી પુરી પાડે છે. અમારી લેગલાઈન છે - "ટુ લિવ ઈન ધ હાર્ટ્સ વી લીવ બીહાઈન્ડ ઈઝ નૉટ ટુ ડાઈ" - જેમાં આજે સૌથી વધુ વપરાતા મંચ થકી તમે તમારા સ્વજનોની યાદો હરહંમેશા જીવંત રાખશો."
આ વેબસાઈટ પ્રતિષ્ઠિત હસ્તીઓ જેમ કે મહાત્મા ગાંધી, યશરાજ ચોપરા, શરોજીની નાઈડુ વગેરેની પ્રોફાઈલ્સ પણ દર્શાવે છે. ફેસબૂક કે ઈમેઈલ એકાઉન્ટમાં રજિસ્ટર કરીને આ પ્રોફાઈલ્સમાં લોકો સંદેશા પોસ્ટ કરી શકે છે. પેજીસમાં કસ્ટમાઈઝેબલ મ્યુઝિક થીમ્સ સાથે વિવિધ પ્રકારની કોમ્પ્લીમેન્ટરી થીમ્સ છે જેમાં લોકો અંગત પ્રોફાઈલ બનાવી શકશે જે લોકોને તેમના સ્વજનોની યાદ અપાવશે.
IndiaOnline.in વિશે:
ઈન્ડિયા ઓનલાઈન નેટવર્ક એ પાન ઈન્ડિયા ઈન્ટરનેટ પ્રાઈવેટ લિમિટેડની પહેલ છે. આ 475 ભારત કેન્દ્રિત પોર્ટલ્સનું એક વિશેષ નેટવર્ક છે અને આ પ્રકારનું સૌથી મોટું નેટવર્ક છે. ઓનલાઈન ઉપલબ્ધ કરાવી શકાય તેવા સંભવિત તમામ સ્ત્રોતો અને સેવાઓનું નેટવર્ક તેઓ રજુ કરી રહ્યાં છે. તમામ ભારતીય રાજ્યો, કેન્દ્ર શાષિત પ્રદેશો, મેટ્રો શહેરો અને લગભગ 300 જેટલા મોટા શહેરોને એક સમર્પિત પોર્ટલ થકી આવરવામાં આવ્યા છે ત્યારે દેશના અન્ય 4000 જેટલા નગરોને પણ તેમના સંબંધિત રાજ્યના પોર્ટલ્સ પર સબ સાઈટ્સ તરીકે આવરવામાં આવ્યા છે.
સંપર્ક માહિતી:
પુજા કુમારી
પીઆર એન્ડ મીડિયા મેનેજર - પાન ઈન્ડિયા ઈન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ
લેન્ડલાઈન: 011-41306106 (5 લાઈન્સ)
મોબાઈલ: +91-7838033290
https://www.tributes.in/
Share this article