મુંબઈ, October 30, 2015 /PRNewswire/ --
- 10મા વર્ષે 160થી વધારે પ્રદર્શકો અને 6,500 મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યાં
- નવીનીકરણ કેન્દ્રસ્થાને રહ્યું
ભારતીય ફૂડ અને હેલ્થ ઉદ્યોગનું એકમાત્ર B2B પ્લેટફોર્મ Fi & Hi India 2015 (19મી ઓક્ટોબર થી 21મી ઓક્ટોબર) ગયા અઠવાડિયે મુંબઈમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મુખ્ય અતિથિ મહારાષ્ટ્ર FDAના IAS, કમિશન ડો. હર્ષદીપ કામ્બળે દ્વારા ઉદ્ઘાટન થયેલ આ ત્રણ દિવસીય એક્સપો, ઓન-સાઈટ સેમિનાર્સ અને કાર્યશાળાઓના શોમાં 160થી વધારે પ્રદર્શકો અને 6,500 મુલાકાતીઓએ હાજરી આપી હતી.
(Logo: http://photos.prnewswire.com/prnh/20151008/10132190 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ઉદ્યોગના 10 વર્ષના અનુભવથી સમર્થિત Fi & Hi ઈન્ડિયાએ ખાદ્ય સલામતી સાથે ગુણવત્તાનું વ્યવસ્થાપન, વૈશ્વિક ફૂડ પ્રવાહો, ફૂડ પેકેજિંગમાં નવીનીકરણ અને વિકસતા પ્રવાહોમાં હેલ્થ સપ્લીમેન્ટ્સની ભૂમિકા જેવા વિવિધ વિષયોને આવરી લેતી પેનલ ચર્ચાઓ સહિત માહિતીપ્રદ અને ટેકનિકલ સમારંભો પ્રદાન કર્યા હતા. આ સેમિનાર્સ અને ચર્ચાઓનું આયોજન AFSTI, ધ એસોસિએશન ઓફ ફૂડ સાયન્ટિસ્ટ્સ એન્ડ ટેકનોલોજિસ્ટ્સ (ઈન્ડિયા), ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિએશન (AIFPA) અને હેલ્થ ફૂડ એન્ડ ડાયેટરી સપ્લીમેન્ટ્સ એસોસિએશન (HADSA) સાથે જોડાણમાં થયું હતું અને ઉદ્યોગના અગ્રણીઓ તેમાં સામેલ થયા હતા. આ શોનું આયોજન ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ માટે કરવામાં આવ્યું હતું, જેને ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોના મંત્રાલયનું સમર્થન મળ્યું હતું.
Fi ઈન્ડિયા સાઈઝ અને ડેપ્થમાં સતત વધી રહ્યું છે અને ઉદ્યોગના અગ્રણીઓ અને એસ ઈન્ટરનેશનલ, પિરામલ હેલ્થકેર, કેલ્પ્રો ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ગ્રેડિઓન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, સોનારોમ, ADM એગ્રો, G.C. કેમી ફાર્મી લિમિટેડ, મિન્ટેલ, નેચરેક્સ, રોકેટ સહિત મુખ્ય પ્રદર્શકોને પણ આકર્ષે છે.
પ્રોસેસિંગ, પેકેજિંગ, ઈક્વિપમેન્ટ અને સેવાઓમાં સોલ્યુશન્સ માટે વધતી જરૂરિયાતને પ્રતિભાવમાં Fi ઈન્ડિયાએ ફરી એક વખત એક્સ્પો ફૂડટેક પેવેલિંયનનું આયોજન કર્યું હતું, જેમાં હાજર રહેનારને ઘટકોની સંપૂર્ણ રેન્જની સુવિધા સુલભ કરી હતી. સતત બીજા વર્ષે Fi & Hi ઈન્ડિયાએ ફ્રી બે-દિવસીય બેકરી વર્કશોપ 'બેકરી મોડર્નાઈઝેશન - પુટિંગ ધ આઈસિંગ ઓન યોર બેકરી બિઝનેસ'નું આયોજન કર્યું હતું, જે એસોકોમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેકરી ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ (AIBTM)એ હાથ ધર્યો હતો, જે બેકરી ટેકનોલોજી અને આનુષંગિક કામગીરીઓ માટે શૈક્ષણિક, તાલીમ અ સંશોધન કેન્દ્ર છે. કાર્યશાળામાં પોષક દ્રવ્યો ધરાવતા બેકરી ઉત્પાદનો, ઓટ આધારિત અને ગ્લુટેન ફ્રી કૂકીઝ, ગ્લુટેન ફ્રી પડકારો અને પકવેલી ચીજવસ્તુઓમાં ઇંડાનો વિકલ્પ જેવા વિષયો આવરી લેતા સેમિનાર્સ અને પ્રદર્શનો સામેલ હતા.
ચાલુ વર્ષે નવીનીકરણ કેન્દ્રસ્થાને હતું, જેણે પ્રદર્શકોને ભારતીય ફૂડ ઉદ્યોગના અગ્રણી નિર્ણયકર્તાઓ, નિષ્ણાતો, ગ્રાહકો, ઉત્પાદકો અને સપ્લાયર્સની હાજરીમાં નવીન ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક પ્રદાન કરી હતી. નવીન ઉત્પાદક પ્રદર્શકની યાદીમાં એડવાન્સ એન્ઝાઈમ્સ ટેકનોલોજીસ, કેન્કોર ઈન્ગ્રેડિઅન્ટ્સ, જેનરેક્સ ફાર્માસિસ્ટ, ડાયબ્લિસ, ફ્લેવેરોમા, કેમલિન ફાઈન સાયન્સીસ, ફાઈન ઓર્ગેનિક્સ, રાજ એગ્રો ફોર્ચ્યુન પ્રોડ્યુસર કંપની, સ્ટાર Hi હર્બ્સ, ટેસ્ટોરોમ પ્રોડક્ટ્સ LLP, કોમલ એક્સોટિક સ્પાઈસીસ, ABS ફૂડ ઈન્ગ્રેડિઅન્ટ્સ, મુર્તુઝા ફૂડ્સ અને રાધા ગોવિંદ ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ સામેલ હતી.
બેકિંગ, કેક, પેસ્ટ્રી કે ચોકલેટ ઉદ્યોગમાં વ્યાવસાયિકો માટે મદદરૂપ થવા "ધ હેલ્થી કૂકી બેકિંગ કોમ્પિટિશન" નામની બેકરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના નિર્ણાયકોમાં AIBTMના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી શ્રવણ કુમાર, માસ્ટર શેફ ઈન્ડિયા 4ના ફર્સ્ટ રનર અપ કુમારી નેહા દીપક શાહ અને IHMના ડિરેક્ટર કુમારી પેટ્રિકા હતા, જેમણે ત્રણ વિજેતાઓ જાહેર કર્યા હતાઃ કુમારી ઓલિવ (પ્રથમ), કુમારી સ્વાતી (દ્વિતીય) અને કુમારી જ્યોત્સ્ના (ત્રીજું)ની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષે પહેલી વખત Fi & Hi ઈન્ડિયાએ 'વિઝિટર્સ ચોઈસ એવોર્ડ્સ' પણ રાખ્યો હતો, જેમાં નવીન ઘટકોની કેટેગરીમાં જેનરેક્સ ફાર્માસિસ્ટ પ્રાઈવેટ લિમિટેડ, રાજ એગ્રો ફોર્ચ્યુન પ્રોડ્યુસર કંપની લિમિટેડ અને ડાયબ્લિસ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વિજેતા જાહેર થયા હતા.
UBM ઈન્ડિયાના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "ભારતમાં બદલાતા સામાજિક-આર્થિક માળખાના કારણે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ઝડપથી વૃદ્ધિ અનુભવી રહ્યો છે. તેના કારણે ફૂડ પ્રોડક્ટ્સના ગુણવત્તાના ધારાધોરણો સાથે સંબંધિત જાગૃતિમાં વધારો થયો છે અને તેના પરિણામે આ ફિનિશ્ડ ઉત્પાદનોના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘટક તત્ત્વોની શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત થયું છે. Fi & Hi ઈન્ડિયાની 10મી એડિશન માટે UBM ઈન્ડિયાએ આ પ્રકારના ઘટકોનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ઓફર કરવાનો ઉદ્દેશ પાર પડ્યો હતો અને તેના પરિણામે ભારતની ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટેની વ્યાપક રેન્જ અને મોટા પાયે કાચા માલને વેગ મળ્યો છે."
Fi India & Hi એ વૈશ્વિક ખાદ્ય ઘટકોના પોર્ટફોલિયોનો ભાગ છે, જે 10 વૈશ્વિક ટ્રેડ શો ધરાવે છે, જેમાં સમગ્ર દુનિયામાં અમારા શોમાં 142 દેશોના પ્રતિનિધિઓ ભાગ લે છે અને સંપૂર્ણ ફૂડ અને બેવરેજ ઉદ્યોગને સીધી સુલભતા પ્રદાન કરે છે.
UBM ઈન્ડિયા વિશે
UBM ઈન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM ઈન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM એશિયા કંપની, UBM ઈન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.inની મુલાકાત લો
મીડિયા સંપર્ક
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22-61727000
UBM ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
Share this article