અમદાવાદ, ભારત, June 16, 2016 /PRNewswire/ --
ભારતની સૌથી વિશ્વસનિય પાઇપ બ્રાન્ડ એસ્ટ્રલ પાઇપ્સને યશરાજ ફિલ્મની નવી ફિલ્મ સુલ્તાન સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ ફિલ્મના મુખ્ય અભિનેતા બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન છે, જે એસ્ટ્રલ પાઇપ્સનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160412/10143809 )
'સુલ્તાન' સાથે જોડાણ અંગે એસ્ટ્રલ પાઇપ્સના સીનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર શ્રી કૈરવ એન્જિનીયરનું કહેવું છે કે, "અમને યશરાજ ફિલ્મ્સના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. અમને સુલ્તાન પર પણ ઘણી આશા છે. અમે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કરવાની સુઆયોજિત વ્યૂહરચના બનાવી છે. અમને વિશ્વાસ છે કે અમારું બ્રાન્ડિંગ દર્શકો સાથે તાત્કાલિક જોડાણ સ્થાપિત કરશે."
શ્રી એન્જિનીયરે ઉમેર્યું હતું કે, "અમે જોયું છે કે શ્રી સલમાન ખાન અમારો બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી અમારા માટે ફિલ્મ બ્રાન્ડિંગનો આદર્શ વિકલ્પ છે."
યશરાજ ફિલ્મ્સના માર્કેટિંગ અને મર્ચન્ડાઇઝના વાઇસ-પ્રેસિડન્ટ મનન મહેતાએ કહ્યું હતું કે, "એસ્ટ્રલ હંમેશા સુલ્તાન જેવા વિજય મેળવવાના જુસ્સાનું પ્રતિક છે, ધૈર્ય, સહનશક્તિ અને શક્તિ ધરાવે છે. અમારું જોડાણ એક મહાન ભાગીદારી બનાવે છે અને એસ્ટ્રલ સાથે જોડાણ કરીને અમે રોમાંચિત છીએ!"
એસ્ટ્રલ તેની સતત નવીનતા અને ગ્રાહકલક્ષી સેવાઓ સાથે પ્લમ્બિંગ ઉદ્યોગમાં સુલ્તાન છે. પ્લમ્બિંગ ઉદ્યોગમાં ભારતની ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવતી એસ્ટ્રલે CPVC અને લેડ-ફ્રી UPVC પાઇપ્સ તથા ફિટિંગ્સ પ્રસ્તુત કરીને પરિવર્તનનો પવન ફૂંક્યો છે. એસ્ટ્રલ તેની પ્રક્રિયાઓ અને સામગ્રીઓ સતત અપગ્રેડ કરવા પૂર્ણ કક્ષાનો સંશોધન અને વિકાસ વિભાગ ધરાવે છે. પોતાની કામગીરીમાં આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર સામેલ કરીને કંપની પોતાના ગ્રાહકોની જરૂરિયાતો સંતોષકારક રીતે પૂર્ણ કરે છે.
વધારે માહિતી મેળવવા મુલાકાત લો: http://astralpipes.com/.
સુલ્તાન વિશે:
"કુશ્તી રમત નથી. તે આપણી અંદર રહેલી નબળાઈઓ સામેની લડાઈ છે." - સુલ્તાન
સુલ્તાન એક કુશ્તીબાજના જીવન પર આધારિત સ્પોર્ટ્સ ડ્રામા છે, જે કુશ્તીની રિંગની અંદર અને બહારના જીવનની લડાઈ સાથે સંબંધિત છે. તે કુસ્તીબાજ અને તેના પ્રેમ કથા એક પ્રવાસ છે.
આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત અને અલી અબ્બાસ ઝફર દ્વારા લિખિત-નિર્દેશિત સુલ્તાન આ વર્ષે (2016) ઇદ પર રીલિઝ થવાની છે.
મીડિયા સંપર્ક:
Yogen Parikh
[email protected]
+91-7966212000
Astral Poly Technik Limited
Share this article