MICA Alumni Association (MAA) નો પ્રારંભ: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકબીજા સાથે અર્થસભર રીતે જોડાશે
અમદાવાદ, ભારત, November 21, 2016 /PRNewswire/ --
MICA એલુમ્ની (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) દ્વારા વૈશ્વિક નેટવર્ક અને પીયર લર્નિંગ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાં MICA Alumni Association (MAA)નો પ્રારંભ કરવામાં આવશે. MAA સ્વતંત્ર સોસાયટી તરીકે કામ કરશે, જેનો ઉદ્દેશ પારસ્પરિક લાભદાયક અને કામ કરી શકાય એ રીતે સંસ્થા સાથે MICAns ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડવા અને સાંકળવાનો છે.
MICA સંસ્થા ટૂંક સમયમાં એલ્યુમ્ની માટે 'હોમકમિંગ્સ'નું આયોજન કરવા એલુમ્ની એંગેજમેન્ટ સમિતિ સાથે જોડાણમાં MAA પ્રવૃત્તિ હાથ ધરશે, જ્યાં તેમને MAAની પ્રવૃત્તિ વિશે જાણકારી આપવામાં આવશે અને MICA કેમ્પસની રોમાચંક પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવશે. હોમકમિંગ્સ MICAnના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જુસ્સાને પ્રોત્સાહન આપવા અને તેમના મૂળ તરફ પરત ફરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. લાંબા ગાળે, એસોસિએશન સ્વ-નિયમનકારી સિટી ચેપ્ટર્સ મારફતે કામગીરી કરવાની યોજના ધરાવે છે.
એસોસિએશનનું નેતૃત્વ ઉદ્યોગોમાંથી MICAના પસંદગીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કરશે, જેમાં Mr. Kunal Jeswani, Mr. Sandeep Menon, Mr. Saurabh Varma અને આગામી વર્ષોમાં ઘણા વિવિધ આગેવાનો કરશે. MICAના પ્રેસિડન્ટ, Dean and Associate Deans જેવા ભૂતપૂર્વ સભ્યો સુલભતા અને સહકાર પ્રદાન કરશે. એસોસિએશન વિશે બોલતાં Associate Dean અને MICAના ભૂતપૂર્વ વિદ્યાર્થી Mr. Siddharth Deshmukh કહ્યું હતું કે, "MAA તમને ઘરે પરત બોલાવે છે! MICA એસોસિએશનની સ્થાપના લાંબા સમયથી કરવાની બાકી છે. MICAn ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે, અમારી પાસે MICAns ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિશે રોમાંચ અને સાથીદારની વિશિષ્ટ લાગણી ધરાવે છે, જેઓ ભૂતકાળના યાદગાર અનુભવો ધરાવે છે. MAAનો MICAns ના દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મદદ કરવાનો તથા આ સમુદાયને એક કરી ભવિષ્યને મજબૂત કરવા વિશેષપણે અને અર્થસભર રીતે ફરી જોડવાનો, પ્રદાન કરવાનો છે."
MICAના પ્રેસિડન્ટ, Mr. Madhukar Kamath ભારપૂર્વક જણાવ્યું હતું કે, "MICAનું ગૌરવ MICAnsના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. MICA Alumni Association હવે સમગ્ર ભારતમાં MICAns ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકબીજા સાથે જોડાવાની અને અર્થસભર રીતે હાથમાં હાથ મિલાવવા વૈશ્વિક ગતિશીલ પ્લેટફોર્મ આપે છે. આ સંબંધ અને જોડાણ MICAને વધારે મજબૂત કરશે."
MICAના ડીન, Dr. Preeti Shroff કહ્યું હતું કે, "MICAના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉદ્યોગમાં સારી જગ્યાએ કાર્યરત છે અને વિવિધ ઉદ્યોગોમાં નિર્ણાયક હોદ્દા સંભાળે છે અને તેઓ MICAns ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આગામી પેઢી માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવવા સક્ષમ છે. મારું દ્રઢપણે માનવું છે કે MAAનું નેટવર્ક સાથીદારો પાસેથી શીખવા તથા કિંમતી જાણકારી, કુશળતા અને અનુભવોને વધારવામાં મદદ કરશે. MICAના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું તેમની માતૃસંસ્થામાં સ્વાગત છે!"
MICA વિશે
વર્ષ 1991માં સ્થાપિત, MICA દેશ અને એશિયા-પેસિફિક પ્રદેશમાં પ્રથમ રેસિડેન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, જે વ્યૂહાત્મક માર્કેટિંગ અને કમ્યુનિકેશનમાં નેતૃત્વ ઊભું કરવા પ્રતિબદ્ધ છે. તે સતત બદલાતાં વાતાવરણની જરૂરિયાતો પૂર્ણ કરવા સમકાલીન માહિતી અને બાબતો ગ્રહણ કરે છે. MICA બ્રાન્ડ ઉદ્યોગ, સરકાર અને સમુદાયને વ્યૂહાત્મક માર્કેટિંગ અને કમ્યુનિકેશન્સ સોલ્યુશન્સ અસરકારક રીતે પ્રદાન કરવાની ખાતરી આપે છે.
અત્યારે, તે ભારત અને દુનિયામાં શ્રેષ્ઠ કંપનીઓમાંથી કેટલીક કંપનીઓમાં માર્કેટિંગ, બ્રાન્ડ મેનેજમેન્ટ, રિસર્ચ અને એનાલિટિક્સ, એડવર્ટાઇઝિંગ, મીડિયા, ડિજિટલ અને અન્ય વ્યૂહરાત્મક માર્કેટિંગ અને કમ્યુનિકેશન-સંચાલિત વ્યવસાયો માટે કાર્યરત વ્યાવસાયિકોની માતૃસંસ્થા છે.
MICA એલુમ્ની એસોસિએશન માટે કૃપા કરીને મુલાકાત લો - http://www.mican.in
મીડિયા સંપર્ક:
Siddharth Deshmukh
Associate Dean - Industry & Alumni Partnerships
MICA, Ahmedabad
[email protected]
+91-7507516508
Share this article