Jindal Global Law School વિયેનામાં ઇન્ટરનેશનલ મૂટમાં રનર-અપ બની
સોનીપત, ભારત, April 20, 2017 /PRNewswire/ --
O.P. Jindal Global University (JGU)ની Jindal Global Law School (JGLS)ને ઓસ્ટ્રિયાનાં વિયેનામાં 24મી Willem C Vis ઇન્ટરનેશનલ કોમર્શિયલ આર્બિટ્રેશન મૂટનાં અંતિમ રાઉન્ડમાં રનર-અપ જાહેર કરવામાં આવી છે. JGLSની ટીમે પ્રતિષ્ઠિત આર્બિટ્રેશન મૂટ કોમ્પિટિશનમાં બીજું ઇનામ મેળવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક વિવાદોનાં સમાધાન માટે આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક કાયદા અને લવાદનાં અભ્યાસને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે.
JGLSની ટીમનું પ્રતિનિધિત્વ Sayantan Chanda, Amartya Ashish Sharan, Vasudhaa Ahuja, Anubhav Khamroi, Ananyaa Mazumdar અને Harsha Pisupatiએ કર્યું હતું અને તેમણે આ સ્થાન FGV Rio Law School, the University of Zurich, Institut d' Etudes Politique de Paris, University of Cambridge, અને Columbia Law School સહિત દુનિયાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સામે જીત્યું છે.
ટીમને અભિનંદન આપતાં JGUનાં વાઇસ-ચાન્સેલર Prof. C Raj Kumar કહ્યું હતું કે, "વિયેનામાં આયોજિત ઇન્ટરનેશનલ કમર્શિયલ આર્બિટ્રેશન મૂટ કોર્ટમાં બીજું ઇનામ મેળવવું Jindal Global Law Schoolનાં વિદ્યાર્થીઓ માટે નોંધપાત્ર સિદ્ધિ છે, જે ભારત અને JGU માટે વિજય સમાન છે. તે ભારતીય કાયદાશાસ્ત્રનાં વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તથા આ મૂટિંગ અને એડવોકેસી પ્રોગ્રામ્સમાં સહભાગી થવાની ઉત્કૃષ્ટ ક્ષમતાઓ પ્રદર્શિત કરે છે. JGLS દ્વારા વૈશ્વિક સ્તરનું કાયદાકીય શિક્ષણ ઓફર કરવામાં આવે છે, જે સંસ્થાકીય વિઝન અને આંતરશાખીય અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સખત મહેનત અને પ્રતિબદ્ધતા તથા ફેકલ્ટી મેમ્બર્સની સક્ષમતા અને સમર્પણનો પુરાવો છે."
Willem C Vis મૂટને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ આર્બિટ્રેશન મૂટ કોમ્પિટિશન ગણવામાં આવે છે. વિયેનામાં દર વર્ષે આયોજિત આ કોમ્પિટિશન આંતરરાષ્ટ્રીય લવાદનાં કાયદા સાથે સંબંધિત મુદ્દા અને કોન્ટ્રાક્ટ્સ ફોર ઇન્ટરનેશનલ સેલ ઓફ ગૂડ્સ (CISG) પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનની આસપાસ વૈશ્વિક લવાદ સમુદાયને એકછત હેઠળ લાવે છે.
કોમ્પિટિશન ઓસ્ટ્રિયાનાં વિયેનામાં વર્ષ 1994થી યોજાઈ રહી છે અને તેનું નામ આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક વ્યવહારો અને વિવિધ પતાવટ પ્રક્રિયાઓમાં વૈશ્વિક નિષ્ણાત Willem Cornelis Visની યાદમાં આપવામાં આવ્યું છે. ચેમ્પિયનશિપ દર વર્ષે 20થી વધારે પ્રી-મૂટ રાઉન્ડ પણ યોજે છે.
ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશનમાં સમગ્ર વિશ્વમાંથી 330થી વધારે ટીમો સહભાગી થઈ હતી, જેથી તે દુનિયામાં સૌથી મોટી મૂટ ઇવેન્ટ બની હતી.
JGLSનાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને મૂટિંગ ટીમનાં ફેકલ્ટી કોચ Shaun Star કહ્યું હતું કે, "મૂટિંગ રાઉન્ડનું નેતૃત્વ લેવા અવિરતપણે કામ કરનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ મળવી જોઈએ. જ્યારે સમગ્ર વિશ્વમાંથી 330થી વધારે યુનિવર્સિટીઓને પાછળ રાખીને ફાઇનલમાં પહોંચવું નોંધપાત્ર સિદ્ધિ છે, ત્યારે અમારાં વિદ્યાર્થીઓ માટે ખરાં અર્થમાં રિવોર્ડ વિશ્વની શ્રેષ્ઠ મૂટિંગ કોમ્પિટિશન્સમાંથી એકની ફાઇનલમાં પહોંચવું અને અનુભવ મેળવવાનો છે. તાજેતરમાં પ્રાપ્ત આ સફળતા અમારાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ખરાં અર્થમાં વૈશ્વિક કક્ષાની છે."
મૂટિંગનાં ડિરેક્ટર અને આસિસ્ટન્ટ પ્રોફેસર Faiz Tajuddin કહ્યું હતું કે, "વ્યાવસાયિકતા, ઉત્કૃષ્ટતા અને પારસ્પરિક સન્માન પર આધારિત મૂટ કોર્ટ કલ્ચર સ્થાપિત કરવા જિંદાલનાં પ્રયાસોમાં આ કામગીરી ફક્ત એક કદમ છે. બંને ત્રણ અને પાંચ વર્ષનાં કાર્યક્રમોનાં વિદ્યાર્થીઓ સંયુક્તપણે કામ કરે છે અને એકબીજા પર નિર્ભર રહેવાનું શીખે છે તથા સંસ્થાકીય સહકાર આ ટીમોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને રીતે પ્રી-મૂટ પ્રીપરેટરી ઇવેન્ટ્સની સંખ્યામાં સાંકળે છે. વૈશ્વિક પ્લેટફોર્મ્સ પર આ વિજય નોંધપાત્ર સફળતા છે અને આગામી સમયમાં મૂટિંગની મુખ્ય કાયદાકીય સ્કૂલ પ્રવૃત્તિમાં વધારે સાંકળવા પ્રોત્સાહન આપશે."
અગાઉ JGLSનાં વિદ્યાર્થીઓએ Oxford Media Law Moot Court Competition, Herbert Smith Freehills Moot Court Competition, Philip C. Jessup International Law Moot Court Competition, ULC Bangalore Moot, 10th Nani Palkhiwala Tax Moot Court Competitionમાં પણ ખિતાબો જીત્યાં છે.
વર્ષ 2009માં સ્થાપિત JGLS O.P. Jindal Global universityની પ્રથમ સ્કૂલ છે, નોન-પ્રોફિટ ગ્લોબલ યુનિવર્સિટી છે. સ્કૂલમાં વાઇબ્રન્ટ કલ્ચર ઊભું કરવામાં આવ્યું છે તથા વૈશ્વિક કક્ષાનાં કાયદાકીય નિષ્ણાતો, વ્યાવસાયિકો, લીડર્સ અને સરકારી કર્મચારીઓ પેદા કરવા બહુશાખીય કાયદાકીય શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. સ્કૂલનાં નિષ્ણાત ફેકલ્ટી સમગ્ર વિશ્વમાંથી આવે છે તથા ભારત અને વિદેશ એમ બંનેમાં જાહેર ચર્ચાઓમાં પ્રદાન કરતી મહત્ત્વપૂર્ણ શિષ્યાવૃત્તિમાં સંકળાયેલી છે.
JGLSએ વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે જોડાણો, એક્સચેન્જ પ્રોગ્રામ્સ અને રિસર્ચ પાર્ટનરશિપ્સ પણ કરી હતી.
વધુ માહિતી માટે, કૃપયા http://www.jgu.edu.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Kakul Rizvi
[email protected]
+91-8396907273
Additional Director
Communication and Public Affairs
O.P. Jindal Global University
Share this article