નવી દિલ્હી, June 23, 2017 /PRNewswire/ --
આ સપ્તાહના અંતિમ દિવસોમાં 'Om' ('ઓમ') ના નાદ અને Yogacharya Amit Dev jiના સમર્થ માર્ગદર્શન હેઠળ હજારો લોકો યોગ દ્વારા દિલ્હીનાં Chhatrasal Stadiumને જીવંત બનાવી દેશે. મન, શરીર અને આત્માનાં શુદ્ધીકરણ દ્વારા મંત્રોચ્ચાર વર્ષોથી બીમારીઓથી પીડાતા હજારો સ્ત્રી-પુરુષોનો ઉપચાર કરશે.
(Photo: http://mma.prnewswire.com/media/526953/Yogacharya_Amit.jpg )
યોગ એ ભારતીયો દ્વારા અપનાવવામાં આવેલ સદીઓ જૂનું અનુશાસન હોવા છતાં તેના તમામ લાભ પ્રાપ્ત કરવા તેને પ્રવીણતાપૂર્વક કેવી રીતે કરવો તેના વિશે હજુ પણ ઘણાં લોકોને જાણકારી નથી. આ માટે જ વ્યક્તિને એક ગુરુની જરૂર હોય છે અને Yogacharya Amit Dev jiથી વધુ યોગ્ય કોણ હોઈ શકે? તેમની પેઢીઓએ યોગ મારફતે સમગ્ર વિશ્વને યોગ શીખવ્યો છે અને લોકોને સાજા કર્યા છે.
Yog Abhyas Ashram Society નામની સંસ્થાની સ્થાપના Yogeshwar Ramlal Mahaprabhu ji દ્વારા વર્ષ 1888માં કરવામાં આવી હતી, જેમણે આ દિવ્ય અભિયાનને અવિભાજિત ભારતના વિવિધ રાજ્યોમાં શરૂ કર્યું. સંસ્થાના ખ્યાતનામ મહાનુભવોમાં Yogeshwar MulakRaj ji Maharaj (બીજા ગુરુદેવ), Yogeshwar Devi Dayal Ji Maharaj (ત્રીજા ગુરુદેવ), Yogeshwar Surender Dev Ji Maharaj (ચોથા ગુરુદેવ)નો સમાવેશ થાય છે. ત્યારથી સમગ્ર દેશમાં મોટાપાયે યોગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા અને 17 જેટલાં રાજ્ય સ્તરે નોંધાયેલા સમાજની રચના કરવામાં આવી, જે વર્ષ 2016થી અમારા મહાન ગુરુઓના અદ્યાપનનો પ્રચાર-પ્રસાર કરે છે. Yogacharya Amit Dev Ji યોગ અને ધ્યાન દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવી તેમજ તેનો પ્રચાર-પ્રસાર કરી આ અભિયાનને તેની ટોચે લઈ જઈ રહ્યાં છે અને આ વારસાનું 21મી સદીમાં વહન કરી રહ્યાં છે.
Mahaprabhu jiની આ ભવ્ય યોગ શિબિરનો પ્રારંભ શનિવારે 24 જૂનના રોજ સવારે 5:00 વાગ્યે થશે અને તેનું સમાપન સોમવારે 26 જૂનના રોજ થશે. શબિરની શરૂઆત દરરોજ પ્રાર્થના સાથે થશે, જેના પછી 1 કલાક ધ્યાન કરવામાં આવશે અને ત્યારબાદ વધુ 1 કલાક યોગસાધના અને વિવિધ ક્રિયાઓ કરવામાં આવશે. તેમાં ભાગ લેનારા લોકો સવારે 9:00 વાગ્યાથી સવારે 11:00 વાગ્યા દરમિયાન વરિષ્ઠ યોગાચાર્યોનું પરામર્શન લઈ શકશે. સાંજનો સમયગાળો મુખ્યત્વે મહિલાઓ અને બાળકો માટે ફાળવવામાં આવશે. દિવસની શિબિરનો અંત રાત્રે 7:45 વાગ્યે પ્રાર્થના સાથે આવશે.
Yogacharya Amit Dev jiની આભા તેમની સાથે વાતચીત કરનારા તમામને અભિભૂત કરી નાંખે છે. ઋજુ હૃદય ધરાવનારા તેમણે યોગ અને વેદનાં ઊંડા જ્ઞાન દ્વારા છેલ્લાં કેટલાક વર્ષોમાં તેમની આસપાસ રહેલ અસંખ્ય લોકોના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તેમની સંસ્થા યોગનું શિક્ષણ આપવા અને યોગ દ્વારા લોકોને નિરોગી બનાવવા પૂરતી જ સીમિત નથી, તે યોગિક હેલ્થ કેર અને ધ્યાનના વ્યાપક સંશોધનમાં પણ પ્રવૃત્ત છે. સમગ્ર વિશ્વમાં તેમની સંસ્થાના કેન્દ્રો આવેલા છે અને આ પ્રત્યેક કેન્દ્રોમાં દરરોજ 100-150 દર્દીઓની સારવાર કરવામાં આવે છે. 17 સ્ટેટ યુનિટ અને ભારતમાં 76 કેન્દ્ર ધરાવતી આ સંસ્થાનું મુખ્ય મથક દિલ્હી ખાતે સ્થિત છે.
વધુ માહિતી માટે અમારી વેબસાઇટ http://www.yogacamp.co.in પર લોગ ઇન કરો અથવા https://www.facebook.com/indian.yogacharya પર અમને FB પર ફૉલો કરો.
Mahaprabhu ji ની યોગ શિબીરનું સરનામું:
Chhatrasal Stadium
Mahatma Gandhi Rd
Block B, Gujranwala Town
Delhi - 110009
from 24-26 June 2017
નોંધણી માટે +91-11-4000-0777 પર કૉલ કરો.
મીડિયા સંપર્કઃ
Yogacharya Tanu
Executive Member
Yog Abhyas Ashram Society
[email protected]
+91-9911211777
Share this article