ચંડીગઢ, ભારત, November 29, 2017 /PRNewswire/ --
hospitalforsalelease.com એક બ્રોકરેજથી મુક્ત ઓનલાઇન માર્કેટપ્લેસ છે જ્યાં નાણાંકીય સંકટમાં રહેતી હોસ્પિટલો રસ ધરાવતા રોકાણકારોના વૈશ્વિક સમુચ્ચયમાંથી પોતાના સ્વાસ્થ્ય સંભાળ પ્રોજેક્ટ્સ માટે નાણાંકીય જોગવાઇ/રોકાણ ઉભું કરી શકે છે.
(Photo: http://mma.prnewswire.com/media/609197/hospitalforsalelease.jpg )
ટેક-સક્ષમ પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરેલ, એકલ હોસ્પિટલો તેમના ગ્રીનફિલ્ડ (પોતાની નવી સુવિધા બનાવવી) કે બ્રાઉનફિલ્ડ (હાલની બનેલી સુવિધા) મલ્ટિ-સ્પેશ્યાલિટીને બજારમાં મુકી શકે છે, અથવા કોઇપણ પ્રકારની હોસ્પિટલ જે સૂચિબદ્ધ રોકાણકારો સાથે સીધો સંપર્ક કરી શકે છે, અને સલામત, ગોપનીય અને અનધિકૃત એક્સેસ ના થાય તેવા વાતાવરણમાં બિઝનેસ કરી શકે છે.
hospitalforsalelease.com ની મદદથી, વપરાશકર્તાઓને, અર્થ વગરની બજારની જાણકારીઓ, સમજવામાં મુશ્કેલ હોય તેવી શબ્દજાળ અને વિશાળ રીપોર્ટ જેવી વસ્તુઓથી તમને ભરીને થકવી દે તેવા વૈશ્વિક સલાહકારને ભાડે લેવાની જરૂર રહેતી નથી. હોસ્પિટલો તેમના નુકસાનને ઓછું કરી શકે છે અને નફાપાત્ર ડીલ બનાવી શકે છે. Hospitalforsalelease.com એ વપરાશકર્તાઓને હોસ્પિટલની ખર્ચાળ તબીબી સાધન-સામગ્રી કે જેમાં તેઓએ પહેલાં રોકાણ કરી લીધું છે જે હાલમાં તેમની નફાક્ષમતામાં મોટું ગાબડું પાડી શકે તેને માલિકી પૂર્વેની લીઝ કે વેચાણમાં પણ મદદ કરી શકે છે.
મોડેલ અત્યંત સરળ અને અસરકારક છે. વપરાશકર્તાઓ માર્કેટપ્લેસ પર મફત નોંધણી કરી શકે છે અને તેઓ વેચાણ કે લીઝ પર મુકવા માંગતા હોય તે તેમની હોસ્પિટલ કે તબીબી સાધન-સામગ્રીઓની વિગતો ઉમેરી શકે છે. જ્યારે પણ એક રોકાણકાર તેમના માપદંડને મળતી આવે તેવી હોસ્પિટલ માટે શોધે છે ત્યારે સ્માર્ટ એલ્ગોરિધમ શોધ પરિણામોમાં તેમની પ્રોફાઈલ શોધીને આપશે.
વપરાશકર્તાઓએ રોકાણકારોને શોધવા માટે સમગ્ર વિશ્વમાં મુસાફરી કરવાની રહેતી નથી અને સમય તથા નાણાંના સંદર્ભમાં વિશાળ ખર્ચાઓ ઉઠાવવાના રહેતા નથી કેમ કે આ માર્કેટપ્લેસને કારણે, તેઓ સંપૂર્ણ ગોપનીયતા સાથે પોતાની ઓફિસ કે ઘરે અનુકૂળ રીતે આ તમામ બાબત કરી શકે છે. જ્યારે રોકાણકાર તેમની સૂચિબદ્ધ હોસ્પિટલના વેચાણ કે લીઝ માટે અથવા તબીબી સાધન-સામગ્રીના વેચાણ કે લીઝ માટે રસ દાખવે ત્યારે તેઓ ચેતવણીઓ પણ મેળવશે.
વધુ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની મુલાકાત લો: https://www.hospitalforsalelease.com/deal.php
ભારત અને વિદેશમાં 22 કરતાં વધુ વર્ષોના અનુભવ સાથે MBA થયેલ, Amrit Pal Singh દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં સ્થાપિત, Amrit Pal Singh જણાવે છે કે, "સતત વધતા જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી સાધન-સામગ્રીના ખર્ચાઓ, સ્ટાફના પડકારો, વિકસતા સ્વાસ્થ્ય સંભાળ અનુપાલનો, વિનિયમો અને બહુ થોડા વોક-ઇન દર્દીઓથી આકર્ષક હોસ્પિટલની સ્થાપના ખરાબ સ્થિતિ પર આવી ગઇ છે. આવકમાં ઘટાડો થવાથી વ્યવસાય પર ગંભીર અસર પડી છે અને હોસ્પિટલોને દેવામાં લઇ જાય છે, જે હોસ્પિટલના મેનેજમેન્ટને ઘણાં તણાવમાં મુકે છે અને તેના બિઝનેસને નિભાવક્ષમમાં મુકવામાં દબાણ હેઠળ આવે છે જેનાથી ઘણી વાર ટૂંકા સમયગાળાના ઉતાવળીયા નિર્ણયો લેવાઇ શકે છે અને અનૈતિક બિઝનેસની પ્રણાલીઓ કરવા તરફ લઇ જઇ શકે છે જે દર્દીઓનું જીવન સંકટમાં મુકી શકે છે."
વધુ વિગતો માટે કૃપા કરીને https://www.youtube.com/watch?v=oIYIbCgFfag&t મુલાકાત લો.
hospitalforsalelease.com પર, રોકાણકારો સ્વાસ્થ્ય સંભાળ બજારમાં સઘન મૂડી રોકાણ કરવા માટે શોધી રહ્યા હોય છે તેઓ નવી હોસ્પિટલો બાંધવામાં મોટી લોન હેઠળ દબાવાને બદલે, એવી હોસ્પિટલો માટે શોધી શકે છે જે પસંદ કરવા માટે યોગ્ય હોય, સંપૂર્ણ વેચાણ હેઠળ હોય, પ્રારંભિક રોકાણ પર ઉંચું વળતર આપવાની સંભાવના ધરાવતી લીઝ કે સંયુક્ત સાહસની ડીલ હોય. આનાથી રોકાણકારનું ઘણું મૂડીરોકાણ બચે છે અને શરૂ થવાની સાથે જ દર્દીઓ આવવાની ખાતરી મળે છે.
એવા ડોકટરો કે જેઓ હંમેશા તેમની પોતાની નૈતિક, દર્દી-કેન્દ્રિત પ્રેક્ટિસ ચલાવવા માંગત હોય છે તેઓ માટે હોસ્પિટલ બાંધવા માટે જમીન, સંસાધનો અને સાધન-સામગ્રી શોધવા માટે સમગ્ર દેશ/વિશ્વમાં ફરવા માટેનો સમય કે સંસાધનો ક્યારેય હોતા નથી, તેના બદલે તેઓએ માત્ર hospitalforsalelease.com પર લોગ ઇન કરવાનું હોય છે, પોતાની જરૂરિયાતોને પોસ્ટ કરવાનું હોય છે અને વાસ્તવમાં તેમની પોતાની નૈતિક રીતે હોસ્પિટલ પ્રેક્ટિસ ચલાવવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે વેચાણ કે લીઝ પર હોય તેવી હોસ્પિટલોની ઉપલબ્ધ સૂચિ પરથી સરળતાથી શોધી શકે છે. વપરાશકર્તાઓ પોતાનું સ્વપ્ન હવે હાંસિલ કરી શકે છે અને દર્દીઓના જીવન પર અસર પાડી શકે છે.
સમગ્ર ભારતમાં 60 કરતાં વધુ શહેરોમાં 2 બેડથી 1200 બેડ સુધીની હોસ્પિટલો સાઇટ પર પહેલેથી નોંધાયેલી છે અને તેઓ વેચાણ કે લીઝ માટે છે અને ઘણા રોકાણકારોએ પણ નોંધણી કરાવી છે જેઓ પોતાના વિસ્તરણ માટે ખરીદવાનું, લીઝ પર લેવાનું કે રોકાણ કરવા માટે શોધી રહ્યા છે. નફાપાત્ર રોકાણ બનાવવા, વપરાશકર્તાઓએ માત્ર વેબસાઇટની લિંક પર ક્લિક કરવાનું રહે છે અને દર્દીઓને બચાવવાના રહે છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો https://healthcareradius.wordpress.com/2017/04/21/hospital-for-sale-lease-a-portal-for-hospitals-and-investors-the-game-changer/comment-page-1/
https://www.hospitalforsalelease.com/founder.php
https://www.hospitalforsalelease.com/contact.php પર અમને કોલ કરો અથવા લખો
Potential in Ideas અંગે
Potential in ideas એક કંપની છે જે વિવિધ વેબસાઇટોના સ્વરૂપમાં સમગ્ર વિશ્વમાં મોટાભાગની વસતિ દ્વારા સામનો કરવો પડતો હોય તેવી વિવિધ સમસ્યાઓનું ઓનલાઇન નિરાકરણ પૂરું પાડવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કંપનીએ ભૂતકાળમાં ઘણા વર્ષો માટે વિવિધ સામાજીક કારણભૂત સાહસો માટે પણ કામ કર્યું છે.
મીડિયા સંપર્ક:
Amrit Pal Singh
Founder & CEO
+91-98766-25076, +91-84275-72767
[email protected]
ઉદ્યોગ સાહસિક
Potential in Ideas
Share this article