બેંગ્લોર, January 19, 2018 /PRNewswire/ --
જાન્યુઆરી 18-25 ના રોજ, IMA® (Institute of Management Accountants) ખાતેના પ્રેસિડેન્ટ અને CEO, Jeff Thomson, CMA, CSCA, CAE, બિગ ડેટા, રોબોટ્સ, કૉગ્નિટિવ કમ્પ્યુટિંગ અને કારોબારમાં હિસાબલેખનને પ્રભાવિત કરતી અન્ય ઉદ્ભવતી તકનીકીઓની અસર વિશે CFOs અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યાવસાયિકો સાથે વાતચીત કરવા માટે પુણે, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ અને દિલ્લીનો પ્રવાસ કરશે.
(Logo: http://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/630890/IMA_Jeff_Thomson.jpg )
છેલ્લાં પાંચ વર્ષ માટે Thomsonનો નિરંતરપણે Accounting Today ના 'Top 100 Most Influential People List' માં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને Trust Across America દ્વારા સતત છ વર્ષથી 'Top 100 Thought Leaders in Trustworthy Business Behavior' માંથી ટોચના એક વ્યક્તિ તરીકે પણ નામાંકિત કરવામાં આવ્યા છે, અને તેમને સંગઠનના Lifetime Achievement Award થી પણ નવાજવામાં આવ્યાં છે. The Accountant/International Accounting Bulletin એ તેમનાં અગ્રણી પ્રભાવકોની Global Accountancy Power 50 લીસ્ટમાં પણ Thomsonને સન્માનિત કર્યા છે, અને IMA 2017 'Professional Body of the Year' તરીકે નવાજ્યા છે.
"હું CFOs અને ફાઇનાન્સ ટીમ સાથે વાતચીત કરવા માટે ભારતમાં સંચાલિત MNCs ની કોર્પોરેટ ઑફિસોની મુલાકાતને લઈને, અને તકનીકી કેવી રીતે હાલમાં વ્યવસાયને વધારી રહી છે અને એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ વ્યાવસાયિકોની ભૂમિકાને બદલી રહી છે તેનાં વિશિષ્ઠ કિસ્સાઓના સંબોધન માટે ઉત્તેજિત છું," Thomson તેમની મુલાકાત પૂર્વે જણાવ્યું હતું.
"ટેક્નોલૉજી-ઑટોમેશન, કૃત્રિમ બુદ્ધિ, અને માં પ્રગતિઓ, વિગતોની અધિકતાને હિસાબનીશો પાસેથી નવાં કૌશલ્યોની જરૂર છે," Thomsonએ જણાવ્યું હતું જેઓ પ્રમુખ કોર્પોરેટ્સ સાથે નવાં સંબંધોની રચના અને વ્યાવસાયિકો તેમજ સંગઠનોને CMA (Certified Management Accountant) પ્રમાણપત્ર, CSCA® (Certified in Strategy and Competitive Analysis) વિશેષ ઓળખ અને સતત શિક્ષણ દ્વારા કૌશલ્ય તફાવતોના સંબોધન - અને ભવિષ્ય માટે તૈયાર કરવા - માટે દેશમાં ઉપસ્થિત છે.
Thomson યુનિવર્સિટી સમ્મેલનોમાં ટેક્નોલૉજીમાં પ્રગતિની ઝડપી ગતિ સાથે શિક્ષણ સંસ્થાઓ કેવી રીતે તેમનાં એકાઉન્ટિંગ અભ્યાસક્રમોને ગોઠવી શકે છે અને બદલાતા જતાં કાર્યબળ માટે વિદ્યાર્થીઓએ તૈયાર કરવાના કૌશલ્યો કેવી રીતે શીખવવા તેનાં પર પોતાના વ્યક્તવ્ય આપવાના છે.
ખાસ કરીને, Thomson પુણે ખાતે Brihan Maharashtra College of Commerce ખાતે જાહેર સમ્મેલનમાં અને Christ University અને IMA Bangalore Chapter દ્વારા સહ-આયોજિત અન્ય સમ્મેલનમાં વ્યક્ત્વ્ય આપશે.
"IMA આજના સંગઠનોની જટિલ કારોબારી જરૂરિયાતો સાથે એકાઉન્ટિંગ અભ્યાસક્રમને ગોઠવવાની અને શિક્ષણને ચાલુ રાખવાના અગ્રણી હિમાયતી છે. આજની તારીખ સુધી, અમે ભારતમાં 12 એવી યુનિવર્સિટીઓ અને કૉલેજોની સાથે ભાગીદારી કરી છે જેઓ અમારી સાથે કામ કરવા માંગે છે અને તેમનાં શૈક્ષણિક કાર્યક્રમોને અદ્યતન બનાવવા માંગે છે. આનો અર્થ એવો થાય કે અમે એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે માત્ર અપેક્ષિત સ્પર્ધાત્મકતાની ખેડ નથી કરી રહ્યાં, પરંતુ નેતૃત્વ, વ્યૂહરચના, કામગીરીઓ અને તકનીકી જેવાં વિસ્તારોમાં પણ સ્પર્ધાત્મકતાનો વિકાસ કરી રહ્યાં છીએ," Thomson ઉમેરે છે.
ચેન્નાઈમાં, Thomson Brahmayya Memorial Lecture આપશે, જે Society of Auditors અને Southern India Regional Council of the Institute of Chartered Accountants of India (ICAI) ની સંયુક્ત પહેલ છે. આ લૅક્ચર P Brahmayya, અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ICAI ના ભૂતપૂર્વ પ્રમુખની સ્મૃતિમાં દર વર્ષે આયોજિત કરવામાં આવે છે.
"વિશ્વભરમાં, IMA વૈશ્વિક કક્ષાએ અમારા સભ્યોને મૂલ્યો પૂરાં પાડવા માટે સમાન-વિચાર ધરાવતાં સંગઠનોની સાથે કાર્ય કરે છે. હું આ લબ્ધપ્રતિષ્ઠિત વાર્ષિક લૅક્ચર માટે આ વર્ષના વ્યાખ્યાતા તરીકે પસંદગી પામીને સમ્માનિત થયો છું. ભારતમાં, ICAI મૂલ્યવાન ભાગીદાર છે. અમે ICAI સાથેના અમારાં સંબંધોને તાજા કરવા માંગીએ છીએ કેમ કે અમે આ વ્યવસાયની સેવા માટેના સમાન મૂલ્યોની વહેંચણી કરીએ છીએ," Thomson એ સમજાવ્યું હતું.
Thomson, હૈદરાબાદમાં Miles Education દ્વારા જાહેર સમ્મેલનમાં અને ચેન્નાઈ ખાતે એક અન્ય સમ્મેલનમાં પણ બોલવાના છે.
IMA સક્રિય સમુદાય અને 300 ચેપ્ટર્સ કરતાં વધુના સભ્ય સમર્થન સાથેનું એકમાત્ર મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સંગઠન છે, જેમાંથી 150 કરતાં વધુ વિદ્યાર્થી ચૅપ્ટર્સ છે. ભારતમાં, IMA ચેન્નાઈ, દિલ્લી અને બેંગ્લોરમાં સ્થાનિક ચૅપ્ટર્સ સાથે 3,000 કરતાં વધુ સક્રિય સભ્યો ધરાવે છે.
દેશમાં તેમની મુલાકાતનું સમાપન કરતા, Thomson દિલ્લી ખાતે IMA Delhi Chapter દ્વારા આયોજિત કૉન્ફરેન્સમાં પણ પોતાનું વ્યક્ત્વ્ય આપશે.
IMA® (Institute of Management Accountants) વિશે
IMA®, ને The Accountant/International Accounting Bulletin, દ્વારા 2017માં વર્ષના વ્યાવસાયિક મંડળ તરીકે નવાજવામાં આવ્યું છે, જે વિશિષ્ટ રૂપથી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રીત કરનારૂં સૌથી મોટું અને સન્માનીય સંગઠનોમાંથી એક છે. વૈશ્વિક રીતે, IMA સંશોધન, CMA® (Certified Management Accountant) કાર્યક્રમ, નિરંતર શિક્ષણ, નેટવર્કિંગ અને સર્વોચ્ચ કારોબારી નૈતિક પદ્ધતિઓની હિમાયતી દ્વારા આ વ્યવસાયને સમર્થન પુરું પાડે છે. IMA 140 દેશોમાં 90,000 સભ્યો કરતાં વધુનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે અને Montvale, N.J., USA, ખાતે સ્થાયી થયેલા 300 વ્યાવસાયિક વિદ્યાર્થી ચૅપ્ટર્સને, IMA તેનાં ચાર વૈશ્વિક ક્ષેત્રો: અમેરિકા, એશિયા/પૅસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ ભારત દ્વારા સ્થાનિયકૃત સેવાઓ પૂરી પાડે છે. IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરી www.imanet.org ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Janice Sevilla
[email protected]
+91-9003162258
Communication Specialist
Institute of Management Accountants
Share this article