ગુરૂગ્રામ, ભારત, February 27, 2018 /PRNewswire/ --
રૂ. 3500-કરોડનો સિસ્ટમ ઇંટિગ્રેશન પ્રોજેક્ટ ભારતીય નૌસેનાને ડિજિટલ કમ્યુનિકેશન્સ નેટવર્ક સાથે વૈશ્વિક રીતે અત્યાધુનિક નૌસેનાઓની સમકક્ષ સક્ષમ બનાવશે
વેબ-સ્કેલ ડિજિટલ નેટવર્ક્સમાં વૈશ્વિક અગ્રણી, Sterlite Tech [BSE: 532374, NSE: STRTECH] ને ભારતીય નૌસેનાના કમ્યુનિકેશન્સ નેટવર્કની સંરચના, નિર્માણ અને સંચાલન માટેના રૂ. 3500 કરોડના એડવાન્સ પર્ચેઝ ઑર્ડર આપવામાં આવ્યાં છે. આ ભારતીય નૌસેનાને વૈશ્વિક રીતે શ્રેષ્ઠ નૌસેનાઓ સાથે ડિજિટલ સંરક્ષણ સર્વોચ્ચતા પૂરી પાડશે.
(Logo: http://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
આ પ્રથમ વખત છે કે આટલાં મોટા સ્તરે ઇંટિગ્રેટેડ નેવલ કમ્યુનિકેશન્સ નેટવર્ક ભારતમાં નિર્માણ પામી રહ્યું છે. નૌકાદળના સંદેશાવ્યવહારના નેટવર્કની કલ્પના ઉન્નત થ્રુપુટ, ઉચ્ચ-ગુણવત્તાવાળી સલામત સેવાઓ અને નેટવર્ક વ્યવસ્થાપનની સરળતા સાથે વધુ સ્માર્ટ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કરવામાં આવી છે. આ તકમાં Sterlite Tech ને તેની સિસ્ટમ ઇન્ટિગ્રેશન ક્ષમતાઓ દ્વારા એક દશક કરતાં વધુ સમય માટે કમ્યુનિકેશન્સ નેટવર્કની સંરચના, નિર્માણ અને સંચાલન કરવાની જરૂર પડશે.
"અમે ઉચ્ચપણે સ્કેલેબલ, ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક્સ દ્વારા ભારતના સંરક્ષણના સશક્તિકરણમાં અમારી ભૂમિકા ભજવવાની આ તક પ્રાપ્ત થતાં ખુશ છીએ," Sterlite Techના CEO, Dr Anand Agarwal એ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, "જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સ્થળ સેના માટે અતિક્રમણ-રોધક કમ્યુનિકેશન નેટવર્કની રચના કરવાનો અમારો હાલનો અનુભવ નૌસેનાના કમ્યુનિકેશન્સ નેટવર્ક માટેનું લીવરેજ બની રહેશે. અમે ભારતીય નૌસેના માટેના આ ઍન્ડ-ટુ-ઍન્ડ સ્ટ્રેટેજિક નેટવર્કને અમારી અનન્ય સોફ્ટવેર-ટુ-સિલિકોન ક્ષમતાઓને વિતરિત કરવા માટે ઉત્સુક છીએ."
પ્રોજેક્ટ્સની હાઇલાઇટ્સ પર Sterlite Techના COO અને MD (Telecom Products & Services), KS Rao એ જણાવ્યું હતું કે, "ભારતીય સંરક્ષણ માટે કાર્ય કરવું, અને આટલાં મોટા પ્રમાણમાં ઇંટિગ્રેટેડ કમ્યુનિકેશન્સ નેટવર્કનું નિર્માણ કરવું એ અમારા માટે વિશેષાધિકાર સમાન છે. માસ્ટર સિસ્ટમ ઇંટિગ્રેટર તરીકે, અમે બે-સ્તરીય કેન્દ્રીય રીતે સંચાલિત IP બૅકબોન પર સાંકેતિક MPLS આંતરમાળખાના આયોજન અને સંરચનાની આગેવાની કરીશું. આ વહીવટી અને સંરક્ષણની કામગીરીઓ માટે ભારતીય નૌસેનાને સુરક્ષિત અને વિશ્વસનીય હાઇવે પૂરાં પાડશે."
તક અને કદમાં અસમાંતરિત, આ પરિયોજનામાં ઉચ્ચ ક્ષમતા IP-MPLS (Internet Protocol - Multi Protocol Label Switching) નેટવર્કનો સમાવેશ થાય છે. એક વખત પૂર્ણ થઈ ગયા પછી, તે બહુવિધ ભારતીય નૌસેના સાઇટ્સ અને ભારત દ્વારા વહીવટ કરવામાં આવતાં ટાપુઓને સાંકળશે.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd [BSE: 532374, NSE: STRTECH], એક વૈશ્વિક ટેક્નોલૉજી અગ્રણી છે જેઓ સ્માર્ટર ડિજિટલ નેટવર્ક્સની સંરચના, નિર્માણ અને સંચાલન કરે છે. Sterlite Tech પ્રોડક્ટ્સ, સેવાઓ અને સોફ્ટવેર ક્ષેત્રે ડિજિટલ વેબ-સ્કેલ ઑફરિંગ સાથે 100 કરતાં વધુ દેશોમાં ગ્રાહકોની સાથેની સામેલગીરી ધરાવે છે. કંપની ભારત, ચીન અને બ્રાઝિલમાં વૈશ્વિક સ્કેલ નિર્માણ સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડીલિવરી સેન્ટર્સ ધરાવે છે. Sterlite Tech ભારતનું એકમાત્ર સેન્ટર ફોર ઍક્સેલેન્સ ફોર બ્રૉડબેન્ડ અને સેન્ટર ફોર સ્માર્ટર નેટવર્ક્સ નેક્સ્ટ જનરેશન નેટવર્ક ઍપ્લિકેશન્સનું ઘર છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવતી પરિયોજનાઓમાં ઇંટ્રુઝન-પ્રુફ સ્માર્ટર ડેટા નેટવર્ક ફોર ધ આર્મ્ડ ફોર્સસ, રૂરલ બ્રૉડબેન્ડ ફોર ભારતનેટ, સ્માર્ટ સિટિઝ ડેવલપમેન્ટ, અને હાઇ-સ્પીડ ફાઇબર-ટુ-ધ-હોમ (FTTH) નો સમાવેશ થાય છે.
વધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો
મીડિયા સંપર્ક:
Sumedha Mahorey
[email protected]
+91-22-30450404
Manager Corporate Communications
Sterlite Technologies Ltd.
ઇન્વેસ્ટર રિલેશન
Vishal Aggarwal
Phone: +91-20-30514000
Email: [email protected]
Share this article