Xrbia Developers જાહેર કરે છે L&T Housing Finance Ltd. સાથે એક વિશિષ્ટ પાર્ટનરશિપ
મુંબઈ, March 15, 2018 /PRNewswire/ --
~લૉન્ચ કરે છે '0% હોમ 100% આનંદ' ઑફર~
L&T Housing Finance Ltd., સાથેની વિશિષ્ટ ભાગીદારીમાં Xrbia એ 15 મી માર્ચથી 18 મી માર્ચ સુધી એક આકર્ષક ગુડી પડવા ઓફરની જાહેરાત કરી છે, જે Xrbia ની ચેમ્બુર સેન્ટ્રલ સાઇટ ખાતે યોજવામાં આવશે. આ શુભ પ્રસંગે, Xrbia એક અનન્ય '0% ઘર, 100% આનંદ' ઓફર લઈને આવે છે જ્યાં તમે એક અકલ્પનીય સોદામાં એક ઉત્તમ ઘર ખરીદી શકો છો.
આ સમય દરમિયાન, એક Xrbia હોમ તેની તમામ ટાઉનશીપ સુખસગવડો સાથે એક ઓફર લાવે છે જેમાં 0% સ્ટેમ્પ ડ્યુટી, 0% રજીસ્ટ્રેશન ફી, 0% GST, 0% ફર્નિચર ખર્ચ, 0% પ્રિ-ઇએમઆઇ (EMI) પઝેશન સુધી, એક વર્ષ માટે 0% મેઇન્ટેનન્સ ચાર્જ અને એક અનન્ય શૂન્ય દસ્તાવેજ લોન યોજના સમાવિષ્ટ છે. આ તમામ લાભ એકસાથે મળીને ભારે મોટી 50% જેટલી લઘુત્તમ બચત તૈયાર કરે છે. એપાર્ટમેન્ટ રિઝર્વ કરવા માટે, એક ઘર ખરીદનારે પોતાના પઝેશન જોખમને ઘટાડવા માટે ફક્ત 2% ડાઉન પેમેન્ટ કરવું આવશ્યક છે.
Xrbia ની અનન્ય 'ઝીરો ડોક્યુમેન્ટ સ્કીમ' ઘર ખરીદનારાઓને આધાર કાર્ડ જેવા મૂળભૂત ઓળખ દસ્તાવેજો સાથે હોમ લોન મેળવવાની તક પ્રદાન કરે છે. વધુ મહત્વપૂર્ણ છે કે, આવકની સાબિતીના દસ્તાવેજો ફરજિયાત નથી. અગાઉ હોમ લોન્સ મેળવવા માંગતા મોટા ભાગના ઘર ખરીદનારાઓ માટે વ્યાપક દસ્તાવેજીકરણ એક મોટી અવરોધ નિર્માણ કરનારી સમસ્યા હતી. Xrbia Developer ની આ પહેલ આંશિક રીતે તેમના આંતરિક ઉપાર્જનો મારફતે કરવામાં આવી છે, અને L&T Housing Finance Ltd. સાથેની વિશિષ્ટ ગીદારી દ્વારા તેને સહાય પ્રાપ્ત થઇ છે. આ બિન-વપરાયેલ માર્કેટ સેગમેન્ટમાંથી આ ઑફરની માંગમાં વધારો થવો અપેક્ષિત છે અને પોતાની માલિકીનું એક ઘર હોય તેવી મહત્વાકાંક્ષા ધરાવતી વ્યક્તિ અને પરિવારો માટે તકો વધારશે.
ચેમ્બુર સેન્ટ્રલ, મુંબઇમાં Xrbia નેરલ, ચાકણમાં એફિલ સિટી અને પૂણેમાં તાલેગાંવમાં Xrbia Ambi સહિત 1,000 કરતાં વધુ એપાર્ટમેન્ટ્સ, વિલાસ અને પ્લોટ્સ છ પ્રોજેક્ટ્સમાં ઉપલબ્ધ રહેશે. તમામ પ્રોપર્ટીઝ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ (RERA) હેઠળ રજીસ્ટર થયેલ છે.
Xrbia Developers Ltd. વિશે:
વધુ સ્માર્ટ, કાર્યક્ષમ અને ટકાઉ શહેરો જે તેના લોકો માટે ઉચ્ચતમ ગુણવત્તા પ્રદાન કરે તેવી ભારતની જરૂરિયાતને Xrbia સમજે છે. ચડિયાતા રહેઠાણ અનુભવની અગ્રતા લઈને, બ્રાન્ડ Xrbia તેના રહેવાસીઓ માટે એન્ડ-ટુ-એન્ડ શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ પૂરી પાડે છે. 2030 સુધીમાં '100 ભાવિ માટે તૈયાર શહેરો' બનાવવાના ધ્યેય અને દૂરદ્રષ્ટિ સાથે, Xrbia એક નવી યાત્રાની શરૂઆત કરી રહ્યું છે જે દેશમાં ગુણવત્તા અને આધુનિક શહેરી વિકાસ માટે બેન્ચમાર્ક બને છે. કન્સ્ટ્રક્શન અને સંચાલનથી લઈને ગ્રાહકોને માપવા, મેનેજ કરવા અને જે સેવાઓનો તેઓ ઉપયોગ કરે છે તે માટે ચુકવણી કરવા માટે સક્ષમ બનાવવા અમે જે કઈં કરીએ છીએ તે આ બ્રાન્ડ માટે ટેક્નોલૉજી દ્વારા સંચાલિત છે. કોમ્પેક્ટ હોમ્સ ડિઝાઇન કરીને અને નિઃશુલ્ક કાર પાર્ક, સ્વિમિંગ પૂલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ સાથેના કમ્યુનિટી સેન્ટરની રચના કરીને વધતી એફોર્ડેબીલીટીના વૈશ્વિક ટ્રેન્ડ સાથે Xrbia તાલ મિલાવે છે. એકલા આ વર્ષે જ તેઓએ ભારતમાં 18 સ્થળોએ શહેરો બનાવ્યાં અને મહારાષ્ટ્રભરમાં 40,000 ઘર લૉન્ચ કર્યા. Xrbia ખાતે, હેતુ માત્ર ઘરો બનાવવાનો જ નથી, પરંતુ તેવા શહેરો જે પર્યાવરણને અનુકૂળ, તકનીકીપણે અદ્યતન, શિક્ષણ માટે પ્રતિબદ્ધ અને સ્વાસ્થ્ય માટે સમર્પિત છે, અને જે સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.xrbia.com ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Sushil Panigrahi
[email protected]
+91-9930634197
Manager - PR, ITW Playworx
Share this article