અમદાવાદ હેલ્પ સેન્ટરમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશન ટેકનિક જીવિત બચી ગયેલા દર્દીઓને કીમોથેરેપી પછી સામાન્ય જીવવા માટે મદદ કરે છે: નોવા આઇવીઆઈ ફર્ટિલિટી
અમદાવાદ, ભારત, June 5, 2018 /PRNewswire/ --
વર્ષ 2014માં 28 વર્ષની જાન્વી (નામ બદલવામાં આવ્યું છે)એ તેનાં સ્તનની એક બાજુએ ગઠ્ઠો જોયો હતો અને તબીબી પરીક્ષણોમાં તેને સ્તન કેન્સર ત્રીજા તબક્કામાં હોવાની પુષ્ટિ થઈ હતી. પછી આંશિક માસ્ટેક્ટોમી કરીને સ્તનનો થોડો ભાગ દૂર કરવામાં આવ્યો હતો તથા ઓન્કોલોજિસ્ટે આગામી બે વર્ષ સુધી કીમોથેરપી અને હોર્મોનલ થેરપી લેવાની સલાહ આપી હતી. કોઈ પણ નવપરણિત દંપતિનાં ભવિષ્યનાં આયોજનમાં બાળકને જન્મ આપવાનું સૌથી વધુ મહત્ત્વ હોય છે અને જાન્વી અને તેનાં પતિ પણ તેમાંથી બાકાત નહોતાં. જોકે કેન્સરની સારવાર પૂર્ણ થયા પછી તેમણે આ માટે પ્રયાસ કર્યો હોવા છતાં જાન્વી ગર્ભ ધારણ કરી શકતી નહોતી. પછી તેમણે નોવા આઇવીઆઈ ફર્ટિલિટીમાં વંધ્યત્વ નિષ્ણાતોની સલાહ લીધી, જેમણે તેમને જાણકારી આપી હતી કે અંડાશયમાં સ્ત્રીબીજ રહ્યાં જ નહોતાં અને 31 વર્ષની વયે જાન્વીનાં અંડાશયમાં કોઈ સ્ત્રીબીજ જ નહોતું.
ભારતમાં કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 40 વર્ષથી ઓછી વય ધરાવતાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ વિવિધ પ્રકારનાં કેન્સરનાં ભોગ બની રહ્યાં છે, જેમાં મહિલાઓમાં સ્તન કેન્સર સામાન્ય છે. તેનાં પરિણામે મહિલાઓની પ્રજનનક્ષમતાને મોટી અસર થાય છે, જેનં પર ઘણી વખત ધ્યાન આપવામાં આવતું નથી. અત્યારે કેન્સરની સારવારમાં જીવન બચાવવામાં સફળ રહેલા એવા યુવાનો અને યુવતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેઓ ગુણવત્તાયુક્ત જીવનની સમસ્યાનો સામનો કરે છે, જેમાં કેન્સરની સારવાર પછી બાળક થવાની સંભવિતતા ન હોવાની સમસ્યા વધારે વિકટ છે. આ પ્રકારનાં સ્થિતિસંજોગોમાં ઓન્કો-ફર્ટિલિટી અથવા ફર્ટિલિટી પ્રિઝર્વેશન વહારે આવે છે. ફર્ટિલિટી પ્રિઝર્વેશન વ્યક્તિની ગર્ભધારણ કરવાની ક્ષમતા કે પ્રજનનક્ષમતા જાળવવામાં મદદ કરવાનો પ્રયાસ છે.
નોવા આઇવીઆઈ ફર્ટિલિટીનાં ડાયરેક્ટર ડૉ. મનિષ બેંકરે કહ્યું હતું કે, "ભારતમાં હજારો મહિલાઓ કેન્સર સામે સંઘર્ષ કરતી હોવાથી કેન્સર પછીનાં જીવનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉંમરનાં ત્રીજા દાયકાનાં અંતે કે ચાલીસનાં દાયકાની શરૂઆતમાં પ્રવેશ કરેલી મહિલાઓ સ્વાભાવિક રીતે ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરતી હોવાથી સ્ત્રીબીજોનું ફ્રીઝિંગ ઓસાઇટ ક્રાયોપ્રિઝર્વેશન તરીકે ઓળખાય છે, જે કીમોથેરેપી અને રેડિયોથેરેપીમાં સંકળાયેલી ચોક્કસ દવાઓમાં તથા રેડિયેશનનો સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેનાથી કેન્સરનાં કોષો અસરકારક રીતે નાશ પામી શકે છે અને કેન્સરનો રોગ ઊથલો મારતો નથી, પણ તેનાથી અંડકોષો અને શુક્રાણુઓને નુકસાન પણ થઈ શકે છે, પરિણામે પાછળથી ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી પડે છે. ફર્ટિલિટી પ્રિઝર્વેશન કેન્સરમાં બચી ગયા પછી કુટુંબ માટે આશાનું કિરણ છે. કેન્સરનાં દર્દીઓ પાસે કેન્સરની સારવાર પૂર્વે તેમનાં અંડકોષો, શુક્રાણુઓ કે સ્ત્રીબીજો ફ્રીઝ કરવાનો વિકલ્પ છે, જેથી જો કમનસીબે વંધ્યત્વ આવે, તો તેઓ જ્યારે તેમની સારવાર પૂર્ણ થાય પછી આઇવીએફ મારફતે પણ ગર્ભ ધારણ કરી શકે છે."
નોવા આઇવીઆઇ ફર્ટિલિટી, અમદાવાદનાં ફર્ટિલિટી કન્સલ્ટન્ટ ડૉ. સંદીપ શાહે કેન્સર અને વંધ્યત્વ વિશે જણાવ્યું હતું કે, "જ્યાં સુધી કેન્સરની સારવારની અસર અંડાશય કે ટેસ્ટિક્યુલર (અંડકોષો)ને અસર ન કરે, ત્યાં સુધી પ્રજનનક્ષમતા પર સીધી અસર ન થાય એવું બની શકે છે. જોકે કેન્સરની સારવાર માટેની દવાઓ અંડકોષોને અસર કરી શકે છે, જેનાં પરિણામે મહિલાઓની પ્રજોત્પાદક કે પ્રજનનક્ષમતામાં ઘટાડો થાય છે. મહિલાઓ નિશ્ચિત સંખ્યામાં સ્ત્રીબીજ સાથે જન્મ લે છે તથા કેટલીક મહિલાઓમાં કીમોથેરેપી અને રેડિયોથેરેપી પ્રજનનક્ષમતા સંપૂર્ણપણે કે આંશિક રીતે ગુમાવવાની સંભવિતતા તરફ દોરી શકે છે. કેટલીક મહિલાઓ કીમોથેરેપી પછી તરત મેનોપોઝ (રજોનિવૃત્તિ)નાં તબક્કામાં પ્રવેશી શકે છે, જેનાં પગલે તેમનું માસિક ઋતુચક્ર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જ્યારે અન્ય કેટલીક મહિલાઓમાં કેન્સરની સારવાર પછી માસિક ઋતુચક્ર ફરી શરૂ થાય છે, પણ જો સારવાર મેળવ્યાં અગાઉ અને સારવાર પૂર્ણ થયા પછી તેમનાં અંડોકોષોમાં સ્ત્રીબીજો પર્યાપ્ત સંખ્યામાં અને ગુણવત્તાયુક્ત હોય, તો જ તેઓ સ્વાભાવિક રીતે ગર્ભધારણ કરી શકે છે. પુરુષોમાં પણ કીમોથેરેપી કે રેડિયોથેરેપીની અસર થાય છે, જેમાં શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થવો, તેની ગતિશીલતા ઘટી જાય છે, તેનું સ્વરૂપ બદલાઈ જાય છે અને ડીએનએમાં ખામી આવવી વગેરે સામેલ છે."
સામાન્ય રીતે દર્દીઓ પરીક્ષણ કરાવવા માટે સૌપ્રથમ ઓન્કોલોજિસ્ટની જ મુલાકાત લેતાં હોવાથી તેમણે જાગૃતિ લાવવા માટે પહેલ કરવી જોઈએ એ મહત્ત્વપૂર્ણ બાબત છે. ઓન્કોલોજિસ્ટે દર્દીઓને કેન્સરની સારવારથી પ્રજનનક્ષમતા કે પ્રજોત્પાદક ક્ષમતા પર કેવી અસર થઈ શકે છે એ સમજાવવું જોઈએ તથા કેન્સરનાં દર્દીઓએ કીમોથેરેપી કે રેડિયોથેરેપી શરૂ કરતાં અગાઉ ફર્ટિલિટી પ્રિઝર્વેશનનાં વિકલ્પો વિશે પણ ચર્ચા કરવી જોઈએ.
ફર્ટિલિટી પ્રિઝર્વેશન ટેકનિક
કેન્સરની સારવારને પરિણામે વંધ્યત્વ માનસિક તણાવ તરફ દોરી શકે છે. સામાન્ય રીતે કેન્સરની સારવારમાં બચી ગયેલા દર્દીઓ પોતાને સારાં માતાપિતા બનશે એટલાં સ્વસ્થ પોતાને માને છે અને પોતાની સારવારનાં અનુભવને એવી રીતે જુએ છે, જેમાં તેઓ પોતાની માતાપિતા તરીકેની ભૂમિકાને વધુ સારી રીતે સમજી શક્યાં છે. માતા બનવાની ઉંમરનાં વર્ષોમાં યુવાન મહિલાઓ કેન્સરનું નિદાન થયા પછી તેમનાં અંડકોષો (એવી મહિલાઓ, જે સાથીદાર ધરાવતી નથી)ને જાળવી શકે છે અથવા અંડકોષો (પરણિત મહિલાઓ) ફ્રીઝ કરી શકે છે. પુરુષો કેન્સરની સારવાર અગાઉ વીર્યનાં નમૂનાને ફ્રીઝ કરી શકે છે.
જાન્વી જેવા કમનસીબ કિસ્સાઓની જેમ કેન્સરનાં દરેક દર્દીને કીમોથેરેપી કે રેડિયેશન સારવાર અગાઉ પોતાનાં અંડકોષો જાળવવાની તક નહીં મળે. એવા ઘણાં કિસ્સાઓ છે, જેમાં કેન્સરનાં દર્દી માટે અંડકોષો જાળવવાનો નિર્ણય લેવામાં ઘણો વિલંબ થઈ જાય છે. કેન્સરની સારવાર પૂર્વે સ્ત્રીબીજો જાળવવાનું સદનસીબ ન ધરાવતા તથા જનનકોશ સંપૂર્ણપણે નાશ થઈ હોય એવી વ્યક્તિઓ માટે સ્ત્રીબીજોનાં દાન સાથે આઇવીએફ સામાન્ય સમાધાન છે. વળી ઘણી વખત સ્ત્રીબીજોનું દાન એવી મહિલાઓમાં વંધ્યત્વની સફળ સારવાર માટે પણ આશીર્વાદરૂપ છે, જે સ્વસ્થ અંડકોષો લાંબો સમય પેદા કરી શકતી નથી. જાન્વીએ સ્ત્રીબીજાની સારવાર મારફતે ગર્ભ ધારણ કર્યો હતો અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
નોવા આઇવીઆઈ ફર્ટિલિટી વિશે
નોવા આઇવીઆઇ ફર્ટિલિટી (એનઆઇએફ) વંધ્યત્વ નિવારણ સેગમેન્ટમાં સૌથી મોટી સેવા પ્રદાતાઓમાં સામેલ છે. એનઆઇએફનો ઉદ્દેશ સ્પેનની આઇવીઆઇ સાથે ભાગીદારીમાં ભારતમાં અત્યાધુનિક આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી) લાવવાનો છે. આ ભાગીદારીના પરિણામે નોવાની આઇવીએફ સેવાઓ અને ટેકનોલોજીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં માલિકીના સોફ્ટવેર, તાલીમ અને ગુણવત્તા વ્યવસ્થાપન સામેલ છે. આઇવીઆઇની જાણકારી અને બહોળા આંતરરાષ્ટ્રીય અનુભવ સાથે એનઆઇએફએ ભારતમાં તેના જેવી જ પ્રમાણભૂત પ્રક્રિયાઓ, પદ્ધતિઓ અને નીતિનિયમો સ્થાપિત કર્યા છે.
આઇયુઆઇ, આઇવીએફ અને એન્ડ્રોલોજી સેવાઓ જેવી મુખ્ય સારવાર પ્રક્રિયાઓ ઉપરાંત એનઆઇએફ ભ્રૂણ અને ઇંડાઓ જાળવવા વિટ્રિફિકેશન, ભ્રૂણ સ્વીકારવાની ગર્ભાશયની ક્ષમતાના સમયની જાણકારી મેળવવા ઇઆરએ, સામાન્ય ભ્રૂણનાં હસ્તાંતરણ માટે પીજીએસ અને પીજીડી - જેવી કેટલીક અત્યાધુનિક ટેકનોલોજી ઓફર કરે છે - આ તમામ પ્રક્રિયાઓ આઇવીએફ-આઇસીએસઆઈ પછી ગર્ભાવસ્થાની શક્યતામાં નોંધપાત્ર વધારો કરે છે, ખાસ કરીને અગાઉ વારંવાર ગર્ભાવસ્થા ધારણ કરવામાં નિષ્ફળતા મળી હોય તો પણ. અત્યારે એનઆઇએફ ભારતમાં 20 વંધ્યત્વ નિવારણ કેન્દ્રો ધરાવે છે (અમદાવાદ (2), બેંગલોર (3), ચેન્નાઈ, કોઇમ્બતૂર, હિસાર, હૈદરાબાદ, ઇન્દોર, જલંધર, કોલકાતા, લખનૌ, મુંબઈ (2), નવી દિલ્હી (2), પૂણે, સુરત અન વિજયવાડા).
વધારે માહિતી મેળવવા મુલાકાત લો www.novaivifertility.com
Media Contact:
Raghavi R
[email protected]
+91(80)67680615
Asst. Manager, PR,
Nova IVI Fertility
Share this article