વડોદરા, ભારત, August 20, 2018 /PRNewswire/ --
ફાયદાકારક નવી ભાગીદારીઓ CoreCommerce India ને ઈ-કૉમર્સ વેચાણ સંચાલિત કરવામાં
સહાય કરે છે
CoreCommerce India એ જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે કે તેઓએ કેટલાક નવા જોડાણો અને અપડેટ્સ લૉન્ચ કર્યા છે જેમાં ભારતના અગ્રણી પેમેંટ ગેટવે સેવા પ્રદાતાઓ સાથેનું જોડાણ સમાવિષ્ટ છે, જે ગ્રાહકો અને વેપારીઓ માટે SaaS ફી ઍકત્રિકરન અને ગ્રાહકો માટે પેમેંટ ગેટવે આધાર સાથે વ્યાપક પેમેંટ સેવાઓ આપે છે. આ CoreCommerce India ને ભારતમાં ઇકોમર્સનું વેચાણ સંચાલિત કરવા માટે એક અનન્ય સ્થાન આપે છે.
(Logo: https://mma.prnewswire.com/media/568973/CoreCommerce_India_Logo.jpg )
સ્માર્ટ ફોન્સ પ્રત્યેનો બદલાવ, ઇન્ટરનેટનો વધતો જતો પ્રવેશ, ઘટતો ડેટાની પહોંચ મેળવવાનો ખર્ચ, અને માઇક્રો એન્ટરપ્રાઈઝ અને ગ્રાહકોને ક્રેડિટનો પ્રવાહ ભારતની ઈ-કૉમર્સ તેજીને સંચાલિત કરી રહ્યાં છે. ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની Morgan Stanley નો અંદાજ છે કે 2026 સુધીમાં ભારતનું ઑનલાઇન રિટેલ બજાર 200 બિલિયન ડૉલર (13,30,550 કરોડ રૂપિયા) સુધી વધશે, જે 2016 ના 15 બિલિયન ડૉલરના સ્તરથી 1200 ટકા વધારે છે. આવા કદના આંકડાઓ સમજવા ઘણીવાર મુશ્કેલ હોય છે. તે એક જ સમયે સ્ફૂર્તિદાયી અને દિગ્મૂઢ કરનારા હોય છે.
જો કોઈ કંપની 200 બિલિયન ડૉલરનો સપાટો જોઈને આશ્ચર્ય પામી રહી હોય, 'આપણે શું કરીએ?' તો ખાતરી રાખો કે, તેઓ એકલા નથી. Harvard Business Review એ આ મહિનાની શરૂઆતમાં લખ્યું હતું તે મુજબ, "બિઝનેસ અગ્રણીઓ માત્ર એક વર્ષ પહેલાં જ શક્ય ન લાગી રહેલા વિશ્વને અનુકૂલિત થવા માટે મૂંઝવણમાં મૂકાઇ ગયા છે. સરહદ વિનાના વિશ્વની ખોટી માન્યતા પડી ભાંગી છે. ખુલ્લા બજારોના પરંપરાગત આધારસ્તંભ - યુનાઈટેડ સ્ટેટ્સ અને યુકે - અસ્થિર થઈ ગયા છે, અને ચાઇના પોતાને વૈશ્વિકીકરણના મક્કમ સંરક્ષક તરીકે પોતાને સ્થાન આપી રહ્યું છે."
વૈશ્વિક ઈ-કૉમર્સ મુજબ, મોટા વિચાર સરળ છે: વૈશ્વિક ઈ-કોમર્સની વિશાળ તકો અવગણવા માટે ખૂબ જ મોટી છે. માત્ર રિટેલ અને B2C માં જ નહીં, પરંતુ ઈ-કૉમર્સની સૌથી ઉપેક્ષિત શ્રેણી - B2B માં પણ.
CoreCommerce India ઈ-કૉમર્સ સ્પેસમાં ઉભરતી તકોનો ફાયદો ઉઠાવી લેવા માટે અન્ય લોકોને સહાય કરવા માટે સ્થિત છે. "અમે પેમેંટ ગેટવે સેવા પ્રદાતાઓ સાથે ભાગીદારી કરીને અમારા ભારતીય ગ્રાહકો માટે લાભદાયી કાર્યો અને સુવિધાઓ ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે અમને વ્યાપક પેમેંટ ગેટવે સુવિધાઓ અને લોજિસ્ટિક્સ સર્વિસ પ્રદાતાઓ આપે છે જે શિપિંગ અને પરિપૂર્ણતા પ્રદાન કરે છે. CoreCommerce India ના વિકાસ અને વિસ્તરણના હેડ Mohnish Mehta જણાવે છે કે કોઈ પણ વ્યવસાયના માલિકને વિશ્વને પહોંચવાની તક આપવા માટે અમારા મજબૂત કાર્યો અને સુવિધાઓ પૂરતા છે."
CoreCommerce India ભારતમાં 3,660,000 વ્યવસાયોની હાજરી પ્રત્યે સભાન છે અને તેમાં મોટાભાગના નાના ઉદ્યોગો છે જે વૃદ્ધિ માટે તક શોધી રહ્યા છે. Mr. Mehta એ જણાવ્યું હતું કે, "અમે સુનિશ્ચિત કરીએ છીએ કે, CoreCommerce India પાસે આ નાના ઉદ્યોગોને મદદ કરવા માટે સાધનો, પહોંચ અને આધાર પ્રણાલી હોય, જે મોટા બજાર જે એક સમયે પહોંચની બહાર હતા તેમાં પ્રવેશવા માટે મદદ કરે."
CoreCommerce India વિશે
CoreCommerce India વડોદરામાં સ્થિત એક ઈ-કૉમર્સ કંપની, જે સરળ અને ઝડપી ઈ-કૉમર્સ સોલ્યુશન છે જે કંપનીઓ અને વ્યક્તિઓને તેમના પોતાના ઑનલાઇન સ્ટોર નિર્મિત કરવા અને સંચાલિત કરવા સક્ષમ બનાવે છે. તે બહુવિધ સુવિધાઓ સાથોસાથ ઉચ્ચ કક્ષાની સુરક્ષા ક્રિયાઓ પ્રદાન કરે છે. તે નાના વેપારો અને વ્યક્તિઓ માટે યોગ્ય પ્લેટફોર્મ છે જેઓ નવા સ્ટોર્સ સેટ કરવા ઈચ્છે છે. http://www.corecommerce.in ની મુલાકાત લઈને CoreCommerce India વિશે વધુ જાણો અથવા [email protected] પર ઇમેઇલ દ્વારા અમારો સંપર્ક કરો.
મીડિયા સંપર્ક:
Mohnish Mehta
[email protected]
+91-7383838983
Head - Growth & Expansion
WV Magic Web Design Private Limited
Share this article