અમદાવાદ, ભારત, September 4, 2018 /PRNewswire/ --
પ્રસિધ્ધ ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ અને નોવા IVI ફર્ટિલિટીના મેડીકલ ડિરેક્ટર ડો. મનીષ બેન્કરની ડો. બિધાનચંદ્ર રોય નેશનલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. મેડિસિનની વિવિધ શાખાઓમાં સ્પેશ્યાલિટીઝ ડેવલપેન્ટને પ્રોત્સાહન આપનારી શ્રેષ્ઠ પ્રતિભાને આ એવોર્ડથી સન્માનવામાં આવે છે. ડો. બી સી રોય નેશનલ એવોર્ડ એ રાષ્ટ્રીય સન્માન છે, જે પ્રતિષ્ઠીત ડોક્ટર્સને આપવામાં આવે છે. મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અર્પણ કરવામાં આવતો આ એવોર્ડ મેડીકલ ક્ષેત્રમાં અપાતો સર્વોચ્ચ પુરસ્કાર છે. ભારતમાં રીપ્રોડક્ટીવ મેડિસિનમાં રિસર્ચ અને ડેવલપમેન્ટમાં સુધારાની દિશામાં સતત પ્રયાસો કરવા બદલ તેમની પસંદગી કરવામાં આવી છે. તેમના પ્રયાસોને કારણે દેશના હજારો નિઃસંતાન દંપતિઓને સરળતાથી અને કિફાયતી દરે વિશ્વકક્ષાની ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ મળી શકી છે.
(Photo: https://mma.prnewswire.com/media/738634/Dr_Manish_Banker_Nova_IVI.jpg )
એવોર્ડ સ્વીકારતા ડો. મનીષ બેન્કરે જણાવ્યું હતું કે, "આઇવીએફ ટ્રીટમેન્ટની ગુણવત્તા સુધારવા માટેના અને તમામ ભારતીયોને તે સુલભ બનાવવાના પ્રયાસોની કદર બદલ ડો. બી સી રોય નેશનલ એવોર્ડ સ્વીકારવો એ મારા માટે સન્માનની વાત છે. ભારત વિશ્વનું હેલ્થકેર ડેસ્ટીનેશન બને, નિષ્ણાંતોના ઊંચા માપદંડો હોય અને નિઃસંતાન દંપતિઓને કિફાયતી દરે સેવા મળે તે મારું સ્વપ્ન છે. નોવા IVI ફર્ટિલિટી અને અન્ય મોટી હેલ્થકેર સંસ્થાઓએ દેશભરમાં કરેલા કામથી ભારતીય હેલ્થકેર ક્ષેત્રનું નામ થયું છે. આ સન્માન માટે મારી પસંદગી કરવા બદલ હું ડો. બી સી રોય નેશનલ એવોર્ડ ફન્ડ સોસાયટી અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો આભાર માનું છું અને આશા રાખું છું કે આ સન્માન અન્યોને મારી જેમ જ આ માનવીય કાર્ય આગળ ધપાવવા પ્રેરિત કરશે."
મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બિધાન ચંદ્ર રોયની સ્મૃતિમાં 1962માં ડો. બી સી રોય એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. ભારતમાં IVF ટ્રીટમેન્ટના પ્રણેતા તરીકે ડો. મનીષ બેન્કરના નામે અનેક પ્રશસ્તિ છે, જેમાં છેલ્લે ડો. બી સી રોય નેશનલ એવોર્ડનો સમાવેશ થાય છે.
ડો. બેન્કર ઇન્ડિયન સોસાયટી ફોર આસિસ્ટેડ રીપ્રોડક્શન (ISAR)ના પ્રેસિડન્ટ અને ઇન્ફર્ટિલિટી કમિટી ઓફ ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રીક એન્ડ ગાયનોલોજીકલ સોસાયટીઝ ઓફ ઇન્ડિયા (FOGSI)ના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ ART બિલ ઓફ ઇન્ડિયા, ICMRની ડ્રાફ્ટીંગ કમિટીના મેમ્બર તથા WHO સંલગ્ન સંસ્થા ઇન્ટરનેશનલ કમિટી ફોર મોનિટરીંગ આર્ટ (ICMART)ના પ્રાદેશિક પ્રતિનિધિ છે.
નોવા IVI ફર્ટિલિટી અંગેઃ
નોવા IVI ફર્ટિલિટી (NIF) ફર્ટિલિટી ક્ષેત્રની સૌથી મોટી સર્વિસ પ્રોવાઇડર્સમાંની એક છે. NIFનો હેતુ સ્પેનની IVIની ભાગીદારીમાં ભારતમાં એડવાન્સ્ડ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (ART) લાવવાનો છે. આ ભાગીદારીને કારણે નોવાની IVF સર્વિસિસ અને ટેકનોલોજીમાં નોંધપાત્ર ઉમેરો થયો છે, જેમાં પ્રોપ્રાઇટરી સોફ્ટવેર, ટ્રેઇનિંગ અને ક્વોલિટી મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. IVIની જાણકારી અને વિશાળ આંતરરાષ્ટ્રીય અનુભવને કારણે NIF ભારતમાં પ્રોસેસ, પ્રોટોકોલ અને પોલિસીનું એ જ અપવાદરૂપ માપદંડ લાવી શકી છે. IUI, IVF જેવી નક્કર પ્રક્રિયાઓ પૂરી પાડવા ઉપરાંત NIF ભ્રુણ અને ઇંડાની સાચવણી માટે વિટ્રિફિકેશન, ભ્રુણ સ્વીકારવા માટે ગર્ભાશયની ક્ષમતાનો સમય નક્કી કરવા ERA, જીનેટિકલી નોર્મલ એમ્બ્રિયોસ ટ્રાન્સફર કરવા PGS અને PGD જેવી આધુનિક ટેકનોલોજી પૂરી પાડે છે. IVF-ICSI બાદની આ તમામ પ્રક્રિયાઓથી ગર્ભધારણની તકોમાં વધારો થાય છે. અગાઉ ગર્ભધારણમાં નિષ્ફળ ગયેલા દર્દીઓને પણ સફળતા મળે છે. NIF હાલમાં ભારતમાં 20 ફર્ટિલિટી સેન્ટર્સ ઓપરેટ કરે છે, જેમાં અમદાવાદ (2), બેંગલુરુ (3), ચેન્નાઇ, કોઇમ્બતુર, હિસાર, હૈદરાબાદ, ઇન્દોર, જલંધર, કોલકાતા, લખનૌ, મુંબઇ (2), નવી દિલ્હી (2), પૂણે, સુરત અને વિજયવાડાનો સમાવેશ થાય છે.
For further information, visit www.novaivifertility.com
Media Contact:
Raghavi R
[email protected]
+91-(80)-67680615
Assistant Manager - PR
Nova IVI Fertility
Share this article