લોન્ચ થયું "નયા હિંદુસ્તાન" કોવિડ-19 એન્થમ વિવિધતા માં એકતા દર્શાવા નો નિહિલન્ટ નો અદભુત પ્રયાસ
MUMBAI, May 26, 2020 /PRNewswire/ -- કોવિડ-19 મહામારીએ દુનિયાભરમાં અવરોધ પેદા કર્યો છે. છેલ્લા બે મહિનામાં ભારતમાં લોકડાઉને લોકોનું જીવન સામાજિક, આર્થિક અને ભાવનાત્મક રીતે બદલી નાખ્યું છે.
મહાલક્ષ્મી ઐયર, ભૂમિ ત્રિવેદી, તોશી સબરી, શ્રદ્ધા પંડિત સાથે મ્યુઝિક ડાયરેક્ટર હિતેશ પ્રસાદે કંઠ આપ્યો છે, ગીતની સંકલ્પના, સંગીત અને ગીત પણ લખ્યું છે હિતેશ પ્રસાદે એ અને તેને જેમાં રાજુ શંકરે પિયાનો અને ગ્લેન ફરનાન્ડીઝે ગિટાર પર સાથ આપ્યો છે. વિડિયોનું દિગ્દર્શન કનિષ્કા શંકરનું છે જ્યારે મિક્સિંગ અને માસ્ટરી તોસીફ શેખની છે. સંગીતના એરેન્જર અને પ્રોગ્રામર રાજુ શંકર અને સંજય જયપુરવાલે છે. પ્રોજેક્ટને નિહિલન્ટ કેર્સ- સીએસઆર પહેલના ભાગરૂપે નિહિલન્ટે ટેકો આપ્યો છે.
આ નવી વાસ્તવિકતાને આપણે અપનાવીએ છીએ ત્યારે નવું ભવિષ્ય પ્રદર્શિત કરવા અને લખવાનો આ સમય છે. આ અભૂતપૂર્વ કટોકટી સાથે પોતાને સાજા કરવા, અવરોધો પાર કરવા અને સીમાઓ તોડવા તેમ જ જોશ, સહાનુભૂતિ અને એકતાને બુલંદ કરવાની આ ઉત્તમ તક છે. નિઃશંક રીતે આ કટોકટીએ આપણને બધાને એકત્રિત કર્યા છે અને આ સમય જાતિ, ધર્મ અને રંગભેદની વૈવિધ્ય વચ્ચે એકતા પ્રદર્શિત કરવાનો આ સમય છે. આ સમય માનવતા, પ્રેમ અને પ્રકાશ પાથરવાનો છે.
આ પાર્શ્વભૂમિ સાથે અમે નવા ભારતને વિઝયુઅલાઈઝ કરવા માટે નયા હિંદુસ્તાન ક્યુરેટ કર્યું છે. દેશ અદષ્ટિગોચર શત્રુ સાથે લડી રહ્યો છે ત્યારે અગણિત કોવિડ-19ના વોરિયર્સ, પડદા પાછળના વીરો અને આશામાં જીવતા, સાહસ અને માનવતામાં શ્રદ્ધાથી એકત્ર અબજો લોકોને આ સલામી છે.
નિહિલન્ટના ડાયરેક્ટર અને એક્ઝિક્યુટિવ ચેરમેન એલ સી સિંહ કહે છે, નયા હિંદુસ્તાન નવા ભારતની વાત છે. તે આપણા બધાને એકત્રિત કામ કરવા માટે જરૂર અને એકતા તથા ભાઈચારાના વિચારને પ્રદર્શિત કરે છે. વિડિયો આ પાસા અને આ કટોકટીએ આપણા બધાને વધુ સારા માનવી તરીકે કઈ રીતે એકત્રિત કર્યા તેને મઢી લે છે.
નિહિલન્ટના ચીફ ક્રિયેટિવ ઓફિસર કે વી શ્રીધર કહે છે, નયા હિંદુસ્તાન નવા ભારત માટેનું એન્થમ છે. દેશ કોવિડ-19 મહામારીની ભીંસમાં છે છતાં માની નહીં શકાય તેવી સ્થિતિસ્થાપકતા, સાહસ અને આશા આ કસોટીમાં સમયમાં પણ બતાવી રહ્યો છે. દેખીતી રીતે જ આ પહેલનો હિસ્સો બનવાનો અનુભવ અદભુત રહ્યો છે.
હિતેશ પ્રસાદ કહે છે, મેં આ મ્યુઝિક વિડિયો મુખ્યત્વા કોમી ભાઈચારો બતાવવા અને કોવિડ-19 અને ઘણી બધી રીતે લોકડાઉનથી પ્રભાવિત આ દેશના લોકોને પ્રોત્સાહિત કરવા માટે લખ્યો અને કમ્પોઝ કર્યો છે. આ વિડિયોનો થકી નવા ભારત- એક એવો દેશ જેને સર્વ ભિન્નતાઓની ઉપર આવવાની અને આ કટોકટીના સમયમાં એકત્ર આવવાની જરૂર છે તે મુખ્ય સંદેશ હું આપવા માગું છું. હું એ પણ ઉલ્લેખ કરવા માગું છું કે આ વિડિયોમાંના કલાકારો અને ગાયકોએ શુદ્ધ સામાજિક કાજ તરીકે આ કામ કર્યું છે અને આ પહેલમાં અમને ટેકો આપવા માટે નિહિલન્ટનો આભારી છું.
ચાલો, નયા હિંદુસ્તાન નિર્માણ કરીએ!
નયા હિંદુસ્તાન જોવા માટે અહીં ક્લિક કરો!
About Us :
હિલેંટ વૈશ્વિક પરામર્શ અને સેવાઓ કંપની છે જે સમસ્યાનું નિરાકરણ અને ફેરફાર મેનેજમેન્ટ માટે માનવ-કેંદ્રિત અભિગમ નો ઉપયોગ કરે છે. ગ્રાહક સંશોધન, પ્રક્રિયા અને તકનીકી માં નિહિલેન્ટની વ્યાપક કુશળતા શ્રેણી બદ્ધ કામગીરી ની નવી ઉચાઈઓને સક્ષમ કરે છે.
Video : https://www.youtube.com/watch?v=s2j0cb70RiQ
Share this article