'મેક ઈન ઈન્ડિયા' થી 'ડિઝાઈન ફોર ઈન્ડિયા': અજય પિરામલ દ્વારા અનંત નેશનલ યુનિવર્સિટીમાં રાષ્ટ્ર નિર્માણ માટેનું વિઝન રજૂ કર્યું
અમદાવાદ, ભારત, Dec. 17, 2025 /PRNewswire/ -- અનંત નેશનલ યુનિવર્સિટીએ તેનો ૭મો દીક્ષાંત સમારોહ ઉજવ્યો, જેમાં ડિઝાઈન, આર્કિટેક્ચર, સસ્ટેનેબિલિટી અને ક્લાઈમેટ એક્શન ક્ષેત્રોના ૨૯૯ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. સમારોહ દરમિયાન બેચલર ઓફ ડિઝાઈન, બેચલર ઓફ આર્કિટેક્ચર, માસ્ટર ઓફ ડિઝાઈન, અનંત ફેલોશિપ ઈન સસ્ટેનેબિલિટી એન્ડ બિલ્ટ એન્વાયર્નમેન્ટ, એમ.એસ.સી. ઈન સસ્ટેનેબિલિટી એન્ડ બિલ્ટ એન્વાયર્નમેન્ટ અને અનંત ફેલોશિપ ફોર ક્લાઇમેટ એક્શનના સ્નાતકોએ ડિગ્રી મેળવી.
આ દીક્ષાંત સમારોહમાં ઝોહો કોર્પોરેશનના સહ-સ્થાપક અને મુખ્ય વૈજ્ઞાનિક, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. શ્રીધર વેમ્બુ, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અજય પિરામલ; પ્રોવોસ્ટ ડૉ. સંજીવ વિદ્યાર્થી; બોર્ડના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.
"અનંત નેશનલ યુનિવર્સિટીમાં આવવું ખરેખર આનંદદાયક રહ્યું છે. અનંતના વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને હેતુપૂર્વક (ઉદ્દેશપૂર્વક) કરવામાં આવેલી ડિઝાઈને મારું મન મોહી લીધું. મેં વિવિધ નોંધપાત્ર કાર્ય જોયું - જે પ્રકારની નવીનતા અને આધુનિકતા આપણા રાષ્ટ્રને તાત્કાલિક જરૂર છે," ડૉ. વેમ્બુએ પોતાના વિચાર દ્વારા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને શ્રોતાઓને પોતાની વાતમાં ઊંડાણપૂર્વક જોડી લીધા હતાં. તેમણે ભારતના વિકસિત ડિઝાઈન લેન્ડસ્કેપ પર પ્રતિબિંબ પાડ્યો, ભવિષ્યલક્ષી વિચારસરણીના મહત્વ પર ભાર મૂક્યો." આપણે ઘણીવાર આપણા ભૂતકાળની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, છતાં ભાગ્યે જ આપણે વર્તમાનમાં જે બનાવી રહ્યા છીએ તેનું સન્માન કરવા માટે વિચારીએ છીએ. આપણે આપણા પોતાના જીવનકાળથી આગળ વિચારવું જોઈએ અને ભવિષ્ય માટે સર્જન કરવું જોઈએ, અને અનંત સ્પષ્ટપણે તેના વિદ્યાર્થીઓને તે જ કરવાનું શીખવી રહ્યા છે."
ડૉ. વેમ્બુ, જેમણે ૧૯૯૬માં ઝોહોની સહ-સ્થાપના કરી હતી અને વીસ વર્ષથી વધુ સમય સુધી સી.ઈ.ઓ તરીકે કંપનીનું નેતૃત્વ કર્યું હતું, તેઓ હવે કંપનીના અત્યાધુનિક એ.આઈ. અને ડીપ-ટેક સંશોધનનું નેતૃત્વ કરે છે - એક ઉત્ક્રાંતિ જેનું તેઓ "આવતીકાલ માટે નિર્માણનો આનંદ" તરીકે વર્ણન કરે છે.
તેમના સંબોધન પછી, અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પિરામલે રાષ્ટ્રીય પરિવર્તન માટે ડિઝાઈનને એક શક્તિશાળી માધ્યમ તરીકે ગાણાવ્યું. "ડિઝાઈન આપણને ઉદ્યોગોની પુનઃકલ્પના કરવા, સમુદાયોનું પુનર્નિર્માણ કરવા અને આપણા પર્યાવરણને નવીકરણ કરવા માટે સાધનો આપે છે. આ રીતે આપણે 'મેક ઇન ઇન્ડિયા' ને એક મહત્વાકાંક્ષા તરીકે 'ડિઝાઈન ફોર ઈન્ડિયા' એક ફિલસૂફી તરીકે રૂપાંતરિત કરીએ છીએ," તેમણે કહ્યું.
ભવિષ્યની યાત્રા માટે વિકસતા ભારતના સંદર્ભમાં પ્રોવોસ્ટ ડૉ. સંજીવ વિદ્યાર્થી એ ડિઝાઈન, આર્કિટેક્ચર, સસ્ટેનેબિલિટી, ક્લાઈમેટ એક્શન અને ફેલોશિપ પ્રોગ્રામના ૨૯૯ ગ્રેજ્યુએટ ને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે, "તમે જીવનનો નવો અધ્યાય શરુ કરવાં જઈ રહ્યાં છો અને યાદ રાખો કે શરૂઆત કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ ન હોઈ શકે. ભારત એક અદ્ભુત તકની ઘડીમાં ઉભું છે. થોડા દાયકાઓમાં જ વિકાસ, નવીનતા અને વિકસિત ભારત બનવા તરફ હેતુપૂર્વક આગળ વધી રહ્યા છીએ."
તેમણે યુવા ડિઝાઈનરોની પેઢીગત જવાબદારીને વધુ મજબૂત બનાવી: "તમે એક ટકાઉ, સમાવિષ્ટ અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત દેશ એવા વિકસિત ભારતના નિર્માતા બનશો. એક એવું ભારત જ્યાં ડિઝાઈનની વિચારસરણી દ્વારા શાસન, ઉદ્યોગ અને રોજિંદા જીવનને આકાર આપે છે."
આ વર્ષના દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા, શ્રેષ્ઠ ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ, શ્રેષ્ઠ થીસીસ, શ્રેષ્ઠ લાઇવ-એક્શન પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સ્નાતક થયેલા વિદ્યાર્થીઓની સર્જનાત્મક યાત્રાને પ્રદર્શન કરવા માટે, યુનિવર્સિટીએ તેના સમગ્ર કેમ્પસને એક જીવંત પ્રદર્શનીમાં પરિવર્તિત કરી દીધું હતું. સ્ટુડિયો, ગેલેરીઓ અને ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત નવીનતાઓનો સંગ્રહ પ્રદર્શિત કર્યો - ડિઝાઇનના પ્રોટોટાઇપ્સ અને ટકાઉપણું ઉકેલોથી લઈને, સ્થાપત્ય, મોડેલો અને કલાઇમેટ એક્શનમાં નવીન પહેલ સુધી - યુનિવર્સિટી દ્વારા ભારતના ભવિષ્યને આકાર આપતા વિચારોના જીવંત સંગ્રહાલયમાં ફેરવી દીધું હતું.
સ્નાતક જૂથની સર્જનાત્મક યાત્રાને યાદગાર બનાવવા માટે, યુનિવર્સિટીએ તેના સમગ્ર કેમ્પસને એક જીવંત, ઇમર્સિવ પ્રદર્શન સ્થળમાં પરિવર્તિત કર્યું. સ્ટુડિયો, ગેલેરીઓ અને ઓડિટોરિયમોએ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ઘણી નવીનતાઓને પ્રદર્શિત કરવામાં આવી - ડિઝાઇન પ્રોટોટાઇપ્સ અને સસ્ટેનેબિલીટી ઉકેલોથી લઈને આર્કિટેક્ચરમોડેલો અને ક્લાઇમેન્ટ -એક્શનની પહેલ સુધી - યુનિવર્સિટીને ભારતના ભવિષ્યને આકાર આપતા વિચારોના જીવંત મ્યુઝિયમમાં ફેરવી દીધી છે.
વધુ માહિતી માટે https://anu.edu.in/ પર ક્લિક કરો
અનંત નેશનલ યુનિવર્સિટી વિશે
અનંત નેશનલ યુનિવર્સિટી, ભારતની અગ્રણી ડિઝાઇન યુનિવર્સિટી, વિદ્યાર્થીઓને વૈશ્વિક સમસ્યાઓના ઉકેલો શોધવા માટે તાલીમ આપવા માટે સમર્પિત છે. અનંત DesignX શિક્ષણશાસ્ત્રને અનુસરે છે, જ્યાં 'X' એ ગણિતમાંથી લેવામાં આવેલ પ્રતીક છે, જે ઉન્નતીકરણનું પ્રતિનિધિત્વ કરે છે. આ નવો શિક્ષણ અભિગમ પરંપરાગત ડિઝાઇન શીખવવાને ઉદાર કલા શાખાઓ, ઉભરતી તકનીકો અને વ્યવહારુ સમુદાયના અનુભવોમાંથી મેળવેલા જ્ઞાન સાથે જોડે છે જેથી આપણા વિશ્વને વધુ સારી રીતે સમજવામાં અને અસરકારક ઉકેલો શોધવામાં મદદ મળે.
ડિઝાઇન, આર્કિટેક્ચર, ક્લાયમેટ એક્શન અને વિઝ્યુઅલ આર્ટ્સમાં અમારા બહુ-શાખાકીય સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરલ કાર્યક્રમો વિવિધ પડકારોનો સામનો કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંકલિત કરવા માટે વિવિધ શાખાઓ અને પરંપરાગત પદ્ધતિઓમાંથી જ્ઞાનનો ઉપયોગ કરે છે. અમે અમારા ડિઝાઇનર્સને ઉકેલવાદી બનવા માટે તાલીમ આપીએ છીએ - ઉકેલલક્ષી વિચારસરણી ધરાવતા ક્રાંતિકારી વિચારકો.
અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે માન્યતા આપવામાં આવી છે, જે અમારા વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ, નવીન શિક્ષણ, ઉચ્ચ રોજગારક્ષમતા અને ઉન્નત ઉદ્યોગસાહસિક અને સંશોધન તકો પ્રદાન કરવાના અમારા પ્રયાસોને પ્રકાશિત કરે છે. અનંતએ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) 2023-24 માં આર્કિટેક્ચર શ્રેણીમાં પ્રતિષ્ઠિત '5-સ્ટાર રેટિંગ' અને યુનિવર્સિટી શ્રેણીમાં '4-સ્ટાર રેટિંગ' પણ મળ્યું છે. આ માન્યતાઓ એક મહાન પ્રતિષ્ઠાઅને વિશ્વ કક્ષાની સંસ્થા બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત
બનાવે છે.
વિડીઓ: https://mma.prnewswire.com/media/2843551/ANU_Convocation_2025.mp4
Share this article