Cosmoprof India 2019 ભારતમાં વેપારની તકોને ઑપ્ટિમાઇઝ કરવા વલણો અને જીત મેળવવાની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે
મુંબઈ, May 22, 2019 /PRNewswire/ --
BolognaFiere અને UBM India દ્વારા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (બીઇસી) ખાતે 12 થી 14 મી જૂન સુધી યોજાનારી ઇવેન્ટ, Cosmoprof India, 2019 ની આવૃત્તિની, મુખ્ય થિમ્સમાં ભારતમાં કોસ્મેટિક માર્કેટની વિશિષ્ટ જરૂરિયાતોનો સમાવેશ થશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/887631/Cosmoprof_India_Logo.jpg )
નવીનતમ વલણો, શ્રેષ્ઠ સંચાર અને માર્કેટિંગ ઉકેલો, ભારતની શ્રેષ્ઠ પ્રદર્શન વિતરણ નીતિઓ મુંબઇ ઇવેન્ટમાં ચર્ચા કરવાના કેટલાક વિષયો છે. પ્રદર્શન 19 દેશોમાંથી 200 થી વધુ કંપનીઓને હોસ્ટ કરશે, જે કાચા માલસામાનથી મશીનરી અને ઓટોમેશન, કોન્ટ્રેકટ મેન્યુફેકચરિંગથી ખાનગી લેબલ, અને પ્રાયમરી અને સેકન્ડરી પેકેજીંગથી લઈને તૈયાર ઉત્પાદન - પર્ફ્યુમરી અને કોસ્મેટિક્સ, બ્યુટી સેલોન અને સ્પા, વાળ, નેઇલ અને કુદરતી અને ઓર્ગેનિક સુધીના ઇન્ડસ્ટ્રીના તમામ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરશે.
Cosmoprof India માં યુરોપ, નોર્થ અમેરિકા અને ફાર ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ઓપરેટર્સ અપેક્ષિત છે. જ્યારે જથ્થાબંધ વિક્રેતાઓ, વિતરકો અને વેચાણ એજન્ટો તેમના સંદર્ભ બજારમાં ભવિષ્યવાદી નવીનતા શોધી શકે છે, ત્યારે ઉત્પાદકો, પેકેજીંગ અને મશીનરી નિષ્ણાતો, વિક્રેતાઓ, તેમની કંપનીઓ માટે સૌથી વધુ રસપ્રદ ઔદ્યોગિક ઉકેલો શોધે છે. સેલોન માલિકો અને રિટેલરો પણ તેમના સેલ્સ પોઇન્ટની ઑફર કેવી રીતે સમૃદ્ધ બનાવવી તે પણ શોધશે.
Cosmoprof India મેઇડ ઇન ઇન્ડિયા બ્યૂટીના વિકાસ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે: તે સ્થાનિક કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય મુખ્ય ખેલાડીઓ વચ્ચે નેટવર્કિંગ અને ભાગીદારી માટે ઉત્પ્રેરક બનશે, જે વિકાસની નવીનતાઓ, તકનીકો અને ક્ષેત્રના ઉકેલોને પ્રેરણા આપશે, જેનાથી ગુણવત્તાવાળા ઉત્પાદનમાં વધારો થશે. આજની તારીખે, ભારત એક વિશાળ સંભવિત બજાર છે: ઉદાહરણ તરીકે, 2018 અને 2023 ની વચ્ચેના સમયગાળા દરમિયાન, ખાસ કરીને પર્ફ્યુમરી ક્ષેત્રમાં 19.6% અને મેક-અપ સેગમેન્ટમાં 13.1% ની વૃદ્ધિ સાથે 9.7% વૃદ્ધિની અપેક્ષા છે.
વિશિષ્ટ પહેલો - COSMOTALKS અને COSMOPROF ઓનસ્ટેજ
Cosmoprof India ભારતીય કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાં ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે એક મહત્વપૂર્ણ તક રજૂ કરે છે. CosmoTalks કૅલેન્ડર, ઉદાહરણ તરીકે, વર્કશોપ અને તાલીમ સત્રો ધરાવે છે. તે ઑપરેટર્સ અને ડિસ્ટ્રિબ્યુટરને સમર્પિત છે અને તે ક્ષેત્રના નિષ્ણાતો, વલણ અને ડિઝાઇન એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને હોસ્ટ કરશે, જે તેમના જ્ઞાનને વ્યવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે શેર કરશે. તેઓ ભારતીય બજાર, બ્રાન્ડ વિતરણ અને સંચાર ઉકેલો, વિશિષ્ટ ક્ષેત્રોના વિકાસ, જેમ કે વ્યાવસાયિક હેર અને નેલ અને ગ્રીન બ્યુટીની પરિકલ્પના માટે પ્રભાવશાળી વલણોની ચર્ચા કરશે. MINTEL, KLINE & GROUP, CENTDEGRES, WGSN, EUROMONITOR INTERNATIONAL અને BEAUTYSTREAMS આ પહેલના કેટલાક મુખ્ય ભાગીદારો છે.
Cosmoprof Onstage, LOOKX, SWATI, DERMAPEN, PEVONIA, BARBA ITALIANA અને RICA સાથે DNG GROUP જેવી પ્રદર્શિત કરનારી કંપનીઓને ખરીદદારો અને વ્યાવસાયિકોને મળવા સાથે નવા ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટે તકો પ્રદાન કરશે.
COSMOPROF INDIA AWARDS
Cosmoprof India Awards, Cosmoprof ની જૂન આવૃત્તિમાં ભવ્ય શરૂઆત કરશે. ભારતીય ઇન્ડસ્ટ્રીમાં ગુણવત્તા અને સંશોધનની ઉજવણી કરવા માટે સજ્જ, એવોર્ડ્સ શ્રેષ્ઠ પ્રદર્શન કંપનીઓને સન્માનિત કરશે અને વિજેતાઓને ઇન્ડસ્ટ્રી ખેલાડીઓ સાથે વધુ દૃશ્યતા પ્રાપ્ત કરાવશે. પ્રદર્શકો તેમની એપ્લિકેશન 14 મે સુધીમાં સબમિટ કરી શકે છે; પછી, નિષ્ણાતોની જૂરી મેના અંત સુધીમાં ફાઇનલિસ્ટ પસંદ કરશે. Cosmoprof India ના ગાલા એવોર્ડ ઇવેન્ટ દરમિયાન, 12 જૂનના રોજ વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.
આ આ પહેલ આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ એજન્સી Beautystreams, તેમ જ ડિઝાઇન એજન્સી centdegrés જે ટ્રોફીનું નિર્માણ કરે છે, તેમની સાથેના સહયોગને કારણે લાભ મેળવશે.
વધુ માહિતી માટે, http://www.cosmoprofindia.com/en
http://www.cosmoprofindia.com | Facebook | LinkedIn | Instagram પર અમને ફોલો કરો!
UBM Asia વિશે
UBM Asia એ Informa Markets સાથે જોડાણ કર્યું છે જે પ્રદર્શનો અને ડિજિટલ સામગ્રી અને સેવાઓ મારફતે વિશ્વભરમાં વેપાર, નવીકરણ અને વૃદ્ધિ માટે ગ્રાહક સમુદાયો અને વિશિષ્ટ બજારોને મદદ પૂરી પાડનારા વ્યવસાય તરીકે સમર્પિત છે. અમારી બ્રાન્ડ બદલાઈ રહી હોવા છતાં, ગ્રાહકો અને ભાગીદારોની સફળતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા મજબૂત છે.
મીડિયા સંપર્ક:
એશિયા:
UBM India Pvt. Ltd:
Ms. Roshni Mitra
P: +91-7506183888
[email protected]
Ms. Mili Lalwani
P: +91-9833279461
[email protected]
વિશ્વભરમાં:
BolognaFiere Cosmoprof Spa:
Mr. Paolo Landi
P: +39-02-45-47-08-320
[email protected]
Ms. Arianna Rizzi
P: +39-02-45-47-08-253
[email protected]
Share this article