GTPL Hathway Limited તેનું HITS પ્લેટફોર્મ, "GTPL Infinity" લોન્ચ કર્યું, જે નિર્બાધ એન્ટરટેઇનમેન્ટ ડિલિવરીના યુગની શરૂઆત કરે છે
અમદાવાદ, ભારત, Dec. 3, 2025 /PRNewswire/ -- GTPL Hathway Limited, ભારતના સૌથી મોટા ડિજિટલ કેબલ ટીવી પ્રદાતા અને અગ્રણી બ્રોડબેન્ડ સેવા પ્રદાતાએ આજે GTPL Infinityના લોન્ચની જાહેરાત કરી છે, તે Headend in the Sky (HITS) પ્લેટફોર્મ છે જે સમગ્ર ભારતમાં ડિજિટલ બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્ટેન્ટ ડિલિવરીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.
GTPL Infinityને વિશ્વના સૌથી મોટા સી-બેન્ડ ટેલિપોર્ટ સેટઅપ દ્વારા સપોર્ટ મળ્યો છે, જે અમદાવાદ, ગુજરાતમાં છે. આ વ્યૂહાત્મક રોકાણ GTPL ને સેટેલાઇટ-આધારિત સામગ્રી વિતરણમાં સૌથી આગળ રાખે છે, જેને લીધે જેનાથી સમગ્ર ભારતમાં ~800 ચેનલો ઉપલબ્ધ થાય છે, જેમાં ~100 એચડી ચેનલો પણ શામેલ છે—જેને દેશભરમાં સરળતાથી પહોંચાડવામાં આવે છે.
GTPL Infinity ડિજિટલ ભારત વિઝન સાથે સુસંગત છે અને તેનું વિશ્વ કક્ષાની, અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિશ્વસનીય, ઉચ્ચ-ગુણવત્તાવાળી ડિજિટલ સિગ્નલ ડિલિવરી સિસ્ટમ ભાગીદારોને આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. GTPL Infinity સેટેલાઇટ Telkom-4 પર બહુવિધ સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર દ્વારા પાવર મળે છે, જે એશિયાના અગ્રણી સેટેલાઇટ ઓપરેટર PT Telkomsat Satellite, ઇન્ડોનેશિયા સાથેના કરારનું સમર્થન છે.
આ પ્લેટફોર્મ GTPL ને ઓછા ડિલિવરી ખર્ચ સાથે આખા દેશમાં તેની સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનાવશે, અને સામગ્રી ભાગીદારી અને પ્રાદેશિક વિસ્તરણ દ્વારા મુદ્રીકરણના નવા રસ્તાઓ ખોલશે. ડિજિટલ સેવા પ્રદાતાઓ (એલએમઓ/એલસીઓ, એમએસઓ, વાણિજ્યિક સ્થાપનાઓ, વગેરે) એક જ ડીશ એન્ટેના અને ઓછામાં ઓછા રોકાણનો ઉપયોગ કરી, ઝડપી માળખાગત સુવિધા સેટઅપ દ્વારા ઝડપથી બજારમાં પ્રવેશી શકે છે. સિગ્નલોની સેટેલાઇટ ડિલિવરી ઉચ્ચ અપટાઇમ અને વિશ્વસનીયતાની ગેરંટી આપે છે, જ્યારે ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉપકરણો ઓછી જાળવણીની ખાતરી આપે છે.
GTPL સાથેના જોડાવવાથી ભાગીદારોને ડિજિટલ કેબલ ટીવી ઉપરાંત હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ, બંડલ ઓટીટી સેવાઓ, ક્લાઉડ ગેમિંગ વગેરે જેવી ઘણીબધી સેવાઓની શ્રેણી ઓફર કરી શકશે, જેથી ગ્રાહકોની મનોરંજન અને કનેક્ટિવિટીની તમામ જરૂરિયાતોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકાય.
GTPL Infinityની મુખ્ય બાબતો
- રાષ્ટ્રવ્યાપી માપનીયતા: GTPL Infinity એક સિંગલ ડાઉનલિંક એન્ટેના સાથે ઝડપથી ડિપ્લોયમેન્ટને સક્ષમ બનાવે છે, જેનાથી વ્યવસાયિક ભાગીદારો 24 કલાક જેટલા ટૂંકા સમયમાં લાઈવ થઈ શકે છે— જે પછાત પ્રદેશો કે જયાં સર્વિસ ઓછી છે તેમના માટે ગેમ-ચેન્જર છે.
- સામગ્રી ઊંડાઈની અને વિવિધતા: ~800 ચેનલોની આયોજિત ક્ષમતા સાથે, જેમાં ~100 એચડી ઓફરિંગનો સમાવેશ થાય છે, GTPL Infinity પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વિશિષ્ટ સામગ્રીની જરૂરિયાતોને સમર્થન આપે છે - જેને લીધે સબ્સ્ક્રાઇબર જોડાણ અને રીટેન્શનને વેગ મળે છે.
- માળખાગત સુવિધાનો ફાયદો: ગ્રીન-ફિલ્ડ અમદાવાદ ટેલિપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણક્ષમ ક્ષમતા, અતિરેક અને ઉચ્ચ અપટાઇમ છે - જે વર્તમાન અને ભવિષ્યની સેવાઓ માટે મજબૂત કરોડરજ્જુનું નિર્માણ કરે છે.
- સમાવેશી વૃદ્ધિ: GTPL Infinity દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા સિગ્નલ ડિલિવરી પહોંચાડે છે, નવા બજારો ખોલે છે અને સામાજિક-આર્થિક તબક્કાઓમાં ડિજિટલ સમાવેશને ટેકો આપે છે.
GTPL Hathway Limitedના મેનેજિંગ ડિરેક્ટર Mr. Anirudhsinh Jadeja જણાવ્યું કે, "GTPL Infinity સમગ્ર ભારતમાં કન્ટેન્ટ ડિલિવરીને આધુનિક અને બધાને એકસરખા બનાવવાની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ પડાવ છે". "વિશ્વના સૌથી મોટા સી-બેન્ડ ટેલિપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી એકનો ઉપયોગ કરીને, અમે ફક્ત અમારી ઓપરેશનલ ક્ષમતાઓ જ વધારી રહ્યા નથી પરંતુ અમારા ભાગીદારો માટે નવી કાર્યક્ષમતા લાવી રહ્યા છીએ -જેનાથી ઝડપી ડિપ્લોયમેન્ટ, વ્યાપક પહોંચ અને શ્રેષ્ઠ સિગ્નલ ગુણવત્તાને સક્ષમ બનાવી રહ્યા છીએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે, GTPL Infinity દરેક જણને એકસાથે લઈને ચાલવાની અમારી મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મહાનગરો હોય, નાના શહેરો હોય કે દૂરના ગામડાં હોય, અમે ખાતરી કરી રહ્યા છીએ કે દરેક ઘરને ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન અને માહિતીનો અનુભવ કરવાની તક મળે. આ ફક્ત એક ટેકનોલોજીકલ અપગ્રેડ નથી - આ ડિજિટલ ઇક્વિટી અને વૃદ્ધિ માટે રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન છે."
વીએમસીએલએલપી ના મેનેજિંગ પાર્ટનર અને ભારતમાં PT Telkomsatના અધિકૃત પ્રતિનિધિ, Vishal Mathur કહ્યુ કે: "ભારતનું પ્રસારણ ક્ષેત્ર ઝડપથી બદલાય રહ્યું છે, અને GTPL સાથેની અમારી ભાગીદારી ગ્રામીણ અને નાના-શહેરી વિસ્તારોમાં ડિજિટલ ટેલિવિઝનની પહોંચના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. Telkomsatના સેટેલાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાદેશિક વિડિઓ પડોશીનો લાભ લઈને, GTPL તેના HITS પ્લેટફોર્મને વધારવા અને દેશભરમાં વિશ્વસનીય, કેરિયર-ગ્રેડ સેવાઓ પૂરી પાડવા માટે સારી સ્થિતિમાં છે. અમને ભારતની ડિજિટલ પ્રસારણ યાત્રાને ટેકો આપવાનો અને તેના સતત તેના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવાનો ગર્વ છે."
GTPL Hathway Limited વિશે
GTPL Hathway Limited ડિજિટલ કેબલ ટીવી સેવાઓ પ્રદાન કરતી ભારતની સૌથી મોટી એમએસઓ છે અને તે ભારતમાં સૌથી મોટી ખાનગી વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતાઓમાંથી એક છે. કંપની ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ કેબલ ટીવી અને વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતા છે પશ્ચિમ બંગાળમાં અગ્રણી ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા છે. કંપનીની ડિજિટલ કેબલ ટીવી સેવાઓ ભારતભરના 26 રાજ્યોમાં 1,500+ થી વધુ નગરો સુધી પહોંચી છે. કંપની 48,000+ બિઝનેસ પાર્ટનર્સ, 200+ બ્રોડકાસ્ટર્સ, 1,750+ એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ અને 30+ સરકારી પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગીદારી ધરાવતાં એક વિસ્તૃત નેટવર્કનો આનંદ માણે છે. કંપની 975+ ટીવી ચેનલોની એક શાનદાર સૂચિ પ્રસ્તુત કરે છે, જેમાં 130+થી વધુ ચેનલો GTPLની માલિકીની અને સંચાલિત પ્લેટફોર્મ સેવાઓ છે. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, કંપની પાસે 9.50 મિલિયન સક્રિય ડિજિટલ કેબલ ટીવી સબ્સ્ક્રાઇબર્સ અને 1.05 મિલિયન બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ છે અને લગભગ 5.95 મિલિયનનો બ્રોડબેન્ડ હોમ-પાસ છે.
Logo: https://mma.prnewswire.com/media/2834679/GTPL_Infinity_Logo_Logo.jpg
Share this article