બેંગલોર, December 24, 2015 /PRNewswire/ --
HSR લેઆઉટ, બેંગલોર ખાતે પ્રથમ આઉટલેટનો પ્રારંભ
ઑનલાઇન ગિફ્ટ્સ માટેની ભારતનું સૌથી માર્કેટપ્લેસ, sendmygift.com, HSR લેઆઉટ, બેંગલોર ખાતે તેનાં પ્રમુખ રીટેઇલ આઉટલેટ - 'Total Celebrations' ના પ્રારંભ સાથે ગિફ્ટિંગ ઉદ્યોગની પુન:વ્યાખ્યા કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151223/10137304-a)
(Logo: http://photos.prnewswire.com/prnh/20151223/10137304)
સ્ટોર તેનાં ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણીમાંથી જુદા-જુદા પ્રસંગો માટે ગ્રાહકોને ગિફ્ટ્સ પસંદ કરવાની તક આપે છે. તે જન્મદિવસો, વર્ષગાંઠો, ધાર્મિક ઉત્સવો અને અન્ય કોઇપણ તહેવારો માટેના વ્યાપક કલેક્શન સાથે ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી પ્રસ્તુત કરે છે.
"અમે HSR લેઆઉટમાં અમારા પ્રથમ આઉટલેટના શુભારંભ તરીકે અમારા પ્રમુખ સ્ટોરને ખૂલ્લો મૂકતાં ખૂબજ ઉત્તેજિત છીએ," Total Celebrationsના સ્થાપક અને CEO, ડૉ. મનદીપ કૌરે જણાવ્યું હતું. "મેં મારા ઘણાં મિત્રો અને પરિવારના સભ્યોને હંમેશા શું ગિફ્ટ આપવી, સારી ગિફ્ટ ક્યાંથી ખરીદવી વિ. ની ચિંતા કરતા જોયા છે. તેઓ સર્વસામાન્ય ગિફ્ટ્સ કૉમ્બો-બૂકે-કેક-ગ્રીટિંગ કાર્ડ-મોમેન્ટોની ખરીદી માટે સામાન્ય રીતે 3 થી 4 શૉપ્સ ફરે છે, જે ખરેખર તો થકવી દેનારી પ્રવૃત્તિ છે. આ પ્રશ્નના સમાધાન માટે, અમે Total Celebrations - ગુણવત્તાની વિભાવના, એક જ છત નીચે ગિફ્ટિંગ ઉત્પાદનોની વિશાળ શ્રેણી, સર્વોત્કૃષ્ટ ગ્રાહક સેવા અને વિસ્તારિત ગ્રાહક આધાર સાથેનું વિલક્ષણ વાતાવરણ જે આસપાસના સમુદાયોને ગિફ્ટ્સ માટેના શૉપિંગનો એક વાસ્તવિક અનુભવ પૂરો પાડશે. Sendmygift એ બાબતની સ્પષ્ટ દૃષ્ટિકોણ ધરાવે છે કે આવનારા વર્ષોમાં અમે શું હાંસલ કરવા માંગીએ છીએ. અમે ગિફ્ટિંગને અમારા ગ્રાહકો માટે સરળ અને અનુકૂળ બનાવવાનો નિર્ધાર કરેલો છે. વર્ષ 2016માં અમે સમગ્ર ભારતમાં વધુ આઉટલેટ્સ શરૂ કરવાનું આયોજન કરી રહ્યાં છીએ."
આ પ્રમુખ સ્ટોર ભવ્ય આંતરિક સાજ સજ્જા સાથે ક્રિસમસ ઉત્પાદનો, કોમ્બોઝ, બુકે, પેસ્ટ્રી, કેક્સ અને જન્મદિવસના ઉત્પાદનો તેમજ રમકડાં, હસ્તકળાની વસ્તુઓ, ફૂલદાનો, મૂર્તિઓ અને અન્ય ગિફ્ટિંગ ઉત્પાદનો ની રૂ. 10 થી રૂ. 20,000ની મૂલ્ય શ્રેણી ધરાવતાં ગિફ્ટ વિચારોની જુદી જુદી શ્રેણીની પ્રસ્તુતિ સાથે 2000 ચો ફૂ. વિસ્તાર ધરાવે છે. શુભારંભના ભાગરૂપે, દર્શકો 6-ફૂટ ડાન્સિંગ સાંતા સાથે તેમનાં પોતાના સેલ્ફી ખેંચીને ખુશ થશે જે શહેરમાં એક નવી વિભાવના છે.
'Total Celebrations' સ્પર્ધાત્મ્ક કિંમતોના USP, અનન્ય SKU, મૈત્રીપૂર્ણ ગિફ્ટિંગ સલાહકારો અને સંપૂર્ણ સેલિબ્રેશન પેક્સ કે જે બધી જ (ફ્લોરિસ્ટ, બુકે, ગિફ્ટ્સ, ગ્રીટિંગ કાર્ડ્સ, રમકડાં, જન્મદિવસ વિ.) ગિફ્ટિંગ જરૂરિયાતો પૂરી પાડે છે, તેનાં પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યું છે.
તમારી જાતને પસંદગીઓ અંગેની ચિંતા નહીં કરવાની ચમત્કારિક ગિફ્ટ આપવા માટે 'Total Celebrations' માં પધારો.
sendmygift.com વિશે
sendmygift.com વિશેષ રૂપથી બધી જ ઉંમરના અને પ્રસંગો માટેના ભારતના સૌથી મોટા ઑનલાઇન ગિફ્ટ્સ સ્ટોર્સમાંથી એક છે. આ કંપનીએ નવેમ્બર, 2015થી બધાને 'લાગણીઓની ડીલિવરી'ની વિભાવનાથી તેની કામગીરીની શરૂઆત કરી છે. sendmygift.com ડૉ. મનદીપ કૌરની માલિકીની અને તેમના દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જેઓ તેમનાં ગ્રાહકોને માત્ર ગિફ્ટ્સના વિતરણ દ્વારા જ નહીં પરંતુ ગ્રાહકોની લાગણીઓને તેમનાં પ્રિયપાત્રો સુધી વિતરણ કરવામાં ઑનલાઇન ગિફ્ટિંગ માટેના અનન્ય વિચારો અને અનુભવો પૂરા પાડવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીનું વડું મથક બેંગલોરમાં છે અને સમગ્ર દેશમાં તેની હાજરી વિદ્યમાન છે. sendmygift.com 1500 ગિફ્ટ્સ વિકલ્પો સાથે અનન્ય ઑનલાઇન શૉપિંગ અનુભવ રજૂ કરે છે. sendmygift.comના ઉત્પાદનોમાં તાજા ફૂલો, કેક્સ અને પેસ્ટ્રીઝ, ચોકલેટ્સ, જ્વેલરીઝ, અને ગિફ્ટ હેમ્પર્સની વિવિધતા જોવા મળે છે. ઉપરની પ્રત્યેક ગિફ્ટ્સ એવી રીતે તૈયાર અને સુધારવામાં આવી છે કે ગિફ્ટ્સ એ તમામ લાગણી અને ભાવના વ્યક્ત કરે છે જે મોકલનાર તેના પ્રીતિપાત્રોને દર્શાવવા માંગે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી http://www.sendmygift.com/ પર લૉગ ઑન કરો.
મીડિયા સંપર્ક:
Monali Giri
[email protected]
+91-9108001963
PR Manager
SEND MY GIFT PVT LTD
Share this article