Corvi LED Light ને Red Dot Design Award 2016 મળ્યો - દેશનું ગૌરવ વધાર્યું
મુંબઈ, April 15, 2016 /PRNewswire/ --
જર્મનીમાં એનાયત કરવામાં આવતો Red Dot Design Award પ્રોડક્ટ ડિઝાઈન એવોર્ડ્સમાં ઓસ્કાર તરીકે માનવામાં આવે છે. દુનિયાભરમાંથી હજારો ખ્યાતનામ ડિઝાઈનર્સ અને કંપનીઓ દર વર્ષે તેમાં ભાગ લઈને આ પ્રશસ્તિ જીતવાનું બહુમાન હાંસલ કરવા માટે પ્રયાસ કરે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160412/10143835 )
વર્ષ 2013માં પહેલાથી જ જીત્યા બાદ ફરી 2016 માં Corviએ LED ડાઉનલાઈટ્સ અને LED ટ્યુબ્સ સહિતની 9 પ્રોડક્ટ્સ માટે Red Dot Design Award જીત્યો છે.
વિવિધ સ્કૂલ ઓફ ડિઝાઈન્સમાંથી આવેલા સભ્યોની જ્યૂરી ટીમ પ્રોડક્ટની કામગીરી, સુંદર દેખાવ, પરફોર્મન્સ અને નાવીન્યતાના આધારે પ્રોડક્ટની પસંદગી કરે છે. આ વર્ષની જ્યુરી ટીમમાં મેન્યુઅલ અલ્વરેઝ ફૂએન્ટ્સ, જીમી ચૂ, ક્રિસ બેંગલ- ચીફ ડિઝાઈનર BMW ગ્રૂપ, સહિત અન્ય જાણીતા સભ્યો હતા.
Corvi LED Lightના મુખ્ય ડિઝાઈનર, ફાઉન્ડર અને ડાયરેક્ટર વિમલ સોની, માને છે કે વૈશ્વિક ફલક પર ભારતને માત્ર LED લાઈટ ક્ષેત્રે જ નહીં પરંતુ પ્રોડક્ટ ડિઝાઈન ક્ષેત્રે પણ સ્થાન અપાવવા માટે આ
પ્રયાસો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની 'મેક ઈન ઈન્ડિયા' પહેલની સાથે સાથે, કોરવી (Corvi) ચીનમાં જવાના બદલે ભારતમાં જ તેની તમામ પ્રોડક્ટ્સની ડિઝાઈન બનાવવા અને તૈયાર કરવા ઉપરાંત તેનું ઉત્પાદન પણ
કરે છે.
શ્રી સોનીએ તેમની આગામી સિદ્ધિ રૂપે લોન્ચ થનારી ઈન્ટેલિજન્ટ લાઈટ અંગે માહિતી આપી હતી કે આ લાઈટ્સ મોંઘા કંટ્રોલ ગીઅર વગર કામ કરશે, અને કોઈપણ વિશેષ વાયરિંગ વગર તે લગાવી શકાશે. આ લાઈટ્સ ઉર્જાની બચત માટે પોતાની આજુબાજુ ના પરિસરને ધ્યાનમાં રાખીને કામ કરશે અને કોઈપણ સ્માર્ટફોન દ્વારા સરળતાથી તેનું નિયમન કરી શકાશે.
હાલમાં ભારતમાં ઉર્જા પૂરવઠો પડકારરૂપ છે તે તથ્યને ધ્યાનમાં રાખતા, 5 વર્ષની વોરંટી વાળી, 90% ઉર્જા બચત થાય તેવી અને ઓછી આવકવાળા સમુદાય પણ તેને ખરીદી શકે તેવી સ્વદેશી બનાવટની LED લાઈટ્સની રેન્જ ખરેખર આશીર્વાદરૂપ જ ગણી શકાય. શ્રી સોનીના જણાવ્યા અનુસાર, દેશ માટે આ સૌથી ઉત્તમ સેવા છે અને આ સેવામાંથી જે સંતોષ મળે છે તે જ તેમના માટે સૌથી મોટુ વળતર છે.
Corvi LED Light અંગે:
વર્ષ 2012થી જર્મનીના ફ્રેન્કફર્ટમાં યોજાતા લાઈટ એન્ડ બિલ્ડિંગ કાર્યક્રમમાં કોરવી(Corvi)એ પોતાની નાવીન્યતાપૂર્ણ આવડતો સાથે પાયાના સ્તરેથી યોગદાન આપ્યું છે. આ એવી પ્રથમ કંપની છે જે તેની સમગ્ર રેન્જમાં 120 લ્યુમેન્સ પ્રતિ વોટ, ઈનબિલ્ટ ડ્રાઈવર, હીટસિન્ક-લેસ અને ડિમેબલિટી પુરી પાડે છે.
આ કંપનીએ જર્મનીમાં iF ડિઝાઈન એવોર્ડ, USA માં IDA ડિઝાઈન એવોર્ડ અને જાપાનમાં ગૂડ ડિઝાઈન એવોર્ડ સહિતના વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.
વધુ માહિતી માટે મુલાકાત લો: corvi.com
મીડિયા સંપર્ક:
Asif Amrohi
[email protected]
+91-9920260260
Corvi LED Light
Share this article