MSG91 પાર્ટનર કાર્યક્રમ સમુદાય સાથે કમ્યુનિકેશન કરીને પ્રેક્ષકોને સક્રિય બનાવે છે
ઈન્દોર, ભારત, April 22, 2016 /PRNewswire/ --
MSG91, વૈશ્વિક એન્ટરપ્રાઈઝ SMS ઉકેલ પ્રદાતા છે જેમણે તાજેતરમાં જ B2B પાર્ટનર કાર્યક્રમની જાહેરાત કરી છે જેના થકી સૌથી શક્તિશાળી ટુલ મારફતે વ્યવસાય માટે કમ્યુનિકેશન વધુ અસરકારક અને કાર્યક્ષમ બન્યું છે.
MSG91ના CEO Pushpendra Agrawalએ જણાવ્યું હતું કે, "મોટાભાગના લોકો પાસે મોબાઈલ ટેકનોલોજીની પહોંચ હોય છે અને દુનિયાભરમાં દર મિનિટે અંદાજે 16 મિલિયન ટેક્સ્ટ સંદેશા મોકલવામાં આવે છે. આ એક પ્રભાવી આંકડો છે અને તે દર્શાવે છે કે ગ્રાહકો સાથે સંકળાયેલા રહેવા માટે ટેક્સ્ટ માર્કેટિંગ ખૂબ ઉત્કૃષ્ટ પદ્ધતિ છે."
Mr. Agrawalએ વધુમાં જણાવ્યું હતું કે, "આજના ગતિશિલ વ્યવસાયિક માહોલમાં કોઈપણ કંપની માટે નવા ગ્રાહકો બનાવવા ઉપરાંત જુના ગ્રાહકોને જાળવી રાખવાનું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. MSG91 ટેકનોલોજીને અન્ય પ્લેટફોર્મ(મંચ) સાથે વિલિનીકરણ કરીને અમે વિવિધ વ્યવસાયોને એવું એકીકૃત પ્લેટફોર્મ પુરુ પાડીએ છીએ જેના થકી તેઓ સીધા જ તેમના ગ્રાહકવર્ગ સાથે પહોંચી શકે છે."
Module Bazaar
eGrove Systems Corporation ના નેજા હેઠળ, Module Bazaar તજજ્ઞતા ઈ-કોમર્સ, માર્કેટપ્લેસ અને ડ્રોપશિપરમાં અસ્તિત્વમાં છે. Module Bazaar વિવિધ સોફ્ટવેર માટે મોડ્યૂલ્સ, એક્સટેન્શન્સ, એડ-ઑન્સ, કોમ્પોનન્ટ્સ, સ્ક્રિપ્ટ્સ, થીમ્સ અને ટેમ્પલેટ્સ પુરા પાડે છે. Module Bazaar માટે MSG91 SMS એક્સટેન્શન સાથે, ગ્રાહકો સાથે જોડાયેલા રહેવાનું અને તેમને ઓર્ડર/પ્રોડક્ટ અંગે સતત અપડેટ રાખવાનું હવે વધુ સરળ બની ગયું છે.
KSE Technologies(P)Ltd
KSE Technologies પ્રોડક્ટ-ડેવલપમેન્ટ, બિઝનેસ રીએન્જિનિયરિંગ, પ્રક્રિયા સુધારા, સ્ટાફની જોગવાઈ અને તાલિમ જેવા ક્ષેત્રોમાં વ્યવસાયિક ઉકેલો પુરા પાડે છે. તેમણે SAP Business One સાથે એકીકૃત વિવિધ ઉદ્યોગ કેન્દ્રિત ઉકેલો તૈયાર કર્યા છે. આ સહભાગીતા ઓટોમેટિક નોટિફિકેશન્સ દ્વારા કમ્યુનિકેશન પ્રક્રિયાને વધુ સરળ કરે છે અને તે ભવિષ્યમાં કમ્યુનિકેશન અંતર દૂર કરવા માટે સેતુ તરીકે મદદરૂપ થાય છે તેમજ તેનાથી ઝડપી અને સંપૂર્ણ માહિતગાર બનીને નિર્ણયો લેવામાં મદદ મળી રહે છે.
Twist Mobile
Twist Mobile દ્વારા ઉપલબ્ધ TM Store એક પ્લગઈન છે જે WooCommerce અને Magento ઓનલાઈન સ્ટોરને તદ્દન મૂળરૂપની મોબાઈલ એપમાં રૂપાંતરિત કરે છે. ડિજિટલ વ્યાપારમાં 70% થી વધુ કામકાજો મોબાઈલ ઉપકરણોથી થાય છે અને TM Store તે અનુભવમાં સુધારો કરે છે. MSG91 APIની એકીકૃતા વપરાશકર્તાના અનુભવને વધુ ઉન્નત બનાવે છે કારણ કે અપડેટ્સ અને સ્થિતિ ઉપરાંત વિશલિસ્ટ (અપેક્ષિતની યાદી) અને કાર્ટ ભરેલી હોય તેવા યુઝર્સને જે-તે સમયે જ નોટિફિકેશન્સ મોકલી શકાય છે.
MSG91 પાર્ટનર કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે:
પાર્ટનરશીપ કાર્યક્રમ B2B કંપનીઓ માટે ખુલ્લો છે. જો આપ તેનો હિસ્સો થવા માંગતા હોવ તો [email protected]. પર MSG91 લખી મોકલો.
MSG91 વિશેઃ
MSG91 Walkover Web Solutions ની મોખરાની પ્રોડક્ટ છે, જે વિવિધ સંસ્થાઓ વચ્ચે કમ્યુનિકેશન સેતુ તરીકે કામ કરી તેમને ઔદ્યોગિક સંદેશાવ્યવહાર ઉકેલો પુરા પાડે છે. વેબ એપ્લિકેશન ઉપરાંત, MSG91 જથ્થાબંધ SMS મોકલવા માટે કેટલાક ટુલ્સ અને એડ-ઑન્સ પુરા પાડે છે.
વધુ માહિતી મેળવો: https://msg91.com/
અમને ટ્વીટર પર અનુસરો: @msg91com
મીડિયા સંપર્ક:
Pallavi Jaisinghani
[email protected]
+91-94240 82654
Creative Content Strategist
Walkover Web Solutions Pvt. Ltd.
Share this article