Parul Universityનો મીડિયા સામે ખુલાસો, તેના ભૂતપૂર્વ પ્રમુખ Mr. Jayesh Patelના સંબંધમાં
વડોદરા, ભારત, July 5, 2016 /PRNewswire/ --
Parul Universityના નવનિયુક્ત પ્રમુખ Mr. Devanshu Patel, Parul Universityના તમામ વિદ્યાર્થીઓ, કર્મચારી, શિક્ષકો અને અન્ય ફેકલ્ટી સભ્યોના લાભાર્થે સ્પષ્ટતા જાહેર કરી છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, એક મહિલા વિદ્યાર્થી સામે જાતિય ગેરવર્તણૂંકના આરોપસર Mr. Jayesh Patel સામે પોલીસ તપાસ ચાલી રહી છે.
આ અખબારી યાદીમાં, Mr. Devanshu Patel સ્પષ્ટતા કરી છે કે, "પોલીસની તપાસ યુનિવર્સિટી સામે ચાલી રહી નથી. કેસ વ્યક્તિ સામે એટલે Mr Jayesh Patel (Parul Universityના ભૂતપૂર્વ પ્રમુખ) સામે ચાલી રહી છે, જેમની સામે તપાસ શરૂ થયા પછી સત્ય બહાર આવી શકે એ માટે પોલીસની તપાસમાં સહાય કરવા યુનિવર્સિટીની તમામ પ્રવૃત્તિઓમાંથી તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યાં છે."
યુનિવર્સિટી કોઈ પણ રીતે કોઈ વ્યક્તિના કૃત્યો સાથે સંકળાયેલી નથી. યુનિવર્સિટીને એકમાત્ર ઉદ્દેશ પારદર્શક રીતે અને નીતિનિયમો મુજબ વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પ્રદાન કરવાનો છે. યુનિવર્સિટી તેના કેમ્પસમાં તેના વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ અને બોર્ડિંગ સુવિધાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.
Mr Devanshu Patel ઉમેર્યું હતું કે, "અમે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રમુખ સામે જાતિય સતામણીના આરોપના કેસ દ્વારા અમારું ધ્યાન વિચલિત નહીં થાય એ બાબત પણ સ્પષ્ટ છે. જો તપાસ સંસ્થાઓને અમારી પાસેથી માહિતી સહિત કોઈ પણ જરૂરિયાત હશે, તો અમે તેમને પ્રદાન કરીશું. જોકે, અત્યારે તપાસ એક વ્યક્તિના કૃત્યો પર કેન્દ્રિત છે અને મને ખાતરી છે કે તપાસ ન્યાય તરફ દોરી જશે."
અમે અમારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું ચાલુ રાખીશું, જેમણે નૈતિક અને પારદર્શક રીતે અમારામાં વિશ્વાસ મૂક્યો છે. અમારી સંસ્થા ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરે છે અને અમે શિક્ષણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે."
Parul University વિશેઃ
28 શૈક્ષણિક સંસ્થાઓ સાથે, Parul University છેલ્લાં 25 વર્ષથી યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ કરી રહી છે. સંસ્થા તેના કેમ્પસમાં 27,000 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 16,000 પુરુષ વિદ્યાર્થીઓ અને 11,000 સ્ત્રી વિદ્યાર્થીનીઓ છે. Parul University તેના શૈક્ષણિક સંકુલમાં 2,500 શિક્ષકો અને કર્મચારીઓ ધરાવે છે, જેમાં 1,500 થી વધારે મહિલા શિક્ષકો અને કર્મચારીઓ સામેલ છે. સંસ્થાની હોસ્ટેલમાં 2,000 થી વધારે સ્ત્રી વિદ્યાર્થીનીઓ રહે છે. દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ ઉપરાંત યુનિવર્સિટીમાં 500 થી વધારે પુરુષ અને સ્ત્રી વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક અભ્યાસ કરે છે, જેઓ પણ સંસ્થાના કેમ્પસમાં જ રહે છે.
છેલ્લાં 25 વર્ષ દરમિયાન, એક લાખથી વધારે વિદ્યાર્થીઓએ Parul Universityની વિવિધ સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી સફળ કારકિર્દી બનાવી છે. વિદ્યાર્થીઓ માટે, Parul University આ તમામ વર્ષો દરમિયાન સુરક્ષિત, સલામત અને સહાયક શૈક્ષણિક સંસ્થા સાબિત થઈ છે તથા ભવિષ્યમાં પણ રહેશે.
મીડિયા સંપર્ક:
Dhruvil Shah
Head - Department Events & Media Relations
Parul University
+91-9714991311
[email protected]
Share this article