હૈદરાબાદ, ભારત, June 1, 2017 /PRNewswire/ --
CREDITSEVA® એ એશિયાનું પ્રથમ કોઝુમર ક્રેડિટ ઍનલિટિક્સ એન્ડ મેનેજમેન્ટ ટૂલ છે અને ગ્રાહકોને તાત્કાલિક ઓનલાઈન ક્રેડિટ રિપોર્ટ અને ક્રેડિટ સ્કોર પૂરા પાડવા તેણે Experian સાથે જોડાણ કર્યું છે.
Creditseva એ એક DIY એપ્લિકેશન છે જેણે એવા ટૂલ્સનું નિર્માણ કર્યું છે જે યુઝર્સને તેમના ક્રેડિટ રિપોર્ટ્સમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા, ક્રેડિટ રિપોર્ટનું નિરીક્ષણ કરવા અને સમયાંતરે સ્કોર વધારવા તેમજ ઓળખાયેલી ક્ષતિઓ વિશે એલર્ટ મેળવવા સક્ષમ બનાવે છે. કોઈના પણ ખાતાનો ટ્રેક રાખવા ખુલ્લા અને સક્રિય ક્રેડિટ ખાતા અને અંગત નાણાકીય વ્યવહારો માટે સમયાંતરે એલર્ટ નિર્ધારિત કરી શકાય છે. ગ્રાહકો ઓટો સેવ કરી શકે છે અને ક્રેડિટ સંબંધીત વ્યવહારોના દસ્તાવેજો પણ પ્રાપ્ત કરી શકે છે. આ એપ્લિકેશન એવા અન્ય સંખ્યાબંધ ફીચર્સ ધરાવે છે જે એશિયાભરમાં તેનામાં અતુલ્ય છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160607/10147787 )
તેની શરૂઆત 2015માં થઈ હતી, અને હાલમાં તેના 350,000+ યુઝર્સ છે અને માસિક ધોરણે 100% વૃદ્ધિ ધરાવે છે. તે ભારતમાં 7 બેંક સાથે એકીકૃત છે અને Experian સાથેના સહયોગ દ્વારા, CREDITSEVA®ના વપરાશકારો ક્રેડિટ પ્રોડક્ટ્સ અંગે વધુ ઝડપી નિર્ણયો લેવા અન્ય બધા કરતા આગળ નિકળી જાય છે. કંપને સિંગાપોર સરકાર સમર્થિત ફંડ (IIPL) અને CITIBANK તેમજ HSBC જેવી ટોચની વૈશ્વિક બેંકના ઉદ્યોગ એક્ઝિક્યુટિવ્સ તરફથી ભંડોળ પૂરું પડાય છે.
સીઈઓ અને સહ-સ્થાપક Satya Vishnubhotla, કહે છે કે, "Creditseva ખાતે અમે અમારા 'ઈંનોવેટ ફોર સિમ્પ્લિસિટી' માટેના પરિદૃશ્યથી પ્રેરિત છીએ. અમે જટિલ નાણાકીય નિર્ણય લેતી વેળાએ યુઝરને થતા પીડાદાયી અનુભવોને સતત ધ્યાનમાં રાખી આગળ વધીએ છીએ. અમારી ટીમના સભ્યો ગ્રાહકના ક્રેડિટ રિપોર્ટને સમજીને તેનું વિશ્લેષણ કરે છે અને તેમને જણાવે છે કે શું ખોટું થઈ રહ્યું છે અને કેવી રીતે તેઓ આ સ્થિતિને સુધારી શકે. આ ઉપરાંત અમારો સાતત્યપૂર્ણ કાર્યપ્રવાહ ગ્રાહકોને બેંકો તથા ક્રેડિટ બ્યૂરો સાથે ઓનલાઈન જોડાઈને વિવિધ વ્યવહારોને પાર પાડવામાં સહાય કરે છે."
Satyaએ ઉમેર્યું હતું કે, "અમે CREDITSEVA® એપ લોંચ કરી ત્યારથી યુઝર દ્વારા તેની પર વિતાવાતા સમયમાં નોંધપાત્ર વધારો જોયો છે. જો કે, અમારા માટેનો સૌથી મોટો પડકાર ક્રેડિટ રિપોર્ટ/સ્કોર વિશે ગ્રાહકોમાં જાગૃતિનો છે અને કેવી રીતે તેઓ ક્રેડિટને લગતા વ્યવહારોને પાર પાડી શકે છે. આનેપગલે અમને ગ્રાહકો માટે ચીજોને આસાન બનાવવા માટે કામ કરતા કર્યા જેથી વ્યવહારોમાં સરળતા આવે અને ક્રેડિટને લગતા નિર્ણયો ઝડપી બને. Experian સાથે અમારા જોડાણથી અમને અને અમારા ગ્રાહકોને ચોક્કસપણે આ દિશામાં મદદ મળશે.
CreditSeva વિશે:
CreditSeva એ એક ક્રેડિટ એનાલિટિક્સ અને ક્રેડિટ પ્રોડક્ટ્સનું બજાર સ્થળ છે જે એશિયાનું સર્વપ્રથમ ઓનલાઈન કોઝુમર ક્રેડિટ ઍનલિટિક્સ ટૂલ છે. કંપની - Icredizen Financial Technologies Private Limited, એક FinTech સ્ટાર્ટઅપ છે જેનું વડુંમથક સિંગાપુરમાં છે અને તેણે હૈદ્રાબાદ, ભારતમાં કાર્યરત વિકાસ અને સહાય કેન્દ્ર સ્થાપ્યું છે. આ Fintech સ્ટાર્ટઅપ BFSI સેક્ટર માટે નેક્સ્ટ-જેન કોઝુમર ફાઇનાન્શ્યલ ટેક્નોલોજી એપ્લિકેશન્સ વિકસાવવાની પ્રક્રિયામાં છે અને IBJ, Hindu Business line, Straits Times, Tech in Asia, Financial News તથા Business Times સહિતના વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. કંપનીને 2014માં ભારતમાં NASSCOMના 10k સ્ટાર્ટઅપ પહેલની પ્રથમ બેચ, 2015માં એશિયાના ટોપ 10 FinTech સ્ટાર્ટઅપ્સ અને 2017માં Hot 100 Tech સ્ટાર્ટઅપ માટે શોર્ટલિસ્ટ કરાયેલી છે. આ ટેકનિશિયનો, Global Banks, MNCs સાથે કામ કરવાનો 50+ વર્ષોનો સામૂહિક અનુભવ ધરાવતા CA's, IIM Alumni અને Big-4 Financial Consulting Firmsની અત્યંત મજબૂત ટીમ દ્વારા સંચાલિત એક સ્ટાર્ટઅપ છે.
મીડિયા સંપર્ક:
Pankaj Thyadi
[email protected]
+91-040-64626661
CreditSeva
Share this article