હૈદરાબાદ, ભારત, June 8, 2017 /PRNewswire/ --
જૂની લૉન અને ક્રેડિટ કાર્ડને બંધ કરાવવાની પ્રક્રિયા અગાઉ આટલી સરળ ક્યારેય નહોતી. જોકે, 'કલોઝર' શબ્દ પોતે જ એક રાહત આપનારો છે પરંતુ તેની પ્રક્રિયા કોઈ બેંક પાસેથી લૉન માગવાથી કંઈ કમ નથી. બેંકના ધક્કા ખાવામાં કે કસ્ટમર કેરના નંબરો પર સતત ફૉલો-અપ લેવામાં વ્યક્તિની તમામ શક્તિઓ હણાઈ જાય છે. આથી વિશેષ, જે ખાતા પર ક્રેડિટ કાર્ડ કે લૉન જારી કરવામાં આવ્યા છે તેને બંધ કરવા માટે બેંક પોતે જ ઉત્સુક હોતી નથી.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160607/10147787 )
આ સ્થિતિમાં વ્યક્તિ પાસે બે જ વિકલ્પો બચે છે, કાં તો આ થકવી નાંખનારી, મેન્યુઅલ પ્રક્રિયાનું અનુસરણ કરવું અથવા તો http://www.CreditSeva.com દ્વારા પૂરા પાડવામાં આવતા ઝડપી, ઓનલાઇન અને ભરોસેમંદ ફાઇનાન્શિયલ ટુલ્સને અજમાવી જોવા. આ પોર્ટલના યુઝર-ફ્રેન્ડલી ટુલ્સ વ્યક્તિને પોતાના લૉન કે ક્રેડિટ કાર્ડને બંધ કરવામાં જ નહીં પરંતુ ઋણપાત્ર રહેવામાં પણ મદદરૂપ થાય છે. CREDITSEVAના સીઇઓ અને સહસ્થાપક S. Vishnubhotla મુજબ, "CREDITSEVAની ક્રેડિટ એડવાઇઝરી સર્વિસિઝ પ્રાપ્ત કરવી ખૂબ જ સરળ અને ઉપયોગ કરવા લાયક છે. પોર્ટલ નાણાંકિય તંત્ર સાથે સારી રીતે જોડાયેલ છે અને ઓછામાં ઓછી તકલીફો સાથે ઉકેલ-લક્ષી અભિગમને ગહનરૂપે આત્મસાત કરે છે."
આ તમામ સેવા જ્યારે સાઇનઅપની સ્વયંસ્પષ્ટ અને સરળ પ્રક્રિયા સાથે પૂરી પાડવામાં આવે છે ત્યારે તે યુઝરને બીજું ઘણું કરવા માટે પ્રેરે છે. યુઝરે ફક્ત સાઇન અપ કરી તેમની પ્રાથમિક વિગતો ભરવાની રહે છે અને બસ આટલું કરતાં જ તેમની નાણાંકિય સ્થિતિનો ક્રેડિટ સંબંધિત વિસ્તૃત અને ઊંડી સમજપૂર્વકનો ડેટા હાજર થઈ જાય છે. CREDITSEVAના એક નિયમિત યુઝર A Ravikumar જણાવે છે કે, "પોર્ટલ દ્વારા પૂરા પાડવામાં આવતાં ટુલ્સ ઉદાહરણ સહિત સમજાવવામાં આવેલ છે અને સમયસર પરિણામો આપે છે."
હવે પોર્ટલ દ્વારા પૂરા પાડવામાં આવતાં વિવિધ ઓનલાઇન ટુલ્સ મારફતે ક્રેડિટ સ્કોર્સ જાળવવાનું બાકી રહે છે. બસ, બાકી તો આપ જાણો જ છો! CREDITSEVA વ્યક્તિનો ક્રેડિટ સ્કોર્સને જાળવી રાખવા માટે જરૂરી જણાતાં પગલાં દ્વારા માર્ગદર્શન આપતું રહે છે. તેમના દ્વારા ગ્રાહકો સુધી જ્ઞાન વહેતું રહે છે અને તેમની લૉન, EMIs, ક્રેડિટ કાર્ડ્સ વગેરેની સારી રીતે કાળજી લેવામાં આવે છે. અને આ સમગ્ર ડીલ ફક્ત એક એકાઉન્ટ અર્થાત વન ટાઇમ સાઇન અપ દ્વારા થઈ જાય છે. તેને શ્વાસ લેવા જેટલું સરળ કહેવામાં આવે છે!
વૈકલ્પિક રૂપે, કેટલાક સમજદાર લોકો તબક્કાવાર પ્રક્રિયા પણ અપનાવી શકે છે, જેમાં ગ્રાહકે બેંક કે નાણાંકિય સંસ્થાનો સંપર્ક કરી લૉન કે ક્રેડિટ કાર્ડની ચૂકવવાની બાકી રકમ અગાઉથી ચૂકવી દેવાની રહે છે. જોકે, વાસ્તવિક્તા એ છે કે આ વિકલ્પ મદદરૂપ થાય એમ નથી! તે વ્યક્તિના ક્રેડિટ સ્કોર્સ પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે.
વધુ એક મહત્વની બાબત જાણવા જેવી એ છે કે, વ્યક્તિ પોતાનું ક્રેડિટ કાર્ડ કે લૉન એકાઉન્ટ તેના અસ્તિત્વમાં આવ્યાના ઓછામાં ઓછા 6 મહિના પછી જ બંધ કરી શકે છે. લૉન માટે અગાઉથી કરવામાં આવતી ચૂકવણીના ચાર્જિસ બાકી રહેલી મૂળ રકમ પર અથવા તો સમાપ્ત ન થયેલી લૉનના એ સમયગાળા માટે ચૂકવવાના બાકી રહેલાં વ્યાજ પર 5%ના દરે લાગૂ થાય છે. કાર્ડ્સ પર ચૂકવવાની બાકી રહેતી રકમના કિસ્સામાં તેના જેટલી પ્રતિક્ષા અવધિનું અનુસરણ કરવામાં આવતું નથી.
ત્યારબાદ, ગ્રાહકો તેમની સંબંધિત બેંકોનો સંપર્ક સાધી શકે છે અને કાર્ડ બંધ કરવાના તેમના ઇરાદાની બેંકને જાણ કરી શકે છે. તેઓ જોકે આ માટેની તત્પરતા દાખવતા નથી અને લઘુત્તમ વ્યાજદરની કેટલીક કોસ્ટ-ઇફેક્ટિવ યોજનાઓ પણ આપતા નથી પરંતુ આખરી નિર્ણય ગ્રાહક દ્વારા લેવામાં આવવો જોઇએ.
ગ્રાહક એકવાર પોતાનો નિર્ણય લઈ લે ત્યારપછી બેંક ખાતું બંધ કરવાની પ્રક્રિયા તરફ આગળ વધશે. તેઓ પ્રાથમિક રીતે એવું સુનિશ્ચિત કરશે કે, તેના/તેણીના ખાતામાં કોઈ વણચૂકવાયેલ બેલેન્સ રહેતું નથી. ઓનલાઇન સેવાઓના મામલાઓથી વિપરિત જ્યાં વ્યક્તિ ફક્ત દસ્તાવેજો અપલૉડ કરી ખાતું બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે તે CREDITSEVAના કિસ્સામાં ગ્રાહકે છેલ્લે કરેલા ચૂકવણાનો ઉલ્લેખ કરતાં બેંકના સ્ટેટમેન્ટ, પાન કાર્ડ અને ખાતાના પુરોબંધના વિનંતી પત્ર સહિત લૉન સંબંધિત બેંકના તમામ દસ્તાવેજો પોતાની પાસે રાખવાના રહે છે.
ગીરોની ચૂકવણી રોકડ, ચેક કે DD દ્વારા થઈ શકે છે પરંતુ એ વાત યાદ રાખવી જરૂરી છે કે, રોકડમાં ચૂકવાતી રકમ રૂ. 50,000થી વધુ હોય તો વ્યક્તિએ પાન કાર્ડ જોડે રાખવું અનિવાર્ય બની જાય છે.
બધું જ તૈયાર છે અને પૂર્ણ થઈ ગયેલ છે, જેનું છેલ્લું પગલું જ્યાં સુધી બેંક તરફથી લેખિતમાં એ મુજબનું સ્ટેટમેન્ટ ન મળે કે તમામ લેણાંની ચૂકવણી સંપૂર્ણપણે કરી દેવામાં આવી છે અને ખાતું કે ક્રેડિટ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યાં સુધી નિયમિતપણે બેંકનું ફૉલોઅપ લેવાનું છે. જોકે, કોઈ વ્યક્તિ જ્યારે લૉન કે ક્રેડિટ કાર્ડ સેટલ કરવાની પ્રક્રિયા ઓનલાઇન કરી રહી હોય ત્યારે આ પ્રક્રિયાની જરૂર રહેતી નથી.
આ દસ્તાવેજોના આખા સેટને આજીવન સાચવી રાખવાનું યાદ રાખો, કારણ કે, તેને ગમે ત્યારે પુરાવા તરીકે રજૂ કરવાની અથવા તો આ જ બેંક સાથે ફરી ક્યારેક ડીલ કરતી વખતે બતાવવાની જરૂર પડી શકે છે.
સમગ્ર વાતનો નિષ્કર્ષ એ છે કે, લૉન અને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાની પ્રક્રિયા કરવી એ ક્યારેય કોઈ સમજદારીભર્યું પગલું નથી અને તેમ છતાં જો તેમ કરવું પડે એમ હોય તો વ્યક્તિએ બેંકના ધક્કા ખાવા કરતાં કોઈ ભરોસેમંદ નાણાંકિય સંસ્થા દ્વારા પૂરા પાડવામાં આવતાં ટુલ્સ અને સર્વિસિઝ દ્વારા થતી ઓનલાઇન પ્રક્રિયાને પ્રાધાન્ય આપવું જોઇએ.
CREDITSEVA વિશે
CREDITSEVA એ ક્રેડિટ એનાલિટિક્સ અને ક્રેડિટ પ્રોડક્ટ્સ માર્કેટપ્લેસ છે, જે એશિયાનું સર્વપ્રથમ ઓનલાઇન કોંઝુમર ક્રેડિટ એનાલિટિક્સ ટૂલ છે. Icredizen Financial Technologies Private Limited નામની કંપની કે જે FinTechનું સ્ટાર્ટઅપ છે, તે સિંગાપુર ખાતે પોતાનું હેડક્વાર્ટર ધરાવે છે અને ભારતમાં હૈદરાબાદ ખાતેથી સંચાલિત થતું ડેવલપમેન્ટ અને સપોર્ટ સેન્ટર ધરાવે છે. Fintechનું આ સ્ટાર્ટઅપ BFSI Sector માટે નેક્સટ-જેન કોંઝુમર ફાઇનાન્શ્યલ ટેક્નોલોજી એપ્લિકેશન્સ વિકસાવવાનું કામ કરી રહ્યું છે અને IBJ, Hindu Business line, Straits Times, Tech in Asia, Financial News અને Business Times સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ કંપની વર્ષ 2014માં ભારતમાં ફર્સ્ટ બેચ NASSCOMના 10k startup initiative, વર્ષ 2015માં Asia's Top 10 FinTech start-ups' અને વર્ષ 2017માં Hot 100 Tech Startups તરીકે શોર્ટલિસ્ટ થઈ છે. તે Global Banks, MNCs અને Big-4 Financial Consulting Firms સાથે કામ કરવાનો 50થી વધુ વર્ષનો સંકલિત અનુભવ ધરાવતાં Techies, CA's અને IIM Alumniની ખૂબ જ મજબૂત ટીમ દ્વારા ચલાવવામાં આવતું લીન સ્ટાર્ટઅપ છે. વધુ માહિતી માટે http://www.creditseva.comની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Pankaj Thyadi
[email protected]
+91-040-64626661
CREDITSEVA
Share this article