હૈદરાબાદ, ભારત, June 9, 2017 /PRNewswire/ --
હાલના દિવસોમાં એવું જોવામાં આવ્યું છે કે, બેંક અને નાણાંકિય સંસ્થાઓ વ્યક્તિની લૉન કે ક્રેડિટ કાર્ડની અરજી સ્વીકારતા પહેલાં ઘણી સાવચેતીઓ રાખતી થઈ ગઈ છે. તેનું ઘણું સરળ અને સ્પષ્ટ કારણ એ છે કે તેઓ નાણાં પરત ચુકવણીના સંદર્ભમાં વ્યક્તિની વિશ્વસનીયતા પર શંકા કરી શકે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160607/10147787 )
જોકે, આ સ્થિતિમાં ઇમાનદારીપૂર્વક ચૂકવણી કરનારાઓની અરજી પણ નાણાંકિય સંસ્થાઓ દ્વારા નકારી કાઢવામાં આવે છે. સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે ઋણ લેનાર વ્યક્તિ તેના કે તેણીના નીચા ક્રેડિટ સ્કોરથી અજાણ હોય છે અથવા તો તેના કે તેણીના ક્રેડિટ રિપોર્ટમાં કોઈ ખામી રહી ગઈ હોય છે. આમ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિને પોતાની ક્રેડિટ હિસ્ટ્રી કેવી રીતે જાળવવી તે અંગે જ્ઞાન નથી હોતું.
ઓનલાઇન ઉપલબ્ધ ઘણાં બધાં વિકલ્પોમાંથી વ્યક્તિએ ભરોસેમંદ વિકલ્પની પસંદગી કરવી જોઇએ, જેમ કે, www.creditseva.com. આ પોર્ટલ વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી જાળવી રાખવા માટેના ટુલ્સની વ્યાપક શ્રૃંખલા વડે મદદરૂપ થાય છે. વ્યક્તિની પ્રાથમિક માહિતી સાથે ફક્ત એકવાર સાઇનિંગ અપ કરવાથી CREDITSEVA વ્યક્તિનો ક્રેડિટ રિપોર્ટ જાળવવા માટેના, ક્રેડિટ સ્કોર્સ સુધારવાના અને ખરાબ લૉન તેમજ ખાતા બંધ કરવા માટેના અનેક સરળ વિકલ્પો પૂરા પાડે છે.
જ્યારે આ તમામ બાબતોનો સારી રીતે ખ્યાલ રાખવામાં આવે ત્યારે વ્યક્તિની ક્રેડિટ કાર્ડ કે લૉનની અરજી નામંજૂર થવાની શક્યતા નિઃશંકપણે ખૂબ જ ઘટી જાય છે. CREDITSEVAના એક યુઝર Durga Prasad V મુજબ, '‘સાઇટ દ્વારા પૂરા પાડવામાં આવતા રેક્ટિફિકેશન ટુલ્સ અદભૂત હોવાની સાથે પ્રતિક્રિયા આપવામાં અને કાર્યવાહી કરવામાં ખૂબ જ ઝડપી પણ છે.'’ આ રેક્ટિફિકેશન ટુલ્સ ક્રેડિટ સ્કોર્સ સુધારવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, જે બદલામાં આપની લૉન કે ક્રેડિટ કાર્ડની અરજી નામંજૂર થવા દેશે નહીં.
કોઈપણ બેંક કે નાણાંકિય સંસ્થા વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી અને ક્રેડિટ સ્કોર્સ અંગે ખૂબ જ ચોક્કસ રહે છે. જો ક્રેડિટ હિસ્ટ્રી નબળી હોય અથવા તો વ્યક્તિ ચોક્કસાઇપૂર્વક ચૂકવણી કરનારી ન હોય તો ક્રેડિટ હિસ્ટ્રી ચૂકવણીઓમાં ઘણાં બધાં વિલંબ કે ગાબડાં પ્રતિબિંબિત કરે છે અને આમ તે ક્રેડિટ સ્કોર્સ પર પ્રતિકૂળ અસર કરે છે. તે જ રીતે, જો ક્રેડિટ સ્કોર્સ 700થી ઓછો હોય તો પણ બેંક વ્યક્તિની લૉન કે ક્રેડિટ કાર્ડ માટેની અરજીને નામંજૂર કરી શકે છે.
આથી વિશેષ, આવી બેંકો ભરોસેમંદ ઋણકર્તાઓને પણ શોધતી હોય છે, જેમ કે, જેઓ આવકનો સ્થિર સ્રોત ધરાવતા હોય છે અને તે પણ તેમના લઘુત્તમ આવકના માપદંડથી ઉપર. વ્યક્તિએ એ બાબત પણ યાદ રાખવી જોઇએ કે, ક્રિડેટ મેળવવાનો પ્રયત્ન કરતી વખતે ક્રેડિટ કાર્ડ કે લૉનની ખૂબ અરજીઓ કરી અથવા તો ક્રેડિટ માટે ઘણી બધી નાણાંકિય સંસ્થાઓના સંપર્કમાં રહી વધારે પડતી અધિરાઈ દર્શાવવાની જરૂર નથી, કારણ કે, તે વ્યક્તિના નાણાંકિય પોર્ટફોલિયોમાં પ્રતિબિંબિત થાય છે અને આમ તે તેના કે તેણીના ક્રેડિટ સ્કોર્સને પ્રભાવિત કરે છે.
મોટાભાગે લોકો તેમના ક્રેડિટ સ્કોર્સ અને ક્રેડિટ હિસ્ટ્રીને સુધારવા માટે બેંક અથવા તો ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી સંબંધિત સંસ્થાના ધક્કા ખાતા રહેતાં હોય છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે, ફક્ત CREDITSEVA પર એકાઉન્ટ બનાવી અને કોઇપણ ભૂલ ધ્યાને પડવાના કિસ્સામાં તેમાં સુધારો કરવા તેની પર ઉપલબ્ધ ટુલ્સનો ઉપયોગ કરી આ તમામ પ્રક્રિયા તે કે તેણી ઘરે બેઠાં-બેઠાં પોતાની અનુકૂળતાએ કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, આ કિસ્સામાં વ્યક્તિએ તેના કે તેણીના ક્રેડિટ રિપોર્ટ માટે કોઈ ક્રેડિટ એજન્સીમાં દોડી જવાની જરૂર રહેતી નથી, કારણ કે, તેને CREDITSEVA પર તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે. તે ઘણો બધો સમય પણ બચાવે છે.
એકવાર યુઝરના હાથમાં તેનો કે તેણીનો ક્રેડિટ રિપોર્ટ આવી જાય તે પછી તે/તેણી જો ક્રેડિટ સ્કોર ખોટો હોય તો તેને સુધારવા માટે અનેકવિધ વિકલ્પો અજમાવી શકે છે અથવા તો ક્રેડિટ રિપોર્ટમાં બધું જ બરોબર હોય તો લૉન અને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે. આમ, મેન્યુઅલ પ્રક્રિયામાં લાગતો ઘણો મોટો સમય બચી જાય છે!
CREDITSEVA વિશે:
CREDITSEVA એ ક્રેડિટ એનાલિટિક્સ અને ક્રેડિટ પ્રોડક્ટ્સ માર્કેટપ્લેસ છે, જે એશિયાનું સર્વપ્રથમ ઓનલાઇન કન્ઝ્યુમર ક્રેડિટ ઍનલિટિક્સ ટુલ છે. Icredizen Financial Technologies Private Limited નામની કંપની કે જે FinTechનું સ્ટાર્ટઅપ છે, તે સિંગાપુર ખાતે પોતાનું હેડક્વાર્ટર ધરાવે છે અને ભારતમાં હૈદરાબાદ ખાતેથી સંચાલિત થતું ડેવલપમેન્ટ અને સપોર્ટ સેન્ટર ધરાવે છે. Fintechનું આ સ્ટાર્ટઅપ BFSI સેક્ટર માટે Next-Gen Consumer Financial Technology Applications વિકસાવવાનું કામ કરી રહ્યું છે અને IBJ, Hindu Business line, Straits Times, Tech in Asia, Financial News અને Business Times સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ કંપની વર્ષ 2014માં ભારતમાં ફર્સ્ટ બેચ NASSCOMના 10k સ્ટાર્ટઅપ પહેલ, વર્ષ 2015માં એશિયાની ટોપ 10 FinTech સ્ટાર્ટઅપ અને વર્ષ 2017માં Hot 100 Tech Startups તરીકે શોર્ટલિસ્ટ થઈ છે. તે Global Banks, MNCs અને Big-4 ફાઇનાન્શિયલ કન્સલ્ટિંગ ફર્મ્સ સાથે કામ કરવાનો 50થી વધુ વર્ષનો સંકલિત અનુભવ ધરાવતાં Techies, CA's અને IIM Alumniની ખૂબ જ મજબૂત ટીમ દ્વારા ચલાવવામાં આવતું લીન સ્ટાર્ટઅપ છે.
વધુ માહિતી માટે http://www.creditseva.comની મુલાકાત લો
મીડિયા સંપર્કઃ
Pankaj Thyadi
[email protected]
+91-40-64626661
CREDITSEVA
Share this article