મુંબઈ, June 14, 2017 /PRNewswire/ --
ભારતના એફોર્ડેબલ હાઉસિંગના અગ્રણી XRBIAએ ગ્રાહકો માટે અપડેટ જાહેર કર્યું છે, જે Q4 2017માં થયેલી ખૂબ જ સબળ કામગીરી સુનિશ્ચિત કરે છે અને નવા નાણાંકિય વર્ષ માટે આશાસ્પદ વિકાસની સંભાવનાઓ વ્યક્ત કરે છે.
(Logo: http://mma.prnewswire.com/media/470753/XRBIA_Logo.jpg )
ગત ત્રિમાસિકગાળામાં XRBIAએ 3,670 યુનિટ્સનો વેચાણ દર હાંસલ કર્યો હતો, જે તેના આ વર્ષના 6,836 યુનિટ્સના કુલ વેચાણ દર કરતાં લગભગ અડધાં જેટલો છે. કુલ રૂ. 900 કરોડનો આ વાર્ષિક વેચાણ દર એ ગત નાણાંકિય વર્ષ કરતાં બમણાંથી વધુ છે, જે અંગે જાણીતા રિયલ એસ્ટેટ એનાલિસ્ટ, David Eatonએ કહેવું પડ્યું કે, "અહીં વિકાસની ગતિ ખૂબ જ મજબૂત છે."
XRBIAની વિકાસની ક્ષમતાને કંપનીના વિસ્તરણ માટેના પ્લાન દ્વારા પુષ્ટિ મળે છે. આ વર્ષે પૂર્ણ થયેલાં ત્રણ પ્રોજેક્ટ્સની સાથે-સાથે 9 પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે અને વધુ 10 પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે, જે આગામી બે વર્ષની અંદર લોન્ચ કરવામાં આવશે. દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ અને ચેન્નાઇ સહિતના મુખ્ય ભારતીય શહેરોમાં સ્થિત પ્રોજેક્ટ્સની સાથે આ પ્રોજેક્ટ્સ સમગ્ર દેશમાં કંપનીની ઉપસ્થિતિને મજબૂત બનાવશે.
બાંધકામ, સંચાલન અને પરિચાલનમાં સર્જવામાં આવેલ કાર્યક્ષમતાને કારણે આગામી ડેવલપમેન્ટ્સ માટેનું અંદાજિત પ્રોફિટ માર્જિન 40% જેટલું નોંધપાત્ર રહેશે. જેનાથી આગામી આવક રૂ. 8,400 કરોડથી વધુ અને કુલ નફો રૂ. 5,000 કરોડથી વધુ રહેવાનો અંદાજ છે. આ બંને ભેગા મળીને Capital Network XRBIAના આ ક્ષેત્રના વર્તમાન મૂલ્ય રૂ. 2,300 કરોડ જેટલી થઈ જાય છે.
XRBIAનો નિરંતર વિકાસ ગ્રાહકોમાં તેના બિઝનેસ મોડલની લોકપ્રિયતાને સમર્થન આપે છે. મકાનમાલિકોની નવી પેઢી પર કેન્દ્રીત XRBIAએ કૉમ્પેક્ટ ઘરોમાં તજજ્ઞતા હાંસલ કરી લીધી છે, જે વ્યક્તિની ઘર ખરીદી શકવાની ક્ષમતા સાથે લક્ઝરીને સાંકળે છે. કૉમ્પેક્ટનો અર્થ સંકળાશ નથી એ વાતને સુનિશ્ચિત કરવા XRBIAના કૉમ્પેક્ટ ઘર સાથે વ્યાવસાયિક સુવિધાઓ, ખુલ્લી હરિયાળી જગ્યા, જીમ અને સ્વીમિંગ પુલ સહિતના આંતરમાળખાની પૂરક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ માગને વ્યાપક જનસંખ્યક વલણો દ્વારા પ્રબલિત કરવામાં આવે છે. વર્ષ 2030 સુધીમાં ભારતમાં કુલ નવી રોજગારીના 70% નવા શહેરોમાં સર્જાવાનો અંદાજ છે, આગામી વર્ષોમાં ભારતની એફોર્ડેબલ હાઉસિંગની અછત વધુ ઘેરી બને તેવી શક્યતા છે (McKinsey and Company, 2010) આ સંદર્ભમાં XRBIAના સ્કેલેબલ, એફોર્ડેબલ અને ટકાઉ હાઉસિંગ સોલ્યુશનની માગ અનિવાર્યપણે વધશે.
સંપૂર્ણ રિપોર્ટ વાંચવા માગે http://www.proactiveinvestors.co.uk/PRIVATE:XRBI/Xrbia/ની મુલાકાત લો.
XRBIA Developers Ltd વિશે:
બાંધકામ, સંચાલન અને પરિચાલનમાં અભૂતપૂર્વ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા '100 future ready cities by 2030' બાંધવાનું XRBIAનું વિઝન છે. XRBIAએ પહેલેથી જ પ્રતિ માસ 2000 ઘર વેચવા અને બાંધવાનો દર હાંસલ કરી લીધો છે, જે તેને ભારતના નિર્વિવાદિત એફોર્ડેબલ હાઉસિંગ લીડર બનાવે છે. નવી પેઢીના મકાનમાલિકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે XRBIA એફોર્ડેબિલિટીની જરૂરિયાતને ઓનસાઇટ સુવિધાઓની ઇચ્છા સાથે જોડે છે.
મીડિયા સંપર્કઃ
Namrata Aswani
Business Head
ITW Playworx
[email protected]
+91-9920710261
Share this article