નવી દિલ્હી, June 27, 2017 /PRNewswire/ --
2015માં વડાપ્રધાને Digital India Campaign શરૂ કરીને વિશ્વવ્યાપી ટેક્નોલોજીકલ આધુનિકરણની લિગ સાથે જોડાવવા સમગ્ર દેશને આશાનું કિરણ પુરું પાડ્યું હતું. આ પગલાંઓને અનુસરતા દિલ્હી સ્થિત FinTech Company, RealCash Technologies Limited ઓનલાઇન પેમેન્ટ બજારમાં પોતાની આગવી ઓળખ સાથે ઉભરી આવી છે. ભારતને ડિજિટલ બનાવવાના દૂરંદેશી વિચાર સાથે રચાયેલી RealCash Technologies Limited સાહસની સ્થાપના Mr. Harshul Kaushik, Mr. Harsh Sharma, Mr. Devkaran Sharma અને Mr. Hitesh Chhabraની કલ્પનાના પરિણામ સ્વરૂપે કરવામાં આવી છે. વ્યવસાયના પ્રકાર, કદ અને મૂલ્યને નજર સમક્ષ રાખ્યા વગર એક મંચની રચના કરવા માટે કંપની અને તેના સ્થાપકોએ ડિજિટલ સાધનોના ઉપયોગ દ્વારા ભારતીય વ્યવસાયની કામગીરી સૌથી કાર્યક્ષમ અને આયોજનબદ્ધ પદ્ધતિથી કાર્યન્વિત કરવાની કલ્પના આત્મસાત કરી છે જે ભારતીય વપરાશકર્તાઓ સુધી પહોચે છે અને ફાયદો પુરો પાડે છે. આ વિચાર સાકાર કરવા સંસ્થાએ 6,000 નોકરીની તકોનું સર્જન કર્યુ છે અને સમગ્ર ભારતમાં 500+ ચેનલ પાર્ટનર્સ સાથે સંકલન સાધ્યું છે.
(Photo: http://mma.prnewswire.com/media/528170/RealCash_Technologies_Job_Opportunities.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/509537/RealCash_Logo.jpg )
3.287 મિલિયન ચોરસ કિલોમીટરનો વિશાળ વિસ્તાર અને 1.31 અબજ લોકોની વસ્તી ધરાવતા દેશના દરેક ખૂણે-ખૂણાને ડિજિટલાઇઝ કરવો તે એક પ્રચંડ કામગીરી છે. અને જાન્યુઆર 2022 સુધીમાં ભારતમાં 10 મિલિયન વ્યાવસાયિકોના મર્ચન્ટ નેટવર્કનું નિર્માણ કરવાના મિશન માટે ચેનલ પાર્ટનર્સ/ડિસ્ટ્રિબ્યુટર્સનું વ્યાવહારિક ભાગીદારી આવશ્યક બની ગઇ છે. RealCash Technologiesની કલ્પના અને ઝૂંબેશને મજબૂત કરવામાં મદદ કરવા કંપનીએ ચેનલ પાર્ટનર્સની નિમણૂંક કરી છે જે વિવિધ રાજ્યો અને પેટા-શહેરો સુધી વેપારીઓ સુધી પહોચે છે. વેપારીઓ સુધી પહોચવાની પ્રક્રિયાને આસાન બનાવવામાં મદદ કરવા RealCash Technologiesએ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પૃષ્ઠભૂમિક ધરાવતા આશાસ્પદ ઉમેદવારોની કારકિર્દીને વિસ્તૃત બનાવવાના લક્ષ્ય સાથે તેની સામૂહિક નિમણૂંક ઝૂંબેશ શરૂ કરી છે, આ રીતે તે કંપનીના ઝડપી વિસ્તરણ આયોજનને સુનિશ્ચિત કરે છે. આટલી વિશાળ સંખ્યામાં નિમણૂંક હાથ ધરતી વખતે RealCash Technologiesએ 500થી વધારે સહયોગી ભાગીદારો પણ બનાવ્યાં છે.
સંસ્થા આવક વહેંચણી મોડલ પર તેના તમામ ચેનલ પાર્ટનર્સ સાથે કામગીરી કરે છે અને ખૂબ જ સામાન્ય કિંમતે વિશાળ E-commerce કંપની દ્વારા ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી પુરી પાડીને સ્થાનિક દુકાનદારો/છૂટક વેચાણકારોએ ગૂમાવેલો વેપારની તકો પરત અપાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ પહેલ માટે નિમણૂંક કરવા માટે RealCash નિમેલા ચેનલ પાર્ટનર્સ અને તેના સ્રોતો માટે કંપનીએ દેશના લગભગ તમામ જિલ્લાઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. આ પસંદગી પ્રક્રિયા બાદ અને જિલ્લામાં જ્યારે ચેનલ ભાગીદારની નિમણૂંક કરવામાં આવે તેની સાથે સંબંધિત વિસ્તારો અને પ્રદેશોમાં ચેનલ ભાગીદારો સમક્ષ અંતિમ ઇન્ટરવ્યૂ માટે આ સંભવિત ઉમેદવારોને મોકલી આપવામાં આવે છે.
કંપની અત્યારે એ એરિયા સેલ્સ ઓફિસર, ક્લાયન્ટ ઓન-બોર્ડિંગ, એકાઉન્ટ્સ એક્સીકયુટીવ, ઈન્વેન્ટરી એક્ઝિક્યુટિવ્સ અને અન્ય ક્ષેત્રોમાં PAN Indiaમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય ધરાવે છે. જોડાઇ રહેલા કર્મચારીએ જે ભૂમિકા અને હોદ્દા માટે અરજી કરી હોય તે બાબત નજર સમક્ષ રાખીને તેમને ઓફર કરાતો માસિક પગાર રૂ.10,000થી રૂ.1.5 લાખની વચ્ચે હશે. અનુભવ ધરાવતા ઉમેદવારોની સાથે સાથે નવા સ્નાતક ઉમેદવારો પણ કારકિર્દીની તક ઝડપી શકે છે અને RealCashની વેબસાઇટ https://www.realcash.inના કેરિયર પેજ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
RealCash સમગ્ર ભારતમાં રોજગારીની તકોનું સર્જન કરવા માટે સમર્પિત NGO Helping Hands Charitable Trust સાથે સંકલન સાધીને આ ઝૂંબેશ ચલાવશે. PAN India લેવલ ઉપર RealCash અને RealCash ચેનલ પાર્ટનર્સ માટે HHCT ઉમેદવારોની પસંદગી હાથ ધરશે.
RealCash વિશેઃ
RealCash વ્યવસાયો માટે પેમેન્ટ સોલ્યુશન સેવા પુરી પાડતી અગ્રણી રાષ્ટ્રીય કંપની છે. આપણાં દ્વારા હાથ ધરાતી દરેક બાબતોને કેન્દ્રમાં રાખીને આંતરિક રીતે કંપનીની રચના કરવામાં આવી છે.
અમે હાઇ-ટચ, હાઇ-ટેક અને એન્ડ-ટુ-એન્ડ સિસ્ટમ છીએ જે અમારા ગ્રાહકોને ગુણવત્તા, મૂલ્ય અને નફાકારકતા પુરી પાડે છે અને જ્યારે આપણાં ગ્રાહકો જીતે છે ત્યારે આપણે જીતીએ છીએ.
RealCash Technologies Limitedને 2014માં સંસ્થાપિત કરાઇ હતી. અમે ફૂટપાથ ઉપર વેપાર કરતાં દુકાનદારથી શરૂ કરીને વિશાળ કોર્પોરેટ સુધી દરેક સ્તરની સંસ્થાઓને સહાયતા કરવા માટે સક્ષમ છીએ. અમે મોટા પાયા ઉપર ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે અસ્તિત્વમાં આવ્યાં છીએ. આ બાબત ત્યારે જ સંભવ છે જ્યારે આપણાં દેશના દરેક ખૂણે-ખૂણે ડિજિટલાઇઝેશનનો પ્રયાસ હાથ કરીએ.
વેબસાઇટ: http://www.RealCash.in .
અમને નીચે દર્શાવેલી સોશિયલ સાઇટ્સ ઉપર ફોલો કરોઃ
Facebook: http://www.facebook.com/RealCash.in
LinkedIn: https://www.linkedin.com/company-beta/18071660/
Twitter: http://www.twitter.com/RealCashIn
YouTube: http://bit.ly/2q1kjQs
Google+: http://bit.ly/2pmB9ar
વેપારી/નોકરીની અરજી માટે હેલ્પલાઇન - +91(0)11-40880000
ચેનલ પાર્ટનર સપોર્ટ - [email protected]
સામાન્ય પૂછપરછ - [email protected]
મીડિયા સંપર્ક:
Ramesh Kumar Sahu
Media Manager
RealCash Technologies Pvt. Ltd
[email protected]
+91-9773590657
Share this article