Bajaj Finserv જાહેર કરે છે તેના પ્રકારનો પહેલો હાઈબ્રિડ ફ્લેક્સી લોન ઑપ્શન
પૂણે, ભારત, April 27, 2018 /PRNewswire/ --
Bajaj Finserv, એ તેની ધિરાણ શાખા Bajaj Finance Ltd. ના માધ્યમથી એક નવા વિશિષ્ટ હાઇબ્રિડ ફ્લેક્સી ઑપ્શનની જાહેરાત કરી છે, જે પ્રારંભિક સમયગાળા માટે હોમ લોન પર EMI તરીકે વ્યાજ ચૂકવવા માટેની લવચીકતા પ્રદાન કરે છે. ગ્રાહક તેમના નાણાંને વધુ સારી રીતે સંચાલિત કરી શકે તેમાં મદદ કરવા માટે તેઓ મૂળ રકમ ન ભરવાની ચાર વર્ષ સુધીની રજાનો લાભ મેળવી શકે છે. આ સમયગાળા પછી ગ્રાહકો માટે મુખ્ય રકમ અને વ્યાજ બંને ચૂકવવા જરૂરી હશે પરંતુ માત્ર ઉપયોગમાં લેવાયેલી રકમ પર. મોટું ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહક આ યોજનાનો લાભ મેળવી શકે છે કારણ કે તેઓ હોમ લોનના પ્રારંભિક સમયગાળામાં EMI પર બચત કરે છે.
કોઇ પણ મૂલ્યની હોમ લોન માટે 50 વર્ષથી નીચેના ગ્રાહકો હાઈબ્રિડ ફ્લેક્સી લોન સુવિધાઓ મેળવી શકે છે. વ્યક્તિની પરત ચુકવણીની ક્ષમતા સાથે અનુકૂળ થઇ શકે તે માટે 25 વર્ષ સુધીના લવચીક સમયગાળા માટે આ સુવિધા કબ્જો લેવા માટે તૈયાર મિલ્કતો અને હાલની હોમ લોનના પુનર્ધિરાણ માટે ઉપલબ્ધ છે. વધુમાં, Bajaj Finserv તેના ગ્રાહકોને સંપૂર્ણપણે ઘરના ફર્નિચર અને ફિકસ્ચર માટે વધારાની લોનની રકમ પ્રસ્તાવિત કરે છે જેનાથી આ બજારમાં ઉપલબ્ધ એક આકર્ષક હોમ લોન વિકલ્પ બને છે.
Bajaj Finserv હોમ લોન ગ્રાહકોને ડ્રોપલાઇન ચુકવણી શેડ્યૂલનો ઉપયોગ કરીને મુખ્ય રકમ પરત કરવાની મંજૂરી પણ આપે છે. ઉપરાંત, ગ્રાહક કોઈપણ વધારાના ચાર્જિસ અથવા પ્રિ-પેમેન્ટ પેનલ્ટી વગર અર્ધ ચુકવણી, વિધડ્રૉ અને લોનની રકમની વહેલી ચુકવણી પણ કરી શકે છે.
એક દૃષ્ટાંતરૂપ ઉદાહરણ:
એક ગ્રાહક જે 20 વર્ષના સમયગાળા માટે રૂપિયા 50 લાખની હાઈબ્રીડ ફ્લેક્સી લોન સુવિધા સાથે Bajaj Finserv હોમ લોન લે છે તેમણે પ્રારંભિક ચાર વર્ષ માટે EMI તરીકે માત્ર વ્યાજ જ ચૂકવવાની જરૂર હોય છે અને આ સમયગાળા દરમિયાન મુખ્ય રકમ માટે રજાનો આનંદ લઇ શકે છે. આ સમયગાળા દરમિયાન, જો રૂપિયા 50 લાખની લોનની મર્યાદામાંથી મુખ્ય મોકૂફી સમયગાળા દરમિયાન રૂપિયા 10 લાખ મેળવવામાં આવે તો લોનની મર્યાદા હજુ પણ રૂપિયા 50 લાખ હશે. પાંચમા વર્ષ અને ત્યાર પછીથી પરત ચુકવણી શેડ્યૂલ બાકીના 16 વર્ષ માટે ફ્લેક્સી ટર્મ લોનમાં ફેરવાય છે. આ 16 વર્ષની મુદત દરમિયાન, જ્યાં સુધી લોનના સમયગાળાને અંતે મંજૂર કરેલ લોનની રકમ શૂન્ય સુધી ઘટે નહીં ત્યાં સુધી ઉપાડની મર્યાદા દર મહિને ઘટે છે.
લોનનો પ્રકાર ટર્મ લોન હાઇબ્રિડ ફ્લેક્સી
લોનની રકમ 50,00,000 50,00,000
વ્યાજ દર 8.40% 8.40%
સમયગાળો 240 મહિના 240 મહિના
EMI 43075 35000 (પ્રારંભિક 48 મહિના માટે EMI તરીકે વ્યાજ)
આ માત્ર ઉદાહરણ હેતુ માટે જ છે.
Bajaj Finance Ltd વિશે:
Bajaj Finance Limited, Bajaj Finserv ગ્રૂપના ધિરાણ અને રોકાણ સંબંધિત શાખા, ભારતના બજારોમાં સૌથી વધુ વૈવિધ્યસભર NBFC પૈકી એક છે, જે સમગ્ર દેશમાં 21 મિલિયન થી વધુ ગ્રાહકો માટે સેવા પૂરી પાડે છે. પુણેમાં હેડક્વાર્ટર, કંપનીની પ્રોડકટ ઓફરમાં કન્સ્યૂમર ડ્યૂરેબલ લોન, લાઇફસ્ટાઇલ ફાયનાન્સ, પર્સનલ લોન્સ, પ્રોપર્ટી સામે લોન, નાના બિઝનેસ માટે લોન્સ, હોમ લોન્સ, ક્રેડિટ કાર્ડ્સ, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોન્સ, કન્સટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન્સ, સિક્યોરિટીઝ સામે લોન અને ગ્રામીણ નાણા જેમાં ગોલ્ડ લોન્સ અને વેહિકલ રિ-ફાઇનાન્સિંગ લોન્સનો સમાવેશ થાય છે. Bajaj Finance Limited આજે દેશમાં કોઈપણ NBFC માટે FAAA / Stable ની સૌથી વધુ ક્રેડિટ રેટિંગ ધરાવવા માટે પોતા ઉપર ગર્વ લે છે.
વધુ જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.bajajfinserv.in
મીડિયા સંપર્ક:
Ashish Trivedi
[email protected]
+91-9892500644
Bajaj Finance Ltd
Share this article