RenewX 2019: દક્ષિણ ભારતના ઝડપથી વૃદ્ધિ પામી રહેલા રિન્યુએબલ એનર્જી સેક્ટર પર સ્પૉટલાઇટ કેન્દ્રિત કરવા સજ્જ છે
HYDERABAD, April 22, 2019 /PRNewswire/ --
- 100 થી વધુ પ્રદર્શકો, વૈચારિક અગ્રણીઓ, અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો એક્સ્પોમાં એકત્રિત થાય છે
- રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા એક્સ્પો (આરઆરઆઇ ઇન્ડિયા) ના આયોજકો તરફથી
UBM India, પ્રદર્શનોના અગ્રણી B2B આયોજક દ્વારા એપ્રિલ 26 અને 27, 2019 ના રોજ હાઇટેક્સ, હૈદરાબાદ ખાતે 2-દિવસના રિન્યુએબલ એનર્જી ટ્રેડ એક્સ્પો, RenewX ની ચોથી આવૃત્તિની જાહેરાત કરી. પોતાના મુખ્ય શૉ રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા એક્સ્પો (આરઇઆઇ ઇન્ડિયા) ના વારસાથી વધુ આગળ વધીને RenewX 2019 મારફતે UBM India દક્ષિણ ભારતના ઝડપથી વૃદ્ધિ પામી રહેલા રિન્યુએબલ એનર્જી બજાર માટે લાભ અને પ્રવેશ મેળવવા માટે સંગઠનોને પ્લેટફૉર્મ પૂરું પાડે છે. આ એક્સ્પો ઇન્ડસ્ટ્રીના વલણો, પડકારો અને બજારની આંતરદૃષ્ટિ અંગે ચર્ચા કરવા માટે દક્ષિણ ભારતના ગ્રીન અર્થતંત્ર સમુદાયના મેળાવડાની સાક્ષી પૂરશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/873264/RenewX_Logo.jpg) )
(Photo: https://mma.prnewswire.com/media/873253/RenewX_Trade_Show.jpg )
RenewX 2019 ને Telangana State Renewable Energy Development Corporation Ltd. (TSREDCO), Indian Biogas Association (IBA), ELIAP, TELMA, KRESMA, Bloomberg NEF and IGEF જેવા વિવિધ મહત્વપૂર્ણ સહભાગીઓનું સમર્થન પ્રાપ્ત છે. એક્સપોનો હેતુ આરઈ સેક્ટર, ઉત્પાદકો, ઔદ્યોગિક ગ્રાહકો, સુવિધા સંચાલકો, એનર્જી અને નાણાંકીય સલાહકારો, આઇપીપી, ઇપીસી, વિતરકો /ડીલર્સ, સિસ્ટમ સ્થાપકો અને સંકલનકારો, મંત્રાલયના અધિકારીઓ, નિયમનકારી સંસ્થાઓ, નગર પાલિકાઓ, ઉપયોગિતાઓ અને પ્રોજેક્ટ ડેવલપર્સ અને આયોજનકારો, રોકાણકારો, ફંડ મેનેજર્સ, બેન્કર્સ, પ્રોજેક્ટ ડેવલપર્સ અને આર એન્ડ ડી અધિકારીઓના નિર્ણય કર્તાઓને એક સાથે લાવવાનો છે. Jinko Solar, Waaree Energies, Goldi Solar, Polycab, Canadian Solar, Premier Solar, Havells, Bergen Associates, Exide industry, Sri Savitr Solar, Longi Solar, Radite Energy, Solis Inverter, Consulate General of Belgium, SolarEdge Technologies અને Enerparc Energy સહિત દક્ષિણ ભારતના રિન્યુએબલ એનર્જી ડોમેનમાં પરિવર્તન લાવવા માટે RenewX 2019, 100 થી વધુ પ્રદર્શકોની સહભાગિતાની સાક્ષી પૂરશે. બેલ્જિયમ પેવેલિયન અને 'સૌર કૌશલ્ય સ્પર્ધા' સાથે સ્ટેટ નોડલ એજન્સી તરફથી પ્રતિનિધિત્વ RenewX 2019 ની આવૃત્તિની કેટલીક અપેક્ષિત હાઇલાઇટ્સમાંની છે.
જાહેરાત પ્રસંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras દ્વારા જણાવાયું હતું કે, "ગયા વર્ષ સુધી, દક્ષિણ ભારત દ્વારા દેશની રિન્યુએબલ એનર્જી શક્તિનો અડધો ભાગ ઉત્પન્ન કરવામાં આવ્યો છે, જેમાં તેલંગણાની પાસે 20.41 જીડબ્લ્યુ અને 4.2 જીડબ્લ્યુની વિન્ડ એનર્જીની અંદાજિત વિશાળ સંભવિત સૌર ક્ષમતા છે. રાજ્ય સરકારે વિકેન્દ્રિત વિતરિત મોડેલને પણ અમલમાં મૂક્યું છે, જે પ્રોજેક્ટને સમય-મર્યાદિતપણે, યોગ રીતે વ્યાખ્યાયિત પ્રક્રિયાને મંજૂર કરે છે અને નેટ મીટરિંગ, ઓપન એક્સેસ, ફીડ-ઇન-ટેરિફ અને ગ્રિડ-સંબંધિત હસ્તક્ષેપો અંગે ઘણાં અનુકૂળ વિનિયમો પૂરા પાડે છે."
તેમણે ઉમેર્યું હતું કે, "વધુમાં, તાજેતરના અહેવાલો સૂચવે છે કે એમએસએમઇ માટે નાણાં સુધીની મર્યાદિત પહોંચ, સભાનતાને મજબૂત કરવાની જરૂર અને એનર્જી ખર્ચનો વધારો લાંબા ગાળાની નફાકારકતા, સ્પર્ધાત્મકતા અને ક્ષેત્રના સ્થાયીપણાંને પ્રભાવિત કરે છે. અહીં જ RenewX શૉ, ખાસ કરીને દક્ષિણ ભારતમાં રિન્યુએબલ એનર્જી ઇન્ડસ્ટ્રીના વિકાસને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને દેશના સ્થાયી આર્થિક વિકાસમાં ફાળો આપશે. આ વર્ષે, અમે જર્મન નિર્મિત પીવી પોર્ટ અને સ્ટોર-ઑન-ડિસ્પ્લે જેવા નવીનતમ આકર્ષણો, બેલ્જિયમના કૉન્સ્યુલેટ સાથે ટેક્નોલૉજી અને જ્ઞાન વહેંચણી અંગેના સેમિનારો માટે એક અનન્ય જોડાણ અને વેપાર લાભ,જેમાં સ્કિલ કાઉન્સિલ ફોર ગ્રીન જોબ્સ અને 'સ્કિલ્સ ઓન વ્હિલ્સ' સાથેના જોડાણ માટે 'સૌર કૌશલ્ય સ્પર્ધા', ગ્રામીણ યુવાઓને સશક્ત બનાવવા માટેની મોબાઇલ વાન, જે Steinbeis Academy of Germany અને તેલંગણા સરકાર દ્વારા આ ક્ષેત્રમાં યોગ્ય ખંત અને ગુણવત્તા લાવવા અંગેની પહેલનું આયોજન કર્યું છે."
મુખ્ય હાઇલાઇટ્સ:
હિતધારકોના નેટવર્કીંગ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવા અને વિકાસના એજન્ડાને વેગ આપવા માટે આકર્ષક દક્ષિણ ભારતીય બજારમાંથી લાભ મેળવવા RenewX 2019 માં સ્કિલ કાઉન્સિલ ફોર ગ્રીન જોબ્સ સાથે જોડાણમાં, સૌર કૌશલ્ય સ્પર્ધા (Solar Skills Competition) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા વર્કમેનશિપ, સચોટતા અને સ્થાપન પ્રક્રિયાઓ અને તકનીકી બ્રીફિંગના આરોગ્ય અને સલામતી અંગેના પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇવેન્ટ 'સ્કિલ ઇન્ડિયા' મિશન, ભારત સરકારની પહેલ પ્રત્યેની ક્ષેત્રીય પ્રતિબદ્ધતાને પણ પ્રદર્શિત કરશે.
'દક્ષિણ ભારતનો સુવર્ણયુગ, ગ્રાહકો સાથે જોડાણનું નિર્માણ કરવું' અંગે બે દિવસની સમર્પિત કોન્ફરન્સ, વ્યવસાયમાં રિન્યુએબલ્સ સંકલિત કરવા અંગેના સફળ આચરણો વિશે વાત કરશે અને દક્ષિણ ભારતીય આરઇ માર્કેટ માટે શ્રેષ્ઠ કાર્યરત મોડેલ્સ અને આચરણો શોધવા જે વધેલી કાર્યક્ષમતા તરફ દોરી જઇ શકે જ્યારે સંપૂર્ણ મૂલ્ય શ્રૃંખલાના વિવિધ પાંસાઓને આવરી લેતા છત વિભાગમાં ખર્ચને અનુકૂલિત કરી શકાય.
આ સત્રોમાં, કેસ સ્ટડીઝ, પ્રસ્તુતિઓ અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવશે અને નિમ્નલિખિત જેવા ટ્રેન્ડીંગ વિષયો શામેલ હશે:
- ભારતમાં સૌર છતના વિકાસને વેગ આપવા માટે ગ્રીડ એકીકરણમાં નવીનીકરણ
- એનર્જી પ્રભાવ: ખરીદનારની ધારણા અને નિર્ણયો
- નવીનીકરણ જે ભવિષ્યને વધુ તેજસ્વી બનાવે! અવરોધોને પર કરવા
- ઇન્ડો-બેલ્જિયમ તકો અંગે સંવાદ
- એનર્જી અગ્રણીઓ સાથે સંવાદ - બજાર સંબંધિત ટ્રેન્ડ્સ
- વીયુસીએ વિશ્વમાં વધતા મૂડી પ્રવાહ સાથે એનર્જી સંક્રમણ
- ભારતના વર્તમાન અને ભાવિ માટેના રિન્યુએબલ એનર્જી મિશ્રણમાં બાયોએનર્જીનું મહત્વ - વેડફાઈ ન જાય ત્યાં સુધી કચરો એ કચરો નથી!
અન્યો વચ્ચે કોન્ફરન્સમાંના મુખ્ય સ્પીકર્સમાં Sri Ajay Mishra, આઇએએસ, તેલંગણા સરકારના વિશિષ્ટ મુખ્ય સચિવ; Sri G. Raghuma Reddy, સીએમડી, તેલંગણા રાજ્ય સધર્ન પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ; Sri N Janaiah, વીસી અને એમડી - TSREDCO (Telangana State Renewable Energy Development & Corporation); Ms Farzana Rahman, વરિષ્ઠ વીપી - IDCOL, Bangladesh; Jean-Francois Aernouts, ટ્રેડ કમિશનર, Consulate General of Belgium; Sreyamsa Bairiganjan, આરઈ નિષ્ણાત, World Bank; Joerg Gaebler, પ્રમુખ સલાહકાર, GIZ; Tobias Winter, ડિરેક્ટર, Indo-German Energy Forum Support Office; Stefan Schaefer, સીઈઓ Expectus GmbH; Dr Christoph Mueller, સીઈઓ Simply Solar; P. Vinay Kumar, સીઈઓ, Varp Power Pvt Limited; Manash Mitra, હેડ-એડવાઇઝરી અને એમએન્ડએ, Tata Cleantech Capital Ltd; Radhika Choudary, સહ-સંસ્થાપક, Freyr Energy; Shashidhara BV, હેડ Solar Edge-India; M.R. Narayanan, ચેરમેન, Adtech Systems Limited; Kelly Mermuys, કન્ટ્રી મેનેજર, 3E (SynaptiQ Solar & Wind); Santosh Khatesal, મેનેજીંગ ડિરેક્ટર, Enerparc; Daniel Liu, મેનેજીંગ ડિરેક્ટર, South Asia, Jinko Solar; Dinesh Salem-Natarajan, સહ-સંસ્થાપક SootLess Energy Private Limited; Thorben Glaser, પ્રોજેક્ટ મેનેજર, KfW; અને Uday Kiran, ડિરેક્ટર, Infrastructure, Government & Healthcare, KPMG નો સમાવેશ થાય છે.
RenewX વિશે:
RenewX નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ વિશ્વના અગ્રણી B2B માહિતી સેવા જૂથ અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર બનવા માટે June 2018 માં Informa PLC સાથે જોડાણ કર્યું. CJGF વિશે વધુ માહિતી માટે https://www.renewx.in/ અને એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
Suhasini Kona
+91-9505038290
[email protected]
Akshay Pawar
+91-9381570516
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article