GTPL હેથવે લિમિટેડ: ત્રિમાસિક આવક ₹900 કરોડને પાર, વાર્ષિક ધોરણે 7%નો વધારો
અમદાવાદ, ભારત, 12 જુલાઈ, 2025 /PRNewswire / -- ભારતના સૌથી મોટા ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા અને અગ્રણી બ્રોડબેન્ડ સેવા પ્રદાતા, GTPL હેથવે લિમિટેડે 30 જૂન, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી.
મુખ્ય નાણાકીય હાઇલાઇટ્સ:
મુખ્ય સંકલિત વ્યવસાય અને નાણાકીય હાઇલાઇટ્સ: Q1 FY26 (નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક) (વર્ષ-દર-વર્ષ વાર્ષિક)
• Q1 FY26 (નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક)માં કુલ આવક ₹9091 મિલિયન (909.10 કરોડ) રહી, વાર્ષિક ધોરણે 7% વધારો
• Q1 FY26 (નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક) માટે EBITDA ₹ 1123 મિલિયન (112.30 કરોડ) હતો, જેમાં EBITDA માર્જિન 12.4% અને ઓપરેટિંગ EBITDA માર્જિન 22% હતું.
• Q1 FY26 (નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક)માં કરવેરા પછીનો નફો ₹ 105 મિલિયન (10.5 કરોડ) રહ્યો
વિગતો (₹ મિલિયનમાં) |
Q1 FY26 (નાણાકીય વર્ષ 26નું પ્રથમ ત્રિમાસિક) |
Q1 FY25 (નાણાકીય વર્ષ 25નું પ્રથમ ત્રિમાસિક) |
Q4 FY25 (નાણાકીય વર્ષ 25નું ચોથું ત્રિમાસિક) |
FY25 (નાણાકીય વર્ષ 25) |
ડિજિટલ કેબલ ટીવીની આવક |
3,018 |
3,193 |
2,982 |
12,327 |
બ્રોડબેન્ડની આવક |
1,359 |
1,348 |
1,358 |
5,456 |
કુલ આવક |
9,091 |
8,506 |
8,989 |
35,072 |
EBITDA |
1,123 |
1,205 |
1,144 |
4,625 |
EBITDA માર્જિન (%) |
12.4 % |
14.2 % |
12.7 % |
13.2 % |
ઓપરેટિંગ EBITDA* (%) |
22 % |
23 % |
22 % |
22 % |
કર પછીનો નફો |
105 |
143 |
105 |
479 |
ઓપરેશનલ હાઇલાઇટ્સ
ડિજિટલ કેબલ ટીવી
• 30 જૂન, 2025 સુધીમાં સક્રિય સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 9.60 મિલિયન (96 લાખ) હતી
• 30 જૂન, 2025 સુધીમાં ચુકવણી કરનારા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 8.90 મિલિયન (89 લાખ) હતી
• Q1FY26 (નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક)માં કેબલ ટીવીમાંથી સબ્સ્ક્રિપ્શનની આવક ₹ 3018 મિલિયન (301.80 કરોડ) રહી.
બ્રોડબેન્ડ
• બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સમાં વાર્ષિક 20,000નો વધારો, આમ 1,050,000 સબ્સ્ક્રાઇબર્સ થયા
• Q1 FY26 (નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિકમાં) બ્રોડબેન્ડ આવક વાર્ષિક 1% વધીને ₹1359 મિલિયન (135.90 કરોડ) થઈ
• 30 જૂન, 2025 સુધીમાં, હોમપાસ 5.95 મિલિયન (59.5 લાખ) હતો - જે વાર્ષિક ધોરણે 50,000નો વધારો દર્શાવે છે. 5.95 મિલિયન (59.5 લાખ)માંથી 75%
• FTTX કન્વર્ઝન માટે ઉપલબ્ધ છે.
• બ્રોડબેન્ડ સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા (ARPU) પ્રતિ સબ્સ્ક્રાઇબર ₹ 465 પ્રતિ મહિને રહી, જે વાર્ષિક ધોરણે ₹ 5 વધી.
• દર મહિને પ્રતિ વપરાશકર્તા સરેરાશ ડેટા વપરાશ 410 GB હતો, જે વાર્ષિક ધોરણે 17%નો વધારો દર્શાવે છે.
પરિણામો પર ટિપ્પણી કરતા, GTPL હેથવે લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,
"મને એ જણાવતા આનંદ થાય છે કે કંપનીએ અમારા કેબલ ટીવી અને બ્રોડબેન્ડ વ્યવસાયો બંનેમાં તેની સબ્સ્ક્રાઇબરની સંખ્યા ટકાવી રાખી છે, ગતિશીલ રીતે વિકસતા અને સ્પર્ધાત્મક ઉદ્યોગ પરિદૃશ્યમાં કાર્યકારી સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. આ સુસંગતતા અમારા ગ્રાહક સંબંધોની મજબૂતાઈ, અમારી સેવા ઑફરોની વિશ્વસનીયતા અને પડકારજનક વાતાવરણમાં અનુકૂલન સાધવાની અમારી ટીમની ચપળતા દર્શાવે છે.
ભવિષ્ય તરફ જોતાં, આગામી નાણાકીય વર્ષ અમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. અમે ટેલિવિઝન સેવાઓના વિતરણમાં અમારી ક્ષમતાઓને વધારવા માટે તૈયાર છીએ, જ્યાં અમને મધ્યમ ગાળામાં ખૂબ લાભ થવાની અપેક્ષા છે. અમારી લાંબા ગાળાની વ્યૂહરચનાઓ ટકાઉ વિકાસ, ડિજિટલ પરિવર્તન અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય પહોંચાડવા પર કેન્દ્રિત છે.
અમે અમારા ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે અમારી માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા, ઉભરતી ટેક્નોલોજીઓને અમલમાં મૂકવા અને ગ્રાહક-કેન્દ્રિત સોલ્યુશન સાથે નવીનતા લાવવામાં રોકાણ કરવાનું ચાલુ રાખીએ છીએ. ઉદ્યોગમાં પરિવર્તનની સાથે, અમે અમારા મુખ્ય કાર્યોને મજબૂત બનાવતી વખતે નવી તકોનો લાભ લેવા અંગે આશાવાદી રહીએ છીએ.
GTPL હેથવે લિમિટેડ વિશે
GTPL હેથવે લિમિટેડ ભારતમાં ડિજિટલ કેબલ ટીવી સેવાઓ પૂરી પાડતી સૌથી મોટી MSO છે અને ભારતમાં સૌથી મોટા ખાનગી વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતાઓમાંની એક છે. કંપની ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ કેબલ ટીવી અને વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતા છે અને પશ્ચિમ બંગાળમાં અગ્રણી ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા છે. કંપનીની ડિજિટલ કેબલ ટીવી સેવાઓ ભારતના 26 રાજ્યોના 1,500થી વધુ શહેરોમાં પૂરી પાડવામાં આવે છે. કંપનીનું નેટવર્ક વ્યાપક છે, જેમાં 48,000+ વ્યવસાયિક ભાગીદારો, 200+ પ્રસારણકર્તાઓ, 1,750+ એન્ટરપ્રાઇઝ ગ્રાહકો અને 30+ સરકારી પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગીદારીનો સમાવેશ થાય છે. કંપની 975+ ટીવી ચેનલોનો અદ્ભુત કૅટલૉગ ઑફર કરે છે, જેમાં 130+ ચેનલો GTPLની માલિકીની અને GTPL દ્વારા સંચાલિત પ્લેટફોર્મ સેવાઓ છે. 30 જૂન, 2025 સુધીમાં, કંપની પાસે 9.60 મિલિયન (96 લાખ) સક્રિય ડિજિટલ કેબલ ટીવી સબ્સ્ક્રાઇબર્સ અને 1.05 મિલિયન (10.5 લાખ) બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ છે અને બ્રોડબેન્ડ હોમ-પાસ લગભગ 5.95 મિલિયન (59.5 લાખ) છે.
સુરક્ષિત વેપારી શરતો
કંપનીની અપેક્ષિત ભવિષ્યની ઘટનાઓ, નાણાકીય અને સંચાલન પરિણામો સંબંધિત કોઈપણ ભવિષ્યલક્ષી નિવેદનો ચોક્કસ ધારણાઓ પર આધારિત છે જેની કંપની ખાતરી આપતી નથી કે તે પરિપૂર્ણ થશે. આ નિવેદનો જોખમો અને અનિશ્ચિતતાઓને આધીન છે. વાસ્તવિક પરિણામો વ્યક્ત અથવા ગર્ભિત પરિણામોથી નોંધપાત્ર અથવા ભૌતિક રીતે અલગ હોઈ શકે છે. કંપનીના કામકાજને અસર કરી શકે તેવા મહત્ત્વપૂર્ણ વિકાસમાં વૈશ્વિક અથવા સ્થાનિક અથવા બંને રીતે ઉદ્યોગમાં મંદી, ભારતમાં રાજકીય અને આર્થિક વાતાવરણમાં અથવા વિદેશના મુખ્ય બજારોમાં નોંધપાત્ર ફેરફારો, કર કાયદા, મુકદ્દમા, શ્રમ સંબંધો, વિનિમય દરમાં વધઘટ, તકનીકી ફેરફારો, રોકાણ અને વ્યવસાયિક આવક, રોકડ પ્રવાહના અંદાજો, વ્યાજ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. કંપની આ તારીખ પછીની ઘટનાઓ અથવા સંજોગોને પ્રતિબિંબિત કરવા માટે ભવિષ્યલક્ષી નિવેદનોને અપડેટ કરવાની કોઈ જવાબદારી લેતી નથી.
લૉગો - https://mma.prnewswire.com/media/2729032/5410042/GTPL_Logo.jpg

Share this article