GTPL Hathway Ltd : નાણાકીય વર્ષ 26ના બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે 12% ની મજબૂત ત્રિમાસિક આવક વૃદ્ધિ હાંસલ કરી
અમદાવાદ, ભારત, ઑક્ટો. 17, 2025 /PRNewswire/ -- GTPL Hathway Limited, ભારતની સૌથી મોટી ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા અને અગ્રણી બ્રોડબેન્ડ સેવા પ્રદાતાએ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી.
મુખ્ય નાણાકીય હાઇલાઇટ્સ:
મુખ્ય એકીકૃત વ્યવસાય & નાણાકીય હાઇલાઇટ: નાણાકીય વર્ષ 26ના બીજા ત્રિમાસિક (વાર્ષિક)
- નાણાકીય વર્ષ 26 ના બીજા ત્રિમાસિકમાં કુલ આવક ₹ 9,649 મિલિયન રહી, જે ત્રિમાસિક ગાળામાં 6% & 12% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.
- નાણાકીય વર્ષ 26 ના બીજા ત્રિમાસિક માં ઇબીઆઈટીડીએ ₹1,101 મિલિયન રહ્યો છે, જેમાં ઇબીઆઈટીડીએ માર્જિન 11.4% &રહ્યુ છે અને ઓપરેટિંગ ઇબીઆઈટીડીએ માર્જિન 22% હતું
- નાણાકીય વર્ષ 26 ના બીજા ત્રિમાસિકમા નફો ₹ 93 મિલિયન છે
વિગતો (₹ મિલિયનમાં) |
નાણાકીય વર્ષ 26 ના બીજા ત્રિમાસિક |
નાણાકીય વર્ષ 25 નું બીજા ત્રિમાસિક |
નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ત્રિમાસિક |
નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છમાસિક |
નાણાકીય વર્ષ 25 ના પ્રથમ છમાસિક |
નાણાકીય વર્ષ 25 |
ડિજિટલ કેબલ ટીવી આવક |
3,024 |
3,129 |
3,018 |
6,042 |
6,322 |
12,327 |
બ્રોડબેન્ડ આવક |
1,393 |
1,367 |
1,359 |
2,753 |
2,715 |
5,456 |
કુલ આવક |
9,649 |
8,620 |
9,091 |
18,741 |
17,126 |
35,072 |
ઇબીઆઈટીડીએ |
1,101 |
1,138 |
1,123 |
2,224 |
2,343 |
4,625 |
ઇબીઆઈટીડીએ માર્જિન (%) |
11.4 % |
13.2 % |
12.4 % |
11.9 % |
13.6 % |
13.2 % |
ઓપરેટિંગ ઇબીઆઈટીડીએ*(%) |
22 % |
22 % |
22 % |
22 % |
22 % |
22 % |
કર પછી નફો |
93 |
129 |
105 |
198 |
272 |
479 |
*ઓપરેટિંગ ઇબીઆઈટીડીએ(%) = (સક્રિયકરણ નું ઇબીઆઈટીડીએ & અન્ય આવક નેટ) / (સબ્સ્ક્રિપ્શન + આઈએસપી + અન્ય ઓપરેટિંગ આવક) |
ઓપરેશનલ હાઇલાઇટ
ડિજિટલ કેબલ ટીવી
- 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં સક્રિય સબ્સ્ક્રાઇબર્સ 9.50 મિલિયન હતા
- 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ચૂકવણી કરનારા સબ્સ્ક્રાઇબર્સ 8.80 મિલિયન હતા
- નાણાકીય વર્ષ 26ના બીજા ત્રિમાસિકમાં કેબલ ટીવીમાંથી સબ્સ્ક્રિપ્શન આવક ₹ 3,024 મિલિયન રહી.
બ્રોડબેન્ડ
- બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સમાં વાર્ષિક 10 હજાર નો વધારો થયો છે, આમ 1050 હજાર થયો છે
- નાણાકીય વર્ષ 26ના બીજા ત્રિમાસિક માટે બ્રોડબેન્ડ આવક 2% વધીને આવક ₹ 1,393 મિલિયન છે
- 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ હોમપાસ 5.95 મિલિયન, હતો, જેમાંથી 75% એફટીટીએક્સ રૂપાંતર માટે ઉપલબ્ધ છે
- બ્રોડબેન્ડ સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા (એઆરપીયુ) પ્રતિ સબ્સ્ક્રાઇબર દર મહિને ₹465 રહી, જે વાર્ષિક ધોરણે ₹5 વધી છે
- દર મહિને પ્રતિ વપરાશકર્તા સરેરાશ ડેટા વપરાશ 410 જીબીહતો, જે વાર્ષિક 17%નો વધારો દર્શાવે છે.
પરિણામો પર ટિપ્પણી કરતા , શ્રીમાન. Anirudhsinh Jadeja - મેનેજીંગ ડિરેક્ટર , GTPL Hathway Limited એ કહ્યુ કે ,
"મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમે કેબલ ટીવી અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ બંનેમાં અમારા ગ્રાહકોનો આધાર જાળવી રાખ્યો છે, જે સ્પર્ધાત્મક વાતાવરણમાં ગ્રાહકોનો સતત વિશ્વાસ અને કાર્યકારી સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.
ગ્રાહક અનુભવ વધારવા પર અમારું ધ્યાન પરંપરાગત કેબલ ટીવી અને બ્રોડબેન્ડ ઓફરિંગથી આગળ વધીને, ઓટીટી સેવાઓ, ગેમિંગ, ટીવી એવરીવ્હેર અને વિવિધ સામગ્રી પસંદગીઓને પૂર્ણ કરવા માટે આ સેવાઓના સંયોજન દ્વારા અમારા વિસ્તરણને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે.
કંપની મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને સેવાઓ દ્વારા કાર્યક્ષમતા વધારવા, ગ્રાહકોને પ્રાપ્ત કરવા અને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે, જ્યારે ટેકનોલોજીનો લાભ ઉઠાવે છે અને સમજદાર નાણાકીય શિસ્ત જાળવી રાખે છે."
GTPL Hathway Limited વિશે
GTPL Hathway Limited ડિજિટલ કેબલ ટીવી સેવાઓ પ્રદાન કરતી ભારતની સૌથી મોટી એમએસઓ છે અને તે ભારતમાં સૌથી મોટી ખાનગી વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતાઓમાંથી એક છે. કંપની ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ કેબલ ટીવી અને વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતા છે & પશ્ચિમ બંગાળમાં અગ્રણી ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા છે. કંપનીની ડિજિટલ કેબલ ટીવી સેવાઓ ભારતભરના 26 રાજ્યોમાં 1,500 થી વધુ નગરો સુધી પહોંચી છે. કંપની 48,000+ બિઝનેસ પાર્ટનર્સ, 200+ બ્રોડકાસ્ટર્સ, 1,750+ એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ અને 30+ સરકારી પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગીદારી ધરાવતાં એક વિસ્તૃત નેટવર્કનો આનંદ માણે છે. કંપની 975+ ટીવી ચેનલોની એક શાનદાર સૂચિ પ્રસ્તુત કરે છે, જેમાં 130થી વધુ ચેનલો GTPLની માલિકીની &સંચાલિત પ્લેટફોર્મ સેવાઓ છે. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, કંપની પાસે 9.50 મિલિયન સક્રિય ડિજિટલ કેબલ ટીવી સબ્સ્ક્રાઇબર્સ અને 1.05 મિલિયન બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ છે અને લગભગ 5.95 મિલિયનનો બ્રોડબેન્ડ હોમ-પાસ છે.
સેફ હાર્બર
અપેક્ષિત ભાવિ ઘટનાઓ, કંપનીના નાણાકીય અને સંચાલન પરિણામો વિશેના કોઈપણ આગળ દેખાતા નિવેદનો અમુક ધારણાઓ પર આધારિત છે જેની પરિપૂર્ણતાની કંપની બાંહેધરી આપતી નથી. આ નિવેદનો જોખમો અને અનિશ્ચિતતાને આધીન છે. વાસ્તવિક પરિણામો વ્યક્ત અથવા ગર્ભિત પરિણામોથી નોંધપાત્ર રીતે અથવા ભૌતિક રીતે અલગ હોઈ શકે છે. મહત્વના વિકાસ કે જે કંપનીની કામગીરીને અસર કરી શકે છે તેમાં ઉદ્યોગમાં ઘટાડો, વૈશ્વિક અથવા સ્થાનિક અથવા બંનેમાં, ભારતમાં રાજકીય અને આર્થિક વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારો અથવા વિદેશના મુખ્ય બજારો, કર કાયદા, મુકદ્દમા, મજૂર સંબંધો, વિનિમય દરમાં વધઘટ, તકનીકી ફેરફારો, રોકાણ અને વ્યવસાયની આવક, રોકડ પ્રવાહના અંદાજો, વ્યાજ અને અન્ય ખર્ચ. કંપની તેની તારીખ પછીની ઘટનાઓ અથવા સંજોગોને પ્રતિબિંબિત કરવા માટે આગળ દેખાતા નિવેદનોને અપડેટ કરવાની કોઈ જવાબદારી લેતી નથી.
Logo - https://mma.prnewswire.com/media/1982843/5561984/GTPL_Logo.jpg

Share this article