મુંબઈ, January 21, 2016 /PRNewswire/ --
- દુનિયાભરના ચાહકો હવે #fame પર iamsrk ફોલો કરી શકે છે, જે એશિયાનું અવ્વલ લાઈવ વિડિયો સોશિયલ પ્લેટફોર્મ છે
- પ્રથમ લાઈવ વિડિયો બીમ 31મી જાન્યુઆરીના રોજ
ભારતનો સૌથી મોટો વૈશ્વિક સુપરસ્ટાર શાહરુખ ખાન એશિયાના સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલા લાઈવ વિડિયો સોશિયલ પ્લેટફોર્મ #fame પર લાઈવ બીમ સાથે વૈશ્વિક સ્તરે તેના ચાહકો સાથે ઈન્ટરએક્ટ કરવા માટે સજ્જ છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160121/324492 )
શાહરુખ દુનિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. તેના દુનિયાભરમાં બેસુમાર ચાહકો છે. તેનું વૈશ્વિક ચાહક મૂળ એક અબજનો પણ આંક પાર કરી ગયું છે અને તે એસઆરકે તરીકે લોકપ્રિય છે. હવે તે #fame પર સેંકડે લાઈવ બીમ્સ મારફત તેના ચાહકો સાથે ઈન્ટરએક્ટ અને એન્ગેજ થશે.
ભારતનો સૌથી મોટો વૈશ્વિક રાજદૂત ઉપરાંત એસઆરકે તેના ચાહકો સાથે કનેક્ટ અને કોમ્યુનિકેટ થવા માટે સોશિયલ મિડિયા અપનાવવામાં અને ઉપયોગ કરવામાં પણ આગેવાન રહ્યો છે. શાહરુખ ખાનનું વિધિસર સોશિયલ મિડિયા હેન્ડલ iamsrk લોકપ્રિય સોશિયલ મંચોમાં 35 મિલિયન જેટલા ચાહકો સાથે દુનિયામાં સૌથી વિશાળ અને સૌથી પ્રભાવશાળીમાંથી એક છે. એસઆરકેના ચાહકો હવે #fame પર લાઈવ વિડિયો બીમ્સ મારફત તેની સાથે ઈન્ટરએક્ટ કરવાનો મોકો મેળવી શકે છે, જેમાં પ્રશ્નોત્તરી અને જીવનના બોધથી લઈને તેના કામ અને જીવનની રસપ્રદ પળો અને તે માને છે એવાં કારણો વિશે તેઓ જાણી શકશે.
http://www.multivu.com/players/English/7741451-shah-rukh-khan-beam-live-on-fame/
આ પ્રગતિ વિશે બોલતાં શ્રી શાહરુખ ખાન કહે છે, મને વર્ષોનાં વહાણાં વીતવા સાથે દુનિયાભરમાંથી કેટલા બધા વહાલા લોકો પાસેથી પ્રેમ અને વહાલ મળ્યા છે તે બદલ હું પોતાને ભાગ્યશાળી માનું છું. હું તેમને ફક્ત મારા ફેન્સ તરીકે બોલાવવા માગું છું. તેઓ મને પ્રેમ અને ટેકો આપે છે અને હું હંમેશાં તેમને પ્રેમ સામે શું આપવું તેની રીત જોતો હોઉં છું. સોશિયલ મિડિયા ઘણા બધા લોકો સાથે જોડાવા માટે આવી જ એક આસાન રીત છે. #fame હવે બધા સાથે વિડિયો ઈન્ટરએકશન શક્ય બનાવવા સાથે મને તેમની વધુ નિકટ લઈ જશે. આથી દરેકને આમંત્રણ આપવામાં મને ખુશી થાય છે. તો #fame પર ફોલો iamsrk કરો. હું #fame પર મારા લાઈવ બીમ્સ અને ઈન્ટરએકશન્સ બાબતે ભારે ઉત્સુક છું.
આ વિશે ટુ ધ ન્યૂ વેન્ચર્સ (#fame ટુ ધ ન્યૂ વેન્ચર્સનો હિસ્સો છે)ના સીઈઓ શ્રી પુનીત જોહરે જણાવ્યું હતું કે લાઈ વિડિયો સોશિયલ પ્લેટફોરમ તરીકે અમે એશિયામાં લોન્ચ થયું ત્યારથી છ મહિનામાં જ 3 મિલિયન ઈન્સ્ટોલ્સ સાથે વ્યાપક ઉપભોક્તા વૃદ્ધિ જોઈ છે અને હવે આ મંચ પર શાહરુખને આવકારવામાં અમારી ખુશીનો કોઈ પાર નથી. અમે માનીએ છીએ કે શાહરુખ લાખ્ખો પ્રતિભાશાળી યુવાનોને દુનિયા સમક્ષ તેમની પ્રતિભા બતાવવા માટે મંચ તરીકે #fameનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપશે.
નોંધનીય છે કે #fameએ ગયા વર્ષે મેમાં તેનું લાઈવ વિડિયો એપ લોન્ચ કર્યું હતું અને ટૂંક સમયમાં જ એશિયામાં ઝડપથી વૃદ્ધિ પામનાર તરીકે ઊભરી આવ્યું છે. આરંભથી જ #fameને 3 મિલિયન ડાઉનલોડ મળ્યા છે અને હવે મહિને 1 મિલિયન સક્રિય ઉપભોક્તાઓને આકર્ષે છે. ઉપભોક્તાઓ તેમના મોબાઈલ પર એક બટનની ક્લિક પર લાઈવ જઈ શકે છે, ફોલોઈંગ બિલ્ડ કરી શકે અને તે નિર્માણની ઝંઝટ વિના કરી શકે છે. ઉપભોક્તાઓ તેઓ ફોલો કરે તેમની જોડે લાઈવ ચેટ કરી શકે, તેમને સ્ટિકર્સ સાથે પરોવી શકે છે અને કમેન્ટ્સ છોડી શકે છે. #fameએ ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને અન્ય બજારમાં લોન્ચ સાથે પ્લેટફોર્મના સ્થાનિકીય વર્ઝન્સ સાથે એશિયામાં તેનું વિસ્તરણ શરૂ કર્યું છે.
Download #fame on iOS, Google Play and 9apps stores or visit fame.live now.
#fame વિશે
#fame એશિયાનું ઝડપથી વૃદ્ધિ પામતું લાઈવ વિડિયો સોશિયલ પ્લેટફોર્મ છે. ઈન્ટીગ્રેટેડ ટેલેન્ટ ફર્સ્ટ વ્યૂહરચના મારફત મોબાઈલ મિલેનિયલ્સને પહોંચી વળતાં #fame એશિયાનું અવ્વલ લાઈવ વિડિયો સોશિયલ પ્લેટફોર્મ બનવા માટે સુસજ્જ છે. આગામી 3 વર્ષમાં 6 દેશોમાં તે મોજૂદગી નોંધવશે. #fameની કન્ટેન્ટ મોબાઈલ પ્રેરિત લાઈવ વિડિયો પ્રોગ્રામિંગ અને નાવીન્યપૂર્ણ વિડિયો- ઓન- ડિમાન્ડ કન્ટેન્ટ આસપાસ કેન્દ્રિત છે, જેમાં ઉચ્ચ પ્રભાવશાળી ડિજિટલ પ્રોપર્ટીઝ, શોઝ અને મનોરંજન, ફૂડ, ફેશન, મ્યુઝિક, કોમેડી જેવાં પ્રકારમાં ફોર્મેટ્સનો સમાવેશ થાય છે. વિતરણમાં મલ્ટી- પ્લેટફોર્મ અભિગમ અને બધાં ડિજિટલ અને સોશિયલ પ્લેટફોર્મ પર મજબૂત મોજૂદગી સાથે #fameએ પ્રતિભા આધારિત કન્ટેન્ટ્સ, પ્રોપર્ટીઝ અને ડિજિટલ વિડિયો સર્વિસીસમાં ગ્રાહકાભિમુખ નિવારણો મારફત દર્શકો સુધી પહોંચવામાં અને તેમને પરોવવામાં મદદ કરી છે.
સંપર્ક
[email protected]
+91-9819045691
Fame Digital Pvt Ltd
Share this article