મુંબઈ, February 17, 2016 /PRNewswire/ --
વર્ષ 2016 D-Link માટે નેટવર્કિંગ ઉત્કૃષ્ટતા અને નવીનતામાં ત્રણ દાયકાની કામગીરીમાં
સીમાચિહ્નરૂપ છે
વૈશ્વિક નેટવર્કિંગ સોલ્યુશન પ્રદાતા D-Link ચાલુ વર્ષે પોતાની કામગીરીના 30માં વર્ષની અને 65 દેશોમાં 'લોકો માટે નેટવર્ક નિર્માણ કરવાના' ત્રણ દાયકાની ઉજવણી કરે છે. 'નવીન કરવા માટેનું ઝનૂન'ના મૂળ મંત્ર સાથે D-Link અત્યાધુનિક અને શ્રેષ્ઠ નેટવર્કિંગ ટેકનોલોજી પ્રસ્તુત કરવા
પ્રતિબદ્ધ છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160216/10140252-a )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160216/10140252 )
1986માં સાત મિત્રોના ગ્રૂપ દ્વારા સ્થાપિત D-Link હબ્સ/સ્વિચનો ઉપયોગ કરીને ડેસ્કટોપ કનેક્ટ કરવા ઉત્પાદનોના નિર્માણ સાથે પોતાની કામગીરીની શરૂઆત કરી હતી. એ જ રીતે લેપટોપ યુગમાં D-Link દુનિયા સાથે વાયરલેસ એક્સેસ પોઇન્ટ્સ સાથે જોડાયું હતું અને હવે અત્યારે સ્માર્ટ ફોનના નવા યુગમાં તે પોતાના શ્રેણીબદ્ધ વાયરલેસ મોબાઇલ કમ્પેનિયન્સ સાથે અગ્રણી નેટવર્કિંગ કંપની છે, જે અતિ પોર્ટેબલ છે. D-Linkની ક્લાઉડ-આધારિત એપ્લિકેશન્સનું બજારમાં પ્રભુત્વ છે અને હવે D-Linkના મોટા ભાગના અત્યાધુનિક ઉત્પાદનો ભવિષ્યની ટેકનોલોજી IoT (ઇન્ટનેટ ઓફ થિંગ્સ)પર આધારિત છે.
તે હકીકતમાં નવીનતા પ્રત્યે ઝૂનન ધરાવે છે, જે D-Linkને વૈશ્વિક સ્તરે વિવિધ ઉત્પાદનો પ્રદાન કરવામાં મદદ કરે છે, અબજ ડોલર નેટવર્કિંગ કંપની છે, જે સમગ્ર દુનિયામાં 2,700થી વધારે કર્મચારીઓ ધરાવે છે. અત્યારે D-Link અસરકારક રીતે તેની મજબૂત સ્થાનિક કુશળતા પર આધારિત છે અને સ્થાનિક ઉત્પાદનો વિકસાવે છે, જે દુનિયાના બજારોમાં મહત્ત્વપૂર્ણ લાભ આપે છે. દરરોજ આશરે 100 દેશોમાં D-Link હોસ્પિટલ નેટવર્કને પાવર આપે છે, જેથી જીવનરક્ષક ઓપરેશન હાથ ધરી શકાય. D-Link યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓના હાર્દમાં મોટા નોલેજ સેન્ટર્સને જોડે છે, જેથી તેઓ મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક સફળતા મેળવવા સક્ષમ બને છે. D-Link તેના Wi-Fi નેટવર્કિંગ, IP સર્વિલન્સ ઉત્પાદનો વગેરે મારફતે નાના વ્યવસાયો/ઉદ્યોગસાહસોને વિકસવામાં મદદ કરે છે. અને દુનિયાભરના લાખો ઘરોમાં D-Link પરિવારોને માનસિક શાંતિ આપવાની સાથે સમૃદ્ધ, ઝડપી ડિજિટલ જીવનશૈલી પ્રદાન કરે છે.
"વર્ષ 2016 D-Link માટે સીમાચિહ્નરૂપ છે, કારણ કે અમે 'લોકો માટે નેટવર્ક બનાવવાના' 30 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ. વાત સમયગાળાની જ નથી, પણ ત્રણ દાયકાના ગાળામાં અમે મેળવેલી સિદ્ધિઓ અને અમે ઊભા કરેલા વારસા વિશે છે," એવું Mr. Tushar Sighat, Executive Director & CEO - D-Link (India) Ltd.કહ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "છેલ્લાં 30 વર્ષે D-Linkને વાયરલેસ ઉદ્યોગની અંદર મજબૂત સ્થાન અપાવ્યું છે. અમે અમારા નવીનતા માટેના ઝનૂનને સોલ્યુશનમાં પરિવર્તિત કર્યું છે - જેમ કે અમારી કનેક્ટેડ હોમ રેન્જ અને અતિ-કાર્યદક્ષ નેટવર્કિંગ કિટ્સ - જે લોકોના જીવનને સુધારે છે. વારસાને આગળ ધપાવવા અમે 2016 અને ભવિષ્યમાં નવીન કરવા માટેના અમારા ઝનૂન સાથે કામગીરી જાળવી રાખીશું."
પોતાની સ્થાપના 30માં વર્ષમાં D-Link પોતાના'નવીનતા માટેના ઝનૂન'ની ઉજવણી કરે છે જે અંતર્ગત તે વધારે નવીન નેટવર્કિંગ ઉત્પાદનો લાવશે અને તેના મજબૂત કામગીરીના વારસા, ભવિષ્યના પ્રવાહનો ઓળખવાની ક્ષમતાને બળે ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરશે. આગામી વર્ષોમાં D-Link નવીન ઉત્પાદનો સાથે નેટવર્કિંગ ઉદ્યોગનું અગ્રણી રહેશે, જે ઘર અને ઓફિસ માટે શ્રેષ્ઠ કનેક્ટિવિટી, સીક્યોરિટી, કાર્યદક્ષતા અને ખર્ચમાં બચત કરતાં સોલ્યુશન્સ પ્રદાન કરવા ઉચ્ચ-કાર્યદક્ષ અને ખર્ચ-અસરકારક ઉત્પાદનો પ્રદાન કરશે. આગળ જતાં D-Link ભરોસાપાત્ર, વાજબી અને ઉપયોગ કરવામાં સરળ ઉત્પાદનોની વ્યાપક રેન્જ સાથે ગ્રાહકો અને બિઝનેસની ભવિષ્યની માગને પૂર્ણ કરવા સજ્જ છે. D-Link ભવિષ્ય માટે અત્યાધુનિક ટેકનોલોજી અને વ્યવહારિક નવીનતા ઓફર કરવા બદલ ગર્વ અનુભવે છે.
D-Link તેના વારસાની, નવીનતા માટેના ઝનૂન અને અમારા 30 વર્ષમાં જોડાણ કરવામાં મદદ કરેલા તમામ લોકોનો D-Link તેની કામગીરીના વારસા, નવીનતા માટેના ઝનૂન અને 30 વર્ષમાં કનેક્ટ થનાર તમામ લોકોનો આભાર માનીને આગામી 30 વર્ષ નેટવર્કિંગ ક્ષેત્રમાં કામગીરી કરવા અને વૃદ્ધિ કરવા આતુર છે.
D-Link (India) Limited વિશે:
D-Link ઘર, નાના વ્યવસાયો, મધ્યમથી મોટી સાઇઝના ઉદ્યોગસાહસિક વાતાવરણ અને સેવા પ્રદાતાઓ માટે કનેક્ટિવિટીમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે. એવોર્ડ-વિજેતા ડિઝાઇનર, ડેવલપર અને ઉત્પાદક D-Link યુનિફાઇડ નેટવર્ક સોલ્યુશન્સનો અમલ કરે છે અને સપોર્ટ કરે છે, જે સ્વિચિંગ, વાયરલેસ, બ્રોડબેન્ડ, સ્ટોરેજ, IP સર્વિલન્સ, ક્લાઉડ-આધારિત નેટવર્ક મેનેજમેન્ટ અને માળખાગત કેબલિંગમાં સંકલિત ક્ષમતાઓ છે.
D-Link (India) Limited એ D-Link Corporationનો ભાગ છે અને ભારતમાં સૌથી મોટું નેટવર્કિંગ ધરાવતી કંપનીઓમાંની એક છે. કંપની ભારત અને SAARC પ્રદેશમાં નેટવર્કિંગ ઉત્પાદનોના માર્કેટિંગ અને વિતરણમાં સંકળાયેલ છે. D-Link (India) Limitedની ઇક્વિટીઝ NSE અને BSE શેરબજારોમાં લિસ્ટેડ છે. અત્યારે D-Link (India) Limited રાષ્ટ્રવ્યાપી પહોંચ, મજબૂત ઉત્પાદન પોર્ટફોલિયો અને ભારતમાં શ્રેષ્ઠ સેવાઓ સાથે બજારમાં અગ્રણી કંપની છે. કંપની ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, કાર્યદક્ષ અને વિશ્વસનિય નેટવર્કિંગ ઉત્પાદનો, સોલ્યુશન અને સેવાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. D-Link India અત્યારે 11 શહેરોમાં અત્યાધુનિક D-Link Service Center (DSC) સાથે 17 શાખા ઓફિસ ધરાવે છે અને સમગ્ર ભારતમાં 38 D-Link Service Partners (DSP) દ્વારા સપોર્ટ ધરાવે છે. D-Link (India) Limited તેના ગ્રાહકો માટે ટોલ-ફ્રી સપોર્ટ હેલ્પડેસ્ક પણ ધરાવે છે.
વધુ માહિતી મેળવવા મુલાકાત લો http://www.dlink.co.in, અથવા ફેસબુક પર જોડાવ http://www.facebook.com/dlinkindia અને ટ્વિટર http://www.twitter.com/dlink_india
મીડિયા સંપર્કઃ
Divya Shetty
[email protected]
+91-9004672817
Sr. Manager - PR & Marketing Communication
D-Link (India) Ltd.
Share this article