LeEco એ જૂન 28 ના રોજ તેનાં પ્રથમ ફ્લેશ સેલ પહેલાં Le 2 અને Le Max2 માટે રેકોર્ડ 5 લાખ+ રજીસ્ટ્રેશન હાંસલ કર્યા
મુંબઈ, June 28, 2016 /PRNewswire/ --
Le 2 અથવા Le Max2 ખરીદદારો માટે મફત CDLA ઈયરફોન્સ
તેનાં સેકન્ડ જનરેશન સુપરફોન્સ, Le 2 અને Le Max2ને લૉન્ચ કર્યાના થોડાં જ અઠવાડિયાની અંદર, LeEco એ વપરાશકર્તાઓ તરફથી બન્ને LeMall.com, LeEco ની પોતાની ઈકૉમર્સ માર્કેટપ્લેસ અને Flipkart પર 525,000ની સંખ્યામાં રેકોર્ડ-બ્રેક રજીસ્ટ્રેશન્સ કરાવીને જબરદસ્ત પ્રતિભાવ પ્રાપ્ત કર્યો છે. ઘણાં સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તેવાં સુપરફોન્સના ફર્સ્ટ ફ્લેશ સેલને જેમણે રજિસ્ટર નથી કરાવ્યું તેવાં ગ્રાહકો માટે અમુક કલાકો છોડી દઈને, આવતીકાલ (જૂન 28) માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે. તમામ Le 2 અને Le Max2 ખરીદદારો જૂન 28ના રોજ CDLA ઇયરફોન્સ મફત મેળવી શકે છે. લાક્ષણિકતાઓની બિનહરિફ મૂલ્ય દરખાસ્તને અને વિભાવનાઓને અત્યંત આકર્ષક કિંમતો પર જોતાં, બન્ને સુપરફોન્સે ભારતીય સ્માર્ટફોન બજારને હચમચાવી મૂક્યું છે.
Le 2 માટેનું ફર્સ્ટ ફ્લેશ સેલ આવતીકાલે બપોરે 12 વાગ્યે શરૂ થશે, જેના માટેના રજિસ્ટ્રેશન આવતીકાલે સવારે 11.00 વાગ્યે બંધ કરવામાં આવશે. Le Max2 માટે, રજિસ્ટ્રેશન આવતીકાલે બપોરે 1.00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેનું ફ્લેશ સેલ શરૂ થશે. તો, આ સુપરફોન્સને મેળવવાની છેલ્લી તક છે જેણે પહેલાં ભારતમાં સ્માર્ટફોન ઉદ્યોગમાં એક મોટી અસર ઊભી કરી છે.
એવાં સમયે જ્યારે બ્રાન્ડ્સ તેમની વિશેષતાઓ કે જે તેમનાં પ્રતિસ્પર્ધીઓથી ભાગ્યે જ જુદી હોય છે, તેનાં વિશે ચર્ચા કરવામાં તણાવ અનુભવે છે ત્યારે LeEco એ સ્માર્ટફોન ઉદ્યોગને તેનાં નેક્સ્ટ જનરેશન સુપરફોન્સના લૉન્ચ દ્વારા અચંબામાં મૂકી દીધું છે જેમાં ખરીદદારોને કન્ટેન્ટ ઈકોસિસ્ટમ, મેમ્બરશિપ પ્રોગ્રામ, અને મૂઠના ભવિષ્ય-રક્ષણની બાંયધરીનો સમાવેશ થાય છે. Le 2 અને Le Max2 બન્ને માટેની માંગ અને બિનપૂર્વાધાર પ્રતિભાવ તેની અલાયદી લાક્ષણિકતાઓને આભારી છે જે તેમને ઉદ્યોગમાં અન્ય સ્માર્ટફોન્સથી જુદાં પાડે છે.
તેની મનોરંજન કેન્દ્રી ઈકોસિસ્ટમ સાથે, માત્ર 100 દિવસમાં સુપરફોનના 5 લાખ એકમો કરતાં વધુનું વેચાણ કરીને, કંપનીએ ભારતીય બજારમાં પહેલાં જ પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે.
જ્યારે મનોરંજનની વાત આવે છે ત્યારે, Le 2 અને Le Max2 વપરાશકર્તાઓ 2000+ મૂવીઝ અને 3000 કલાકની ક્યુરેટેડ શોની કન્ટેન્ટ લાઇબ્રેરી, 150+ લાઇવ ટીવી ચૅનલ્સ ધરાવે છે અને ટૂંક સમયમાં લૉસલેસ ઑડિયો સાથેના 1.9 મિલિયન ગીતો સુધીની પહોંચ ધરાવશે. આ સુપરફોન્સ એક વર્ષના LeEco મેમ્બરશીપ પ્રોગ્રામ સાથે આવે છે, જેમાં ઉપરોક્ત લાભોની સાથે સાથે, વપરાશકર્તાઓ 5T ક્લાઉડ ડ્રાઇવ સ્પેસમાં, 50+ બિગ ટિકિટ ઇંટરનેશનલ લાઇવ કૉન્સર્ટ્સ, પ્રમુખ મનોરંજક પ્રસંગોનું એક્સક્લ્યુઝિવ લાઇવ સ્ટ્રીમિંગ અને વર્લ્ડવાઇડ મ્યુઝિક કૉન્સર્ટ્સ સાથે 7500+ કલાકના વર્લ્ડ-ક્લાસ મનોરંજનનો પણ ઉપયોગ કરી શકે છે. LeEco વપરાશકર્તાઓને આ ટોચની આંતરરાષ્ટ્રીય લાઇવ કૉન્સર્ટ્સ - લાઇવ અને ઑફલાઇન - માં લૉસલેસ ઓડિયો સાથે ટ્યુન ઇન થવાની તક પણ પૂરી પાડે છે. ખરેખર, એકલી કન્ટેંટ મેમ્બરશીપ જ Le Max2 અને Le 2ને ખરીદવા માટે જરૂરી બનાવે છે.
Le Max2 અને Le 2 બન્ને CDLA (Continual Digital Lossless Audio) લક્ષણ સાથેના USB Type-C ઑડિયો પૉર્ટ સાથે આવે છે, જેને LeEco દ્વારા પેટન્ટેડ કરવામાં આવ્યું છે અને વિશ્વમાં પ્રથમ છે. આ અદ્યતન CDLA ટેક્નોલૉજી વપરાશકર્તાઓને સંપૂર્ણ નવો ઑડિયો અનુભવ પૂરો પાડવા માટે પુનર્વ્યાખ્યા કરવા માટે સજ્જ છે. આ ઓડિયો ક્રાંતિને સ્માર્ટફોન ઉદ્યોગમાં ઝડપી બનાવવા માટે, LeEco તેનાં ફર્સ્ટ ફ્લેશ સેલમાં, તમામ Le 2 અને Le Max2 ખરીદદારોને CDLA ઈયરફોન્સ મફત પૂરા પાડશે.
બન્ને સુપરફોન્સ શક્તિશાળી પ્રોસેસર્સ સાથે આવે છે અને વધુમાં તેનાં વર્ગમાં સૌથી શ્રેષ્ઠ વિશેષતાઓ પૂરી પાડે છે. Le 2, Snapdragon Qualcomm ® SnapdragonTM 652 processor સાથે આવી રહ્યો છે અને Le Max2, Qualcomm® SnapdragonTM 820 processor સાથે.
જૂન 28ના રોજ Le 2 અને Le Max2 ના ફ્લેશ સેલ દરમિયાન, વપરાશકર્તાઓ કેટલાંક આશ્ચર્યજનક પ્રસ્તાવોની પ્રતિક્ષા કરી શકે છે:
- 10% SBI કેશબેક (માત્ર Flipkart પર જ લાગુ થવાપાત્ર. વપરાશકર્તાઓ કાર્ડ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જૂન 28ના રોજ માન્ય 10% કેશબેક, SBI ક્રેડિટ કાર્ડ પરના EMI ટ્રાંઝેક્શન પર પણ લાગુ થવાપાત્ર છે.)
- માત્ર LeMall ખાતે ટ્રાંઝેક્શન પર HDFC ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ સાથે 10% સુધીનું કેશબેક.
- બન્ને સુપરફોન્સ એક વર્ષની LeEco મેમ્બરશીપનો સમાવેશ કરે છે.
- મફત CDLA ઈયરફોન્સ (પ્રારંભિક ઑફર, માત્ર ફર્સ્ટ ફ્લેશ સેલ પર લાગુ થવાપાત્ર)
જો નેક્સ્ટ-જનરેશન સુપરફોન્સ માટે તમે પહેલાં રજીસ્ટર્ડ ન થયા હો તો હજુ પણ સમય છે.
રજિસ્ટ્રેશન પેજીસ
LeMall
http://in.lemall.com/in/campaigns/Le20620.html?cps_id=SMFB_le2_20160617_FB
Flipkart
http://www.flipkart.com/leeco-le-2/p/itmejeucxaxmnk8k?pid=MOBEJEUCS2Z4N2E2
LeEco વિશે:
LeEco, પહેલાં Letv તરીકે જાણીતી હતી, વિષયવસ્તુઓ, ઉપકરણો, ઍપ્લિકેશન્સ અને પ્લેટફૉર્મ્સ ક્ષેત્રે બહુવિધ ઇંટરનેટ ઈકોસિસ્ટ્મ્સ સાથેની એક વૈશ્વિક પાયોનીયરિંગ ઇંટરનેટ અને ટેક્નોલૉજી કંપની છે. Jia Yueting અને Liu Hong દ્વારા નવેમ્બર 2004માં પ્રારંભ કરવામાં આવેલ, LeEco લગભગ 10,000 લોકોને રોજગાર પૂરો પાડે છે અને $12 billion USD થી વધુના મૂડીરોકાણ સાથે જાહેર ક્ષેત્રમાં આવનાર વિશ્વની પ્રથમ વિડીઓ કંપની છે. બીજિંગ, ચીન ખાતે વડુમથક ધરાવતી આ કંપની તેનાં ક્ષેત્રીય વડામથક હૉન્ગકૉંગ, લૉસ એન્જલ્સ, અને સિલિકૉન વેલીમાં ધરાવે છે.
માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ભંગાણજનક નવીનતા સાથે, LeEco અસંખ્ય કારોબાર સાથે જોડાયેલું છે જેમાં ઇંટરનેટ ટીવી, વિડીયો પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન, સ્માર્ટ ગેજેટ્સ અને લાર્જ-સ્ક્રીન ઍપ્લિકેશન્સથી લઈને ઈ-કૉમર્સ, ઈકો-ઍગ્રીકલ્ચર અને કનેક્ટેડ સુપર-ઈલેક્ટ્રિક કાર્સ. કંપની વિશ્વની સૌથી મોટી કન્ટેન્ટ લાઇબ્રેરી પણ ધરાવે છે જેમાં મૂવિઝ, ટીવી ડ્રામા, મનોરંજન શો, સ્પોર્ટ્સ અને મ્યુઝિકનો સમાવેશ થાય છે જેને સુપરફોન્સ અને સુપર ટીવી જેવાં LeEco ઉપકરણો પર જોઈ શકાય છે. નવીનતાના તમામ અવરોધકોને તોડીને, LeEco ઓછી કિંમતે વપરાશકર્તાઓને વધુ અનુભવો માટે વ્યક્તિગત ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડે છે
મીડિયા સંપર્ક:
Aaron Samuel Rajendran
[email protected]
+91-9686100143
LeEco, India
Share this article