નવી દિલ્હી, July 27, 2016 /PRNewswire/ --
Rakhi.Giftalove.comએ રાખી 2016 માટે રાખીની વિશાળ ભેટસોગાદો સાથે રાખી માટે તેનો નવો કેટાલોગ જાહેર કર્યો છે. આ તબક્કે અગ્રણી ઓનલાઇન ગિફ્ટ સ્ટોરે તેના ગ્રાહકો માટે રાખડીની ખરીદીના અનુભવને અનુકૂળ અને યાદગાર બનાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160726/10151285 )
Rakhi.Giftalove.com ઓગસ્ટ, 2016માં રક્ષાબંધન (રાખી)ના આગામી તહેવાર માટે ચીજવસ્તુઓ, ભેટસોગાદો અને હેમ્પર્સની એક્સક્લૂઝિવ રેન્જ પ્રસ્તુત કરે છે. દર વર્ષની જેમ ભારતનો આ લોકપ્રિય ગિફ્ટ સ્ટોર ભાઇબહેન વચ્ચે પ્રેમના બંધનની ઉજવણી કરતાં આ પ્રસંગ માટે અભૂતપૂર્વ વેરાઇટી સાથે ગ્રાહકોનું ધ્યાન આકર્ષવામાં સફળ રહે છે.
Primo Gifts Pvt. Ltd. એ થોડા વર્ષ અગાઉ Rakhi.Giftalove.com શરૂ કરી હતી, જેનો આશય ભારતમાં ઓનલાઇન ખરીદીના વધતા ચલણમાં સહભાગી થવાનો છે. નવી દિલ્હી સ્થિત કંપની વર્ષોથી તમામ પ્રકારના પ્રસંગો અને તહેવારો માટે ભેટસોગાદોનું વેચાણ કરે છે. ઇન્ટરનેટ પર પ્રથમ વર્ષ સફળ રહ્યાં પછી ટીમને વિઝિટર્સ અને ગ્રાહકો માટે સંપૂર્ણ અનુભવ સુધારવા પ્રેરણા મળી હતી. આ તમામ વર્ષોમાં સ્ટોરે ગિફ્ટ નિષ્ણાતો સાથે ચર્ચા કરી, દેશનાં વિવિધ ભાગોમાં રાખડીની ડિઝાઇનો અને ગિફ્ટની જાણકારી મેળવવાનો તથા ડિલિવરી નેટવર્ક મજબૂત કરવાનો દાવો કર્યો હતો. અત્યારે તે રક્ષાબંધનની ખરીદી માટે ઓનલાઇન ખરીદી માટે સૌથી વધુ જોવાતી વેબસાઇટ છે.
Rakhi.Giftalove.com ભારત અને વિદેશમાં રાખી ગિફ્ટ્સની ઓનલાઇન ડિલિવરીને સુલભ બનાવે છે તથા વૈશ્વિક સ્તરે વધારે સ્થાનો અને સ્થળો આવરી લેવા તેના ડિલિવરી લોકેશનની યાદીમાં સુધારો-વધારો કર્યો છે. આ સ્ટોર પાછળ રહેલી ટીમને અત્યાર સુધીની સૌથી વધુ ગિફ્ટ બુક થવાનો વિશ્વાસ છે અને આ અંગે ટીમના સભ્યોએ જાણકારી આપી હતી.
Giftalove.comના સ્થાપક અને ડિરેક્ટર Deelip Singh કહે છે કે, "અમારી અત્યાર સુધીની સફર સફળ રહી છે અને અમે દુનિયાના તમામ વિસ્તારોમાં રહેતાં ગ્રાહકો સુધી પહોંચીને ખુશી અનુભવીએ છીએ. સ્ટોરને ઇન્ટરનેટ પર રાખડીની ચીજવસ્તુઓના સૌથી મોટા કલેક્શન હોવાનો ગર્વ છે અને અમારો 2016 કેટાલોગ તેને આદર્શ રીતે વ્યક્ત કરે છે. સ્ટોરના વિઝિટર્સ પરંપરાગત રાખડીઓ તેમજ ડિઝાઇનર રાખડીઓ, લુમ્બા રાખડીઓ, હાથ-બનાવટની રાખડીઓ, ચાંદીની રાખડીઓ અને ઘણી બધી ચીજવસ્તુઓ એક જ સ્થળે જોઈને ખુશ થાય છે. જ્યાં સુધી રાખડીઓની ભેટસોગાદની વાત છે, ત્યાં સુધી અમે વ્યાવસાયિક ગિફ્ટ નિષ્ણાતોની મદદ સાથે અમારા કલેક્શનને રચનાત્મક, ગુણવત્તાયુક્ત અને વિચારયુક્ત બનાવ્યું છે. અમે તમામ વયજૂથો અને બજેટ માટે ગિફ્ટ પૂરી પાડીએ છીએ, જે તમામને વ્યક્તિગત ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ આપે છે."
સ્ટોર વિશ્વના કોઈ પણ ખૂણે ઓનલાઇન ફ્રી શિપિંગ અને ડિલિવરી કરે છે, જે ગ્રાહકો માટે અન્ય મોટો ફાયદો છે. તેના પર ટિપ્પણી કરતાં સ્ટોરના CTO Mritunjay Kumar જણાવ્યું હતું કે, "અમારી ટીમ ભારત અને અન્ય દેશોના ગ્રાહકોને ખરીદીનો સરળ અનુભવ આપવા સતત ઉપલબ્ધ છે. અમે ભારતમાં અંતરિયાળ સ્થળોમાં પહોંચવા પણ તૈયાર છીએ અને ટોચના આંતરરાષ્ટ્રીય સ્થાનોને પણ આવરી લેવામાં સફળ રહ્યાં છીએ. ઉદાહરણ તરીકે, અમારી પાસે 2016 માટે USAમાં ડિલિવરી કરવા ઘણાં શહેરો, નગરો અને વિસ્તારો છે. હકીકત એ છે કે અમે ફ્રી ડિલિવરી ઓફર કરીએ છીએ, જે અમને અન્ય ઓનલાઇન રાખી સ્ટોર્સની સરખામણીમાં સ્પર્ધાત્મક ફાયદો આપે છે."
rakhi.giftalove.com પર અત્યારે વેબ સ્ટોર લાઇવ છે, જ્યાં શિપિંગ પોલિસીની માહિતી વહેંચવામાં આવે છે અને વિવિધ કેટેગરીઓમાં રાખડીની ભેટસોગાદો પસંદ કરવા ઉત્તમ સૂચનો આપે છે.
Rakhi.Giftalove.com વિશે:-
Rakhi.Giftalove.com એ ગુણવત્તા રાખડી અને રક્ષાબંધનની ઓનલાઇન ભેટસોગાદોની પર્યાય બની ગઈ છે. સક્ષમ નેતૃત્વ અને નિષ્ણાત માર્ગદર્શન હેઠળ સ્ટોરે વૈશ્વિક સ્તરે તેની કામગીરીનું વિસ્તરણ કર્યું છે અને પ્રતિષ્ઠિત લોજિસ્ટિક પાર્ટનર્સની મદદ સાથે ઘણાં દેશોમાં શિપિંગ સેવાઓ ઓફર કરે છે.
મીડિયા સંપર્ક:
Mritunjay Kumar
[email protected]
કોલ: 011-66765500
Primo Gifts Pvt. Ltd.
Share this article